Wintersમાં પોતાને Energyથી ભરપૂર રાખવા મહિલાઓ અપનાવી શકે છે આ આદતો
Wintersમાં પોતાને Energyથી ભરપૂર રાખવા મહિલાઓ અપનાવી શકે છે આ આદતો
શિયાળામાં મહિલાઓ સ્વાસ્થ્ય અને રોગ-પ્રતિરોધક ક્ષમતા અથવા ઇમ્યુન-સિસ્ટમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)
Tips For Ladies to Be Fit In Winters: આપણે જાણીએ છીએ કે કોઈપણ કામ કરવા માટે ઊર્જા (Energy-level) જોઈએ છે. નહિતર આપડે જલ્દી થાકી (Tired) જઈએ છીએ. અને આજકાલના સમયમાં ખાસ કરીને મહિલાઓ સાથે આ સમસ્યા (Problem) ઘણી વાર થતી હોય છે.
Tips For Ladies to Be Fit In Winters: આપણને દરેક કામ કરવા માટે ઊર્જા (Energy)ની જરૂર છે અને આજકાલના આર્થિક યુગમાં આપણે ઘણા બધા કામ એક સાથે પણ કરી શકીએ છીએ. ખાસ કરીને મહિલા (women)ઓ સાથે આ સમસ્યા (problems) વારંવાર થતી હોય છે.જ્યારે તેમના ઉપર ઘરની સાથે બહારના કામ કરવાની પણ જવાબદારીઓ હોય. શિયાળમાં આ સમસ્યા વિશેષ રીતે આગળ વધે છે. કારણ કે શિયાળામાં દિવસ નાના હોય છે.
જો કે, શિયાળામાં મહિલાઓ સ્વાસ્થ્ય અને રોગ-પ્રતિરોધક ક્ષમતા અથવા ઇમ્યુન-સિસ્ટમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે છે. બસ તેના માટે તેમને કેટલાક આદતો અપનાવવાની જરૂર છે. આવો જાણીયે તેના વિશે (Winter Tips For Ladies)..
તમારી બૉડીક્લોકનું ધ્યાન રાખો
દરેકના શરીરનો સક્રિય થવાનો સમય અલગ-અલગ હોય છે. કોઈ સવાર-સવારમાં શરીરની અંદર વધુ ઊર્જા અનુભવે છે તો કોઈ સાંજે અથવા રાતના સમયે. આ આપણી બાયોકલોક અથવા બૉડીક્લૉક કે શરીરની જૈવિક-ઘડીયાળ પર આધાર રાખે છે કે આપણે ક્યાં સમયે સુસ્ત રહીએ છીએ અને ક્યારે સક્રિય. આપણે તે જાણીને જ દરરોજના કામો તે જ સમયે સેટ કરવા જોઈએ.
તેનાથી આપણે તે કાર્ય એક સારી ઊર્જા-સ્તર સાથે કરી શકીએ છીએ. જો તમે સવારના સમયે તમારી ઊર્જા-સ્તર વધુ સારી રીતે અનુભવો છો. તો તમારા કામ માટે યોગ્ય સમયે 9થી 5 વાગ્યા વચ્ચે હોય શકે છે. જો તમે સાંજના સમયે તમારી ઊર્જા-સ્તર વધુ સારી રીતે અનુભવો છો. તો તમારા માટે બપોરના ત્રણ વાગ્યા પછી રાત્રે 11-12ની વચ્ચે હોય શકે છે.
પોતાની ડાયટ પર ધ્યાન આપો
કહેવાની જરૂર નથી કે આપણા શરીરનું ઊર્જા-સ્તર ઘણું બધું આપણી ખાણી-પીણી અને ગુણવત્તા પર આધારિત છે. વિટામિન્સ અને ખનિજ-તત્વો એટલે કે મિનરલ્સથી ભરપૂર ફળ અને શાકભાજી ઊર્જા-સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે અને જલ્દી થાકતા નથી. એવી રીતે જ ઘણા અનાદ , દૂઘ અને અન્ય ખોરાક પણ છે. તેથી તેના વિષે જાણીને તેનું સેવન કરવું જોઈએ.
સવારનો નાસ્તો ન ભૂલીએ
ડૉક્ટર કહે છે કે સવારનું ભોજન આપણા શરીર અને મગજ બંનેની સલામતી માટે ખૂબ જ જરૂરી છે. અને તે હળવો નહિ સારી માત્રામાં હોવો જોઈએ. કારણ કે રાત્રે સૂઈને ઉઠ્યા બાદ આપણને બાકીના દિવસની અપેક્ષા માટે વધુ ઊર્જાની ઇચ્છા હોય છે. એટલે જ આ સમયે નાસ્તામાં રાત્રે પલાડીને મૂકવામાં આવેલા મગફળી, ચણા અથવા સોયાબીન કે પૌષ્ટિક પદ્ધતિ દ્વારા બનાવાયેલા પોહા વગેરે એક સારો વિકલ્પો હોઈ શકે છે.
(Disclaimer: આ લેખમાં જાણકારો અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. news18 તેની પુષ્ટી કરતું નથી. આના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર