શું તમે દુબળાપણાથી પરેશાન છો? તો વજન વધારવા માટે આ સ્વાસ્થ્યપ્રદ પ્રોટીન શેકનું કરો સેવન

Image Credit : Pixabay

વજન વધારવા માટે તમારે ભોજનમાં પ્રોટીન સામેલ કરવું જરૂરી છે

  • Share this:
Weight Gain Tips : શું તમે તમારા દુબળાપણા તથા ઓછા વજનથી પરેશાન છો અને વજન વધારવાના (Weight Gain) તમામ સંભવ પ્રયાસ કરી રહ્યા છો? વજન વધારવા માટે તમારે ભોજનમાં પ્રોટીન સામેલ કરવું જરૂરી છે. પ્રોટીન ક્યારે અને કેવી રીતે લેવું તે સમજમાં નથી આવી રહ્યું, તો આ કારણોસર તમારા વજનમાં કદાચ વધારો નથી થઈ રહ્યો. આ પરિસ્થિતિમાં તમે જીમ જઈને વર્કઆઉટ કરો છો તો ટ્રેનર પાસેથી તેની તમામ માહિતી મેળવી લો. અહીં હોમમેડ પ્રોટીન ડ્રિંક રેસિપીઝની જાણકારી આપવામાં આવી છે જે વજન વધારવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

ચોકલેટ અને એવોકાડો પ્રોટીન શેક

આ પ્રોટીન શેક બનાવવા માટે સૌથી પહેલા બે કપ દૂધ, પાકેલું એવોકાડો, 1 ચોકલેટ અને 1 કેળુ લઈને મિક્ષરમાં ખૂબ જ સારી રીતે બ્લેન્ડ કરી લો. એવોકાડોમાં હાઈ કેલરી અને ફેટ રહેલા હોય છે, જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત એવોકાડોમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો પણ રહેલા છે.

આલ્મન્ડ બટર અને ડાર્ક ચોકલેટ

આ પ્રોટીન શેક બનાવવા માટે 2 કપ દૂધમાં 1 ડાર્ક ચોકલેટ અને 1 ચમચી ચોકલેટ પ્રોટીન તથા 2 ચમચી આલ્મન્ડ બટર મિક્સ કરો. હવે તેને યોગ્ય રીતે મિક્સરમાં મિક્સ કરી લો. તમારુ આલ્મન્ડ બટર અને ડાર્ક ચોકલેટ શેક તૈયાર છે. આ પ્રોટીન શેક તમે સવારે નાશ્તામાં પી શકો છો, જેમાં ભરપૂર માત્રામાં કેલરી, પ્રોટીન, કાર્બ્સ અને ફેટ રહેલા છે.

આ પણ વાંચો - Cinematograph Bill 2021: થિયેટરમાં દેખાડવું પડી શકે છે બાળકોની ઉંમરનું સર્ટિફિકેટ

બનાના અને સ્ટ્રોબેરી

સૌથી પહેલા 2 કપ દૂધ લો અને 1 કેળું તથા 5 સ્ટ્રોબેરી લો. હવે આ તમામ વસ્તુઓમાં એક કપ મલાઈ ઉમેરીને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો. તમારો ટેસ્ટી અને સ્વાસ્થ્યપ્રદ પ્રોટીન શેક તૈયાર છે.

પીનટ બટર અને બનાના

મિક્ષરમાં 1 ચમચી દહીં અને એક કેળું નાખો. ત્યારબાદ તેમાં બે ચમચી પીનટ બટર અને 2 કપ દૂધ મિશ્ર કરીને તેને બ્લેન્ડ કરી લો. તમારો પ્રોટીન શેક તૈયાર છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: