જાણો, કેવી રીતે ડાયટ અને લાઈફસ્ટાઈલમાં આ 5 ફેરફાર ગુડ કોલેસ્ટ્રોલને બનાવે છે વધુ સારું

Good Cholesterol Level Tips: જો શરીરમાં ગુડ કોલેસ્ટરોલને વધારવામાં આવે તો હાર્ટ પ્રોબ્લેમનું જોખમ ઓછું થઈ શકે છે, જાણો કેવી રીતે

Good Cholesterol Level Tips: જો શરીરમાં ગુડ કોલેસ્ટરોલને વધારવામાં આવે તો હાર્ટ પ્રોબ્લેમનું જોખમ ઓછું થઈ શકે છે, જાણો કેવી રીતે

  • Share this:
These Dietary And Lifestyle Changes Can Improve The Good Cholesterol Level In Your Body: હૃદય સંબંધિત રોગોનું સૌથી મોટું કારણ ખરાબ કોલેસ્ટ્રોલમાં થતો વધારો છે. જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને ધમનીઓને પમ્પ કરવામાં મુશ્કેલીઓ થાય છે. હેલ્થશોટ્સ અનુસાર, તેના કારણે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ જો શરીરમાં સારા કોલેસ્ટરોલ (Good Cholesterol)ને વધારવામાં આવે તો હાર્ટ પ્રોબ્લેમ (Heart Problem)નું જોખમ ઓછું થઈ શકે છે. તેથી જો તમે સક્રિય નથી અને ડાયટ અંગે બેજવાબદાર છો, તો બની શકે છે કે તમે કોલેસ્ટરોલ સામે સંઘર્ષ કરી રહ્યા છો. આવી સ્થિતિમાં અહીં અમે તમને જણાવીશું કે તમે શરીરમાં સારા કોલેસ્ટરોલનું સંતુલન કેવી રીતે જાળવી શકો છો.

1. એક્ટિવ રહો

જો તમે દરેક સમયે બેઠા છો કે ઊંઘી રહ્યા છો, તો આજે જ આ ટેવ બદલો. જો તમે શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરશો, તો તમે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારી શકશો. આવી સ્થિતિમાં દરરોજ અડધો કલાક યોગ અથવા વૉક કરો. શરીર માટે થાક લાગવો અને પરસેવો આવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો, ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર

2. ટ્રાન્સ સેચ્યુરેટેડ ફેટથી બચો

જો તમે ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માંગો છો, તો તમારે પોતાના ડાયટમાં ટ્રાન્સ ફેટને અવોઇડ કરીને મોનો સેચ્યુરેટેડ અને પૉલી અનસેચ્યુરેટેડ ફેટનું સેવન કરવું જોઈએ. આ ફેટ તમને પ્લાન્ટ, સાલ્મન કે ટૂના જેવી માછલીઓમાં અને નટ્સમાં મળી રહેશે.

3. ડ્રિન્કીંગ અને સ્મોકિંગ છોડો

આલ્કોહોલનું સેવન ઘટાડવું જોઈએ. જો તમે આલ્કોહોલને અવોઇડ કરો છો તો તેનાથી તમારા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલમાં વધારો થશે. સાથે જ સ્મોકિંગ પણ છોડી દેવું ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો, Explained: કેવી રીતે 'પાર્ટ ટાઈમ’ Weather Bloggers ખેડૂતો સુધી હવામાનની સચોટ આગાહી પહોંચાડે છે?

4. વજન નિયંત્રિત કરો

જો તમે પોતાનું વજન નિયંત્રણમાં રાખો છો તો તમારો ખરાબ કોલેસ્ટ્રોલ ઓછો થઇ જાય છેઅને ગુડ કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો થાય છે. સાથે જ વજન ઘટાડવું એ એ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

5. ઓલિવ ઓઈલનું સેવન

ઓલિવ ઓઇલમાં હેલ્ધી ફેટ હોય છે, જે તમારા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. તેમાં પોલી ફેનોલ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.
First published: