હાઈ બ્લડ પ્રેશર હોય તો રોજ પીવો એક ગ્લાસ ટામેટાનું જ્યુસ, થોડા જ દિવસોમાં દેખાશે તેની અસર

હાઈ બ્લડ પ્રેશર હોય તો રોજ પીવો એક ગ્લાસ ટામેટાનું જ્યુસ, થોડા જ દિવસોમાં દેખાશે તેની અસર
ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઓછુ કરવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરે છે - mage Credit : Shutterstock

હાઈ બ્લડ પ્રેશર સાઇલન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. હકીકતમાં તેમાંના મોટાભાગના પ્રારંભિક ચેતવણીના લક્ષણો દેખાતા નથી અને જ્યારે તે અનિયંત્રિત અને જોખમી સ્તરો સુધી પહોંચે છે, ત્યારે તેના જાણ થાય છે.

  • Share this:
નવી દિલ્હી : હાઈ બ્લડ પ્રેશર સાઇલન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. હકીકતમાં તેમાંના મોટાભાગના પ્રારંભિક ચેતવણીના લક્ષણો દેખાતા નથી અને જ્યારે તે અનિયંત્રિત અને જોખમી સ્તરો સુધી પહોંચે છે, ત્યારે તેના જાણ થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો અને તેને મેનેજ કરવા માટે ઘરેલું ઉપાયોની મદદ લેવાની ઇચ્છા હોય તો દરરોજ એક ગ્લાસ ટમેટાંનો રસ પીવો. એનડીટીવીના અનુસાર, સંશોધન દર્શાવે છે કે ટમેટાંનો રસ બ્લડ પ્રેશર ઘટાડવાની સાથે કોલેસ્ટરોલનું સ્તર પણ નિયંત્રિત કરી શકે છે અને સખત રોગોને ઘટાડવામાં મદદ કરે છે.

આ રીતે બનાવો ટામેટાનો જ્યુસટામેટાનો જ્યુસ બનાવવા માટે 3થી 4 ટામેટાંને મિક્સરમાં બ્લેન્ડ કરો અને થોડું પાણી ઉમેરીને તેને ગાળી લો. તેને મીઠા વિના પીવાથી વધારે ફાયદાકારક છે. કેટલાક લોકો બજારમાં ઉપલબ્ધ પેકેજ્ડ જ્યુસનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં રહેલા પ્રિઝર્વેટિવ્સના કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમે ઘરે જ્યુસ બનાવો અને તેનું સેવન કરો તો સારું રહેશે.

તે કેવી રીતે નિયંત્રણ કરે છે

ટામેટાના રસમાં બાયોએક્ટિવ તત્વો જેવા કે કેરોટિનોઇડ્સ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યુટીરિક એસિડ હોય છે, જે લગભગ દરેક લાલ ફળમાં જોવા મળે છે. તે હૃદયરોગને મટાડવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. તે લાઇકોપીનથી પણ સમૃદ્ધ છે જે એન્ટીઓકિસડન્ટ તત્વ છે.

તેના અન્ય ફાયદા

જો તમે દરરોજ ટમેટાંનો રસ પીતા હોવ તો તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણા ફાયદાકારક છે. તે આંખો અને ત્વચા માટે પણ સારું છે. તેમાં હાજર વિવિધ પ્રકારના વિટામિન બળતરા ઘટાડે છે અને તમારા કોષોને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. ટામેટાના જ્યુસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Published by:News18 Gujarati
First published:June 22, 2021, 15:24 IST

ટૉપ ન્યૂઝ