Home Remedies: પેટને લગતી કોઈ સમસ્યાથી છો પરેશાન? આ 5 વસ્તુઓ આપશે તુરંત રાહત

પેટ દર્દની સમસ્યાને આ રીતે કરો દુર

Home Remedies - આજના ઝડપી યુગની લાઇફ સ્ટાઇલ (Lifestyle) માં દર બીજો વ્યક્તિ પેટને લગતી સમસ્યાઓ (Stomach problems) ગેસ, અપચો, કબજીયાત, પેટનો દુખાવાથી પરેશાન છે.

  • Share this:
Home Remedies: આજના ઝડપી યુગની લાઇફ સ્ટાઇલ (Lifestyle) માં દર બીજો વ્યક્તિ પેટને લગતી સમસ્યાઓ (Stomach problems) ગેસ, અપચો, કબજીયાત, પેટનો દુખાવાથી પરેશાન છે. આરામ મેળવવા માટે લોકો ઘણા પ્રકારની દવાઓ (Medicine) અને ઉપાયો પણ અજમાવે છે. પરંતુ તેનાથી કાયમી રાહત મેળવી શકાતી નથી. ત્યારે જો તમે પણ આવી કોઇ પેટની સમસ્યાઓથી પીડાઇ રહ્યા હોય, તો મોંઘી દવાઓ અને સારવારની જગ્યાએ ઘરેલું ઉપાયો અપનાવી રાહત મેળવી શકો છો. આ ઘરેલું ઉપચારો તમને પેટની ઘણી સમસ્યાઓમાં છૂટકારો અપાવશે. સાથે જ તેના કોઇ પણ સાઇડ ઇફેક્ટ્સ પણ નહીં થાય. તો આવો જાણીએ આ ઉપચારો વિશે.

વરિયાળી

પેટમાં ગેસ, સોજો, મરોડ અને અપચા જેવી સમસ્યાઓને દૂર કરવામાં વરિયાળી એક અસરકારક ઉપાય છે. તેમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા ઘણા ખનીજ તત્વ રહેલા છે. જે ગેસ, પેટમાં દુખાવો અને અપચા જેવી સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં સરળતાથી મદદ કરી શકે છે. જમ્યા બાદ તેનું રોજ સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

હીંગ

હીંગ દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ થાય એવો મસાલો છે. ભોજનનો સ્વાદ વધારવો હોય કે પછી પેટમાંથી વિકૃત પદાર્થો બહાર કાઢવા હોય, હીંગ હંમેશા એક રામબાણ ઇલાજ સાબિત થાય છે. તેને પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હીંગને ભોજનમાં નાંખવાથી કે તેને પેટ પર લગાવવાથી પેટમાં દુખાવો, ગેસ, મરોડ, અપચો અને કબજીયાત જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયરન અને એન્ટીઓક્સીડન્ટ રહેલા છે. જે પેટની આ તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. હીંગના સેવનથી પાચનશક્તિ સ્વસ્થ અને મજબૂત બને છે.

અજમો

અજમો પણ પેટને લગતી સમસ્યાઓ ગેસ, અપચો અને મરોડથી છૂટકારો અપાવે છે. સાથે જ તેને ખાવાથી પેટમાં રહેલા ખરાબ પદાર્થો પણ ખતમ થઈ જશે. પેટ માટે અજમાને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. તેમજ શિયાળામાં તેનું સેવન કરવાથી શરદી-ઉધરસમાં પણ રાહત મળે છે.

લીંબુ

લીંબુ તમને પેટમાં મરોડ, અપચો અને ગેસની સમસ્યાથી ગણતરીના સમયમાં રાહત આપશે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમે લીંબુના રસને નવશેકા પાણીમાં નાંખી તેમાં શેકેલું જીરું અને સિંધવ મીઠું નાંખીને પી શકો છો. તમને પેટની સમસ્યાઓમાંથી તરત જ રાહતનો અનુભવ થશે.

ફુદીનો

ફુદીનો પણ પેટનો દુખાવો, મરોડ, ગેસ અને અપચ જેવી સમસ્યાઓથી ગણતરીના સમયમાં રાહત આપે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ તો દૂર થશે સાથે જ શરીરમાં પણ તાજગીનો અનુભવ થશે. ઉનાળામાં લૂ ન લાગે તે માટે પણ ફુદીનો અસરકારક ઔષધી છે. ફુદીનાનું સેવન તેના પાંદડાઓને ક્રશ કરી પાણીમાં નાંખીને કરી શકાય છે. સાથે જ તેના પાંદડાઓને સુકવી તેનો પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.
First published: