ચેતજો, કાચા ચોખા ખાવાની આદત હોય તો છોડી દેજો, નહિતર થઈ શકે ભારે નુકસાન

પ્રતિકાત્મક તસવીર

શું તમે જાણો છો કે, ઘણા લોકોને કાચા ચોખા ખાવાની ટેવ હોય છે! કાચા ચોખાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હી : ઘણા લોકો રોટલીની જગ્યાએ ભાત ખાવાનું પસંદ કરે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ભાત વધુ ખાય છે. દાળ-ભાત, ખીચડી કે પુલાવ સહિતના વિકલ્પોના માધ્યમથી ખોરાકમાં ભાતનો સમાવેશ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન ચોખા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. ચોખામાં અલગ-અલગ પ્રકારના વિટામિન, મિનરલ મળે છે. ખાસ કરીને વિટામિન ડી, કેલ્શિયમ, ફાઇબર આયર્ન થાયમીન અને રાઇબોફ્લેવિનનું પ્રમાણ પૂરતું હોય છે.

બીજી તરફ બ્રાઉન ચોખામાં પુષ્કળ પ્રોટીન, ફાઇબર અને વિટામિન મળી આવે છે. જે શરીરને અનેક પ્રકારના રોગોથી સુરક્ષિત રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે, ઘણા લોકોને કાચા ચોખા ખાવાની ટેવ હોય છે! કાચા ચોખાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તે ખાવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે. ચાલો, કાચા ચોખા ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે તેની જાણકારી મેળવીએ.

કાચા ચોખા ખાવાના ગેરફાયદા

જઠર અને પાચનની સમસ્યાઓ

કાચા ચોખામાં કેટલાક એવા તત્વ હોય છે, જે પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. કાચા ચોખાની અંદર લેફ્ટીન નામનું પ્રોટીન હોય છે. જે કુદરતી જંતુનાશક છે. તે એન્ટીન્યુટ્રિએન્ટસના રૂપમાં પણ કામ કરે છે. કાચા ચોખા ખાવાથી પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

પથરીની સમસ્યા

જે દર્દી પથરીથી પીડાતા હોય તેમને કાચા ચોખા ખાવા ન જોઈએ. તેમની માટે કાચા ચોખા નુકસાનકારક હોય છે. જે લોકો વધુ પ્રમાણમાં કાચાં ચોખા ખાતા હોય તેઓ પર પથરીનો ખતરો વધી જાય છે

ફૂડ પોઇજનિંગની દહેશત

કાચા ચોખામાં બૈસિલસ સિરસ નામનું બેક્ટેરિયા હોય છે. જે શરીરમાં ફૂડ પોઇઝનિંગની સમસ્યાઓ ઉભી કરી શકે છે. જેથી કાચા ચોખાનું સેવન કરવું જોઇએ નહીં.

ઉર્જા ઓછી થઈ જાય છે

કાચા ચોખા ખાવાથી વ્યક્તિ આળસુ થવા લાગે છે. શરીર થાક અનુભવે છે. જેનાથી શરીરની ઉર્જા ઘટી જાય છે. થાકના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.
First published: