What To Eat And Not Eat During Monsoon: ચોમાસા (Rainy Weather) દરમિયાન બીમારીઓનો ખતરો વધી જાય છે. જેને લઈને આપણને સ્વસ્થ ભોજન(Diet) લેવું જોઈએ. વિશેષજ્ઞો ચોમાસાને સ્વાસ્થ્ય (Health) ની દ્રષ્ટિએ બીમારીઓ માટે સંવેદનશીલ ગણાવે છે. આ ઋતુ સૂક્ષ્મ જીવો (Micro organism) માટે અનુકૂળ હોય છે, તેઓ સરળતાથી આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. વિશેષજ્ઞો અનુસાર, ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે રોગપ્રતિકારક શક્તિને સારી રાખવી ખુબ જ જરૂરી છે. આ માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ ઋતુ દરમિયાન લીલા શાકભાજી સહિતના ઘણા પદાર્થોનું સેવન કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. ત્યારે આપણે અહીં જાણીશું કે ચોમાસા દરમિયાન કઈ ચીજોનું સેવન કરવું અને કઈ ચીજો ખાવાથી દૂર રહેવું જોઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજીઓ ન ખાઓ
વિશેષજ્ઞો આપણને આખા વર્ષ દરમિયાન લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ વરસાદની ઋતુ દરમિયાન આપણને આવું કરવાની ના પાડવામાં આવે છે. વિશેષજ્ઞો અનુસાર, આ સમય દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે, જેથી સૂક્ષ્મ જીવો શાકભાજીના પાના પર પોતાનું ઘર વસાવી લે છે અને પ્રજનન કરે છે. જેથી વરસાદની ઋતુમાં કોબીજ કે પાલક જેવા શાકભાજી ખાવાથી દૂર રહેવું જોઈએ.
વરસાદની ઋતુમાં પાણી પ્રદુષિત થઇ શકે છે. આવા દૂષિત પાણીના સેવનથી પેટમાં ઇન્ફેક્શન, કોલેરા, ડાયેરિયા અને ટાઇફોઇડ જેવા રોગો થવાની સંભાવના વધી જાય છે. જેથી ચોમાસા દરમિયાન પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે.
વરસાદ પડે એટલે આપણું મન તળેલી ચીજો ખાવા તરફ આકર્ષિત થાય છે. ચોમાસાના આવા વાતાવરણમાં આપણે ભજીયા અને સમોસા ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. પરંતુ તળેલી વસ્તુઓ ખાવાથી બીમાર પાડવાનું જોખમ રહેલું છે. જો તમે વધુ તળેલો અથવા મસાલેદાર ખોરાક ખાવ છો, તો પેટ ફૂલવાનું અથવા ગેસ થવાની સંભાવના રહેલી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદની ઋતુમાં મેટાબોલિઝ્મ ધીમું થઇ જાય છે, જેને લઈને પેટ માટે ભોજનમાંથી પોષકતત્વો અવશોષિત કરવા અને ભોજનનું પાચન કરવું મુશ્કેલ થઇ જાય છે. જેથી ચોમાસા દરમિયાન હલકું ભોજન ખાવાની સલાહ આપવામાં આવે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલમાં કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર