Home /News /lifestyle /ગરમીમાં વધુ પડતી હળદરનું સેવન કરવાથી થઈ શકે છે નુકસાન
ગરમીમાં વધુ પડતી હળદરનું સેવન કરવાથી થઈ શકે છે નુકસાન
ગરમીમાં વધુ પડતી હળદરનું સેવન કરવાથી થઈ શકે છે નુકસાન - Image/shutterstock
કોરોનાના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે લોકો વધુ માત્રામાં હળદરનું સેવન કરી રહ્યા છે. હળદરમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે
કોરોનાના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે લોકો વધુ માત્રામાં હળદરનું સેવન કરી રહ્યા છે. હળદરમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. જે તમને બીમારીઓથી બચવા માટે મદદ કરે છે. ગરમીમાં વધુ માત્રામાં હળદરનું સેવન કરવાથી ફાયદાકારક હોવાની સાથે-સાથે નુકસાનકારક જરૂર સાબિત થઈ શકે છે. હળદરની તાસીર ગરમ હોવાના કારણે ગરમીમાં તેનું વધુ સેવન કરવાથી શરીરને અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.
પેટની સમસ્યા
ગરમીમાં હળદરનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા અને સોજા જેવી સમસ્યા થવાનું જોખમ રહે છે. ભોજનમાં નિયમિતરૂપે હળદર ઉમેરવામાં આવે છે. અલગથી હળદરનું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. ગરમીમાં સીમિત માત્રામાં હળદરનું સેવન કરવું જોઈએ.
લોહીને પાતળું કરે છે
હળદરનું વધુ માત્રામાં સેવન કરવાથી લોહી પાતળું થઈ શકે છે. માસિકધર્મ સમયે વધુ બ્લીડિંગ થવાની સંભાવના રહે છે, જેનાથી શરીરમાં નબળાઈ આવી શકે છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ રહેલું છે જે લોહીને પાતળું કરવાનું કામ કરે છે.
ગર્ભવતી મહિલાઓને થઈ શકે છે નુકસાન
જો ગર્ભવતી મહિલા વધુ માત્રામાં હળદરનું સેવન કરે તો માત્ર માતાને જ નહીં, પરંતુ બાળકને પણ નુકસાન થઈ શકે છે. ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં બ્લીડિંગ થઈ શકે છે, જેના કારણે મિસકરેજ થઈ શકે છે.
ગરમીમાં વધુ માત્રામાં હળદરનું સેવન કરવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. હળદરમાં રહેલું ઑક્સલેટ નામનું તત્વ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ભળવા દેતું નથી. જેના કારણે પથરી થવાની સંભવાના રહે છે.
" isDesktop="true" id="1100574" >
ઊલ્ટી-ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે
વધુ માત્રામાં હળદરનું સેવન કરવાથી ઊલ્ટી-ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ રહેલું છે. જેના કારણે પાચન સંબંધિત સમસ્યા સર્જાવાથી ઊલ્ટી-ડાયેરિયા થવાની સંભાવના રહે છે. આ કારણોસર હળદરનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર