Home /News /lifestyle /

Healthy lifestyle: હેપ્પીનેસનું લેવલ વધારવા પુષ્કળ પ્રમાણમાં ખાઓ ફળો અને શાકભાજી, સાથે જ કરો કસરત: અભ્યાસ

Healthy lifestyle: હેપ્પીનેસનું લેવલ વધારવા પુષ્કળ પ્રમાણમાં ખાઓ ફળો અને શાકભાજી, સાથે જ કરો કસરત: અભ્યાસ

ફળો અને શાકભાજીના સેવન સાથે કસરત કરીને ખુશીનું સ્તર વધારી શકાય છે (તસવીર - shutterstock)

health news - આ અભ્યાસના પરિણામો જર્નલ ઓફ હેપ્પીનેસ સ્ટડીઝ (Journal of Happiness Studies) માં પ્રકાશિત થયા છે

ઘણા લોકોનું સુખ પેટ સાથે જોડાયેલું હોય છે. તેઓ વધુ ભૂખ્યા રહી શકતા નથી. જોકે, આવું સુખ લાંબા સમય સુધી ભોગવવા માટે આરોગ્યવર્ધક વસ્તુઓ ખાવી જરૂરી છે. ત્યારે હેપ્પીનેસ (Happiness)અને ખોરાકને જોડતા વિષય પરના અભ્યાસમાં રસપ્રદ તારણો સામે આવ્યા છે. સારા સ્વાસ્થ્યમાં સંતુલિત આહાર (nutritious foods)અને કસરત (Exercise)મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વસ્થ જીવનશૈલી (Healthy lifestyle)માત્ર રોગોથી જ દૂર નથી રાખતા પણ જીવનમાં સુખ એટલે કે હેપ્પીનેસનુ લેવલ પણ વધારી શકે છે.

દૈનિક જાગરણમાં છપાયેલા અહેવાલ મુજબ એક અભ્યાસમાં આ વાત સાબિત થઈ છે. આ અભ્યાસ મુજબ ફળો અને શાકભાજીના સેવન સાથે કસરત કરીને ખુશીનું સ્તર વધારી શકાય છે. તેના આધારે એમ કહી શકાય કે જો તમારે ખુશ રહેવું હોય તો પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ અને જોરશોરથી કસરત કરો.

આ અભ્યાસના પરિણામો જર્નલ ઓફ હેપ્પીનેસ સ્ટડીઝ (Journal of Happiness Studies) માં પ્રકાશિત થયા છે. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જીવનશૈલી અને ફિટનેસ વચ્ચેના સંબંધ અગાઉના અભ્યાસોથી પણ સામે આવી છે, તેથી જાહેર આરોગ્ય અભિયાનોમાં પૌષ્ટિક ખોરાક (nutritious foods) અને કસરત પર ભાર મૂકવામાં આવે છે. એક નવા અભ્યાસમાં સંતુલિત જીવનશૈલીથી ખુશીમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો - એલચી છે ઔષધીય ગુણોનો ભંડાર: સ્તન અને પ્રોસ્ટેટ કેન્સર સામે આપે છે રક્ષણ, અમેરિકન લેબોરેટરીનું તારણ

ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે

અખબારે આગળ લખ્યું છે કે, આ પ્રકારનો આ પહેલો અભ્યાસ છે, જેમાં ફળ અને શાકભાજીના સેવન અને કસરત વચ્ચેના સંબંધ પર ભાર મુકવામાં આવ્યો છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટ (University of Kent) અને યુનિવર્સિટી ઓફ રીડિંગ (University of Reading) ના સંશોધકોએ આ અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે, પુરુષો વધુ કસરત કરે છે અને સ્ત્રીઓ વધુ ફળો અને શાકભાજી ખાય છે. સંશોધકોનું કહેવું છે કે આવો આહાર અપનાવીને અને નિયમિત કસરત કરવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.

પરિણામોમાં શું આવ્યું સામે?

અભ્યાસના તારણો સૂચવે છે કે સેલ્ફ કંટ્રોલની ક્ષમતા જીવનશૈલીના નિર્ણયોને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે શરીર પર સકારાત્મક અસર કરે છે. જીવનશૈલી સાથે જોડાયેલા રોગો વિશ્વભરમાં નબળા સ્વાસ્થ્ય અને મૃત્યુદરનું મુખ્ય કારણ છે. યુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ સ્થૂળતા દર છે. આ તારણો જાહેર આરોગ્ય નીતિ માટે મહત્વપૂર્ણ અસરો ધરાવી શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Health Benefits, Lifestyle, Lifestyle News

આગામી સમાચાર