Home /News /lifestyle /

Sleeping Position: શું તમને પણ છે પીઠ અને ગરદનના દુખાવાની સમસ્યા? તો આ પોઝિશનમાં સુવાથી મળશે રાહત

Sleeping Position: શું તમને પણ છે પીઠ અને ગરદનના દુખાવાની સમસ્યા? તો આ પોઝિશનમાં સુવાથી મળશે રાહત

જો તમે સૂતી વખતે નસકોરા બોલાવો છો, તો તમે સાઇડ અથવા પેટ પર સૂઈ જાઓ અને તે સમયે તમારા માથાને થોડા ઇંચ ઉંચું રાખો (તસવીર - canva.com))

Health News - સામાન્ય રીતે થતી આવી સમસ્યાઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓ (Right way to Sleep) દ્વારા દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે

Sleeping Position: ઘણી વખત આપણે જોઇએ અને સાંભળીએ છીએ કે લોકો કોઈ ને કોઈ કારણસર પૂરતી ઊંઘ (Sleep) નથી લઈ શકતા. આ સિવાય તેમની ખાવાની આદતો અને ઓછી શારીરિક પ્રવૃત્તિ (Physical activity)સિવાય બીજું કારણ એ પણ હોઈ શકે છે અને તે છે સુવાની પોઝિશન (Sleeping Position). દૈનિક ભાસ્કર અખબારના એક અહેવાલમાં અનુસાર, 57% લોકો પડખું ફરીને સૂવે છે. 17% લોકો તેમની પીઠ પર ઊંઘે છે. 11% લોકો એવા છે કે જેઓ તેમના પેટ પર ઊંઘે છે અને 15% લોકો એવા છે, જેમની ઊંઘની સ્થિતિ સતત બદલાતી રહે છે. એટલે કે અલગ-અલગ રીતે સૂવું પણ એક કારણ હોઈ શકે છે.

આ સિવાય પણ કેટલાક એવા કારણો છે, જેના કારણે લોકોની ઊંઘ ઓછી આવતી હોય છે. ઉદાહરણ તરીકે, પીઠ અથવા ગરદનનો દુખાવો, નસકોરા અથવા પેટમાં એસડીટીની સમસ્યા. સામાન્ય રીતે થતી આવી સમસ્યાઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓ (Right way to Sleep) દ્વારા દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

નસકોરાનું શું કરવું?

જો તમે સૂતી વખતે નસકોરા બોલાવો છો, તો તમે સાઇડ અથવા પેટ પર સૂઈ જાઓ અને તે સમયે તમારા માથાને થોડા ઇંચ ઉંચું રાખો. આ સ્થિતિમાં સૂવાથી જીભ અને પેશીઓ (કોષો) ગળામાં ચોંટતા નથી. ગળામાં જીભ ચોંટી જવાથી શ્વાસ બંધ થઈ જાય છે, આ કારણે નસકોરા આવે છે.

ગરદનનો દુખાવો

ગરદનના દુખાવાના કારણે આખી રાત બેચેનીમાં પસાર કરવી પડે છે. આવી સ્થિતિમાં પેટ પર સૂવાનું ટાળો. જો શક્ય હોય તો ગરદન નીચે એક કરતાં વધુ તકિયા ન રાખો. ધ્યાન રાખો કે તકિયાની ઊંચાઈ ખભાથી ઉપર હોવી જોઈએ. ક્યારેક ટુવાલ રોલ કરીને રાખવાથી પણ ગરદનના દુખાવામાં આરામ મળે છે.

આ પણ વાંચો - લવ કે લાઈફ પાર્ટનર રિસાઈ જાય તો મનાવી લો તરત, આ 4 ટિપ્સ કરશે તમારી મદદ

પીઠનો દુખાવો

પીઠના દુખાવાથી રાહત મેળવવા તમારી પીઠ પર સૂઈ જાઓ. ઘૂંટણ નીચે ઓશીકું રાખો. તેનાથી કરોડરજ્જુનો કુદરતી વળાંક જળવાઇ રહે છે. શરીરમાં તણાવ ઓછો થાય છે. આવી સ્થિતિમાં વધુ આરામ માટે, ટુવાલને કમર નીચે રોલ કરીને પણ લગાવી શકાય છે.

એસિડિટી માટે આ ઉપાય

આ સ્થિતિમાં સૂતી વખતે માથાની નીચે ઊંચા ઓશીકાનો ઉપયોગ કરો. જો આમાં કોઈ સમસ્યા હોય તો પલંગની નીચે થોડો ટેકો મૂકીને માથું ઊંચું કરીને સાઇડ પર સૂઈ જાઓ.

ખભાના દુખાવા માટે

જો તમે ખભાનો દુખાવો રાતભર સતાવે છે તો પછી તમારી પીઠ પર સૂઈ જાઓ. જો તમે તમારા પડખા પર સૂતા હોવ તો છાતીની ઉંચાઈ જેટલું ઓશીકું રાખીને તેના પર દુખતા ખભાને રાખો.

પગમાં ક્રેમ્પ્સ માટે

જો પગમાં થતી ક્રેમ્પ્સ તમને રાત્રે સૂવા ન દે, તો સૂતા પહેલા ક્રેમ્પ્સની જગ્યાએ માલિશ કરો. હળવાશથી ખેંચો. તેમ છતાં જો પીડા થાય તો તમે હીટિંગ પેડનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ફાયદો થશે.
First published:

Tags: Health Benefits, Lifestyle, Lifestyle News

આગામી સમાચાર