જો તમે ઉતાવળમાં ભોજન કરતા હોવ તો ચેતી જજ! અનેક ગંભીર સમસ્યાઓનું છે જોખમ

જો તમે ઉતાવળમાં ભોજન કરતા હોવ તો ચેતી જજ! અનેક ગંભીર સમસ્યાઓનું છે જોખમ
food Habits : ઉતાવળીયો કોળિયો ભારે પડી શકે છે,

જલ્દી જલ્દી ભોજન કરવાથી શરીરને કેવા પ્રકારની મુશ્કેલીઓ થાય છે, તે વિશે આ લેખમાં જાણકારી આપવામાં આવી છે

  • Share this:
પહેલાના સમયમાં વડીલ ધીમે ધીમે ચાવીને ભોજન કરવાની સલાહ આપતા હતા. પરંતુ આજના ભાગદોડભર્યા જીવનમાં આરામથી બેસીને જમવાનો સમય કોઈની પાસે નથી અને જલ્દી જલ્દીમાં ભોજન કરવામાં આવે છે. જલ્દી જલ્દીમાં ભોજન કરવાથી અનેક પ્રકારની મુશ્કેલી આવી શકે છે અને બીમારીઓ થવાનો ભય પણ રહે છે. જલ્દી જલ્દી ભોજન કરવાથી શરીરને કેવા પ્રકારની મુશ્કેલીઓ થાય છે, તે વિશે જાણકારી આપવામાં આવી છે.

પાચન પ્રક્રિયા બગડી શકે છેધીરે ધીરે સરળતાથી ભોજન કરવાથી પાચન પ્રક્રિયા યોગ્ય રહે છે. જલ્દી જલ્દીમાં ભોજન કરવાથી અનાજ યોગ્ય રીતે ચાવવામાં નથી આવતું, પરંતુ ગળી જવાય છે, જેનાથી બળતરા, અપચો અને ગેસ જેવી સમસ્યા થાય છે. ભોજન યોગ્ય રીતે ન ચાવવાને કારણે શરીરને આવશ્યક વિટામિન અને મિનરલ્સ જેવા પોષકતત્વો મળતા નથી.

મેટાબોલિક સિંડ્રોમ થઈ શકે છે

જ્યારે તમે આરામથી ધીમે ધીમે ભોજન કરો છો, ત્યારે મેટાબોલિક ક્ષમતા વધે છે. જલ્દી જલ્દીમાં ભોજન કરવાથી શરીરમાં ગ્લૂકોઝ અને કૉલસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. જેના કારણે મેટાબોલિઝમનું સંતુલન બગડી શકે છે અને મેટાબોલિઝમ સિંડ્રોમ થવાની શક્યતા રહે છે.

ડાયાબિટીસનું જોખમ

જલ્દી જલ્દીમાં ભોજન કરવાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ રહે છે. ભોજન યોગ્ય રીતે ન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો પ્રભાવ ઓછો થાય છે અને બ્લડમાં ગ્લુકોઝ વધવાની સંભાવના રહે છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

વજન વધી શકે છે

જલ્દી જલ્દીમાં ભોજન કરવાથી તમે વધુ પડતું ભોજન કરો છો, જેથી તમને ખ્યાલ રહેતો નથી કે તમારુ પેટ ભરાઈ ગયું છે. આ પ્રકારે તમારી ડાયટનું સંતુલન બગડે છે અને વજન વધવાની સમસ્યા ઉત્પન્ન થાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતુ નથી. આ બાબત પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:News18 Gujarati
First published:May 03, 2021, 22:03 pm