નવી દિલ્હી : ગત એક વર્ષથી કોરોના મહામારી દરમિયાન ઇમ્યુનીટી શબ્દ ખૂબ પ્રચલિત બન્યો છે. દેશના દરેક લોકોએ પોતાના પરિવારને કોરોનાથી બચાવવા માટે ઇમ્યુનીટી વધારવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે. જોકે, આપણે ઇમ્યુનીટી વધારનારા ખોરાક વિશે તો જાણ્યું, પરંતુ ઇમ્યુનીટી ઘટાડતા ખોરાક વિશે નથી જાણ્યું. આજે એ ફૂડ વિશે જાણીશું કે જે તમારા શારીરિણી ઇમ્યુનીટી ઘટાડી રહ્યા છે અને તમે તેનું સૌથી વધુ પ્રમાણમાં સેવન કરી રહ્યા છો.
1. સોડા
આપણે જાણીએ છીએ કે સોડામાં મીઠાસ અને હાઈ કેલરી સિવાય કોઈ ન્યુટ્રિશન નથી. ઈટ ધીસ નોટ ધેટ મુજબ, 2011ના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સોડાના સેવનથી વજન વધે છે. જેના કારણે ઓબેસિટીની સમસ્યા પણ થાય છે અને ઓબેસિટીના કારણે ઇમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર થાય છે.
2. ફ્રાઈડ ફૂડ
જો તમે ઇમ્યુનીટી વધારવા માંગો છો તો ફ્રેન્ચ ફ્રાઈસ, ચિકન ફ્રાઈસ, ચિકન વિંગ્સથી દૂર રહો. તેમાં હાઈ ફેટ રહેલો હોય છે. 2019માં થયેલી એક સ્ટડી મુજબ, હાઈ ફેટથી તમારી ઇમ્યુનીટી પર ખરાબ અસર પડે છે.
વધુ આલ્કોહોલનું સેવન એ લોકોના ઇમ્યુન પાથવેને પ્રભાવિત કરે છે. સાથે જ આલ્કોહોલના સેવનથી ઊંઘની પેટર્ન પર ખરાબ અસર પડે છે. જેના કારણે ઇમ્યુનીટી પર ખરાબ અસર પડે છે.
4. કેન્ડી, કેક, પેસ્ટ્રી અને કૂકીઝ
કેન્ડી, ચોકલેટ, કેક, પેસ્ટ્રી અને કૂકીઝ જેવા શુગરયુક્ત અને હાઈ ફેટ વાળો ખોરાક ખોબ ઝડપથી આપણા શરીરની ઇમ્યુનીટીને ઘટાડે છે. તેમાં રહેલી શુગરની માત્રા શરીરના ઇન્ફ્લેમેશનને વધારે છે. જેનાથી ઇમ્યુન સિસ્ટમ પર ખરાબ અસર થાય છે.
5. એનર્જી ડ્રિન્ક
બજારમાં ઘણી પ્રકારના એનર્જી ડ્રિન્ક મળે છે. જે તમારી ઇમ્યુનીટી માટે ખુબ જ ખરાબ છે. તેમાં મોટા પ્રમાણમાં કેફીન હોય છે. જે શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે છે. તેના કારણે તમારી ઊંઘ ખરાબ થાય છે, જેનાથી ઇમ્યુન સિસ્ટમ પ્રભાવિત થાય છે.
જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માંગતા હોય, તો બર્ગર, પીત્ઝા, સેન્ડવીચ જેવા ફાસ્ટ ફૂડ ન ખાવ. તેમાં કેલરી, ફેટ, સોડિયમ અને શુગર હોય છે, જે ઇમ્યુનીટી ઘટાડે છે. ફાસ્ટ ફૂડ ખાવાથી ડાયાબિટીઝ ટાઇપ ટુ અને હ્રદયરોગની સંભાવના પણ વધારે છે.
7. આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમમાં મોટા પ્રમાણમાં શુગર અને સેચ્યુરેટેડ ફેટ હોય છે. જેના કારણે આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન વધે છે અને ઇમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે.
8. પોટેટો ચિપ્સ
પેકેજ્ડ પોટેટો ચિપ્સમાં મીઠું અને સેચ્યુરેટેડ ફેટની વધુ માત્ર રહેલી છે. જેનાથી ઇમ્યુનીટી પર ખરાબ અસર થાય છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના એ સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર