Sleep Walking: લોકો શા માટે ઊંઘમાં ચાલે છે? અહીં જાણો તેના લક્ષણો અને ઉકેલ

પ્રતિકાત્મક તસવીર- Image Credit : shutterstock

lifestyle news- ઘણી વખત ઊંઘમાં ચાલવાની આદતના કારણે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે

  • Share this:
Sleepwalking Symptoms And Cause: ઊંઘમાં ચાલવાની આદત અંગે તમે સાંભળ્યું જ હશે. જેને સ્લીપવોકિંગ (Sleep walking) પણ કહેવાય છે. ઘણી ફિલ્મોમાં આ તકલીફ બતાવાઈ છે. ઘણા લોકો આ સમસ્યાથી પીડાય છે. આ સમસ્યાને મેડિકલ ભાષામાં સોનામબુલિઝ્મ (Somnambulism) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વ્યક્તિ ઊંઘમાં જ બેસવા કે ચાલવા લાગે છે. ઘણી વખત ઊંઘમાં ચાલવાની આદતના કારણે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય સમયે આ બીમારીની સારવાર (Treatment) કરવામાં આવે તો રાહત થઈ શકે છે.

શું છે લક્ષણો?

માયોક્લિનિકના મત મુજબ સામાન્ય રીતે ઊંઘમાં ચાલવાની સમસ્યા રાત્રે જોવા મળે છે. આ બીમારી ગાઢ નિંદ્રામાં સરકયા પછી શરૂ થાય છે અને ઘણી મિનિટ સુધી લક્ષણો જોવા મળે છે. પથારીમાંથી ઉભું થવું, આંટા મારવા, બેસી જવું, આંખો ખુલ્લી રાખવી અને જગ્યા બાદ થોડો સમય વિચલિત થઈ જવું જેવા લક્ષણો (Symptoms) જોવા મળી શકે છે.

આ પણ વાંચો - પતિને કેનેડા બોલાવી બિઝનેસમાં સેટલ કર્યો, પતિ પત્નીને છોડી બીજી મહિલા સાથે જતો રહ્યો

સ્લીપ ટેરર એટલે શું?

લોકો ઘણી વખત ઊંઘમાં ચાલતી વખતે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પહોંચી જાય છે અને કેટલીક વખત તો હિંસક થઈ જાય છે. આ તકલીફમાં લક્ષણો નુકસાન પહોંચાડી શકે છે. સુતા હોય ત્યારે કપડાં પહેરવા, વાત કરવી અથવા ખાવાનું ખાવું, ઘરમાંથી બહાર નીકળી જવું, ઊંઘમાં કાર ચલાવવી, યૂરિન કરવું અને સીડી કે બારીમાંથી પડી જવા જેવા લક્ષણો જોવા મળે છે.

આવું થાય તો શું કરવું?

ઊંઘમાં ચલાવની સમસ્યાને સામાન્ય મેડિકલ કેન્ડીશન માનવામાં આવે છે. પણ જો તે સ્લીપ ટેરરમાં બદલાઈ જાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ઊંઘમાં ચાલવાના કારણો (Causes)

- માયોક્લિનિંગના મત મુજબ ઊંઘમાં ચાલવાની તકલીફમાં રાહત મેળવવા સુવાનો સમય સેટ કરવો અને પૂરતી ઊંઘ લેવાઈ જરૂરી છે.

- ચિંતાથી બચવું જોઈએ. યોગ-મેડિટેશન કરવા સહિતની પ્રવૃત્તિ જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ.

- સવારે વહેલા ઉઠી રાત્રે જલ્દી સુવાની આદત પાડવી જોઈએ.

- દરરોજ કસરત કરવી અને ચાલવું જોઈએ.

- જેમ બને તેમ કોફીન હોય તેવા પદાર્થનું ઓછું સેવન કરવું.

- સૂતી વખતે રૂમની બધી જ લાઇટ્સ બંધ કરી દો
First published: