Home /News /lifestyle /

બટાકાના દૂધને નોન ડેરી વિકલ્પ તરીકે લોકો સ્વીકારશે? અહીં જાણો બધું જ

બટાકાના દૂધને નોન ડેરી વિકલ્પ તરીકે લોકો સ્વીકારશે? અહીં જાણો બધું જ

પ્રતિકાત્મક તસવીર

potato milk- અત્યાર સુધી ગાય, ભેંસ, બકરી કે અન્ય પશુના દૂધનો ઉપયોગ થતો આવ્યો છે. અલબત, હવે દૂધના અન્ય નોન ડેરી વિકલ્પો પણ સામે આવ્યા છે

દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે. આપણા ખાનપાન (Daily Diet)માં દૂધ (Milk)ની ભૂમિકા ખૂબ મહત્વની છે. અત્યાર સુધી ગાય, ભેંસ, બકરી કે અન્ય પશુના દૂધનો ઉપયોગ થતો આવ્યો છે. અલબત, હવે દૂધના અન્ય નોન ડેરી વિકલ્પો પણ સામે આવ્યા છે. જેમાં સોયા મિલ્ક (Soya Milk), કાજુ દૂધ, બદામ દૂધ (Almond Milk) અને ઓટ્સના દૂધનો સમાવેશ થાય છે. આ યાદીમાં હવે વધુ એક નામ એટલે કે બટાકાનું દૂધ (potato milk)જોડાઈ ગયું છે. ટૂંક સમયમાં બજારમાં બટાકાનું દૂધ જોવા મળશે.

સ્વીડનની (Swedish Company) વેજ ઓફ લુન્ડ (Veg Of Lund) નામની કંપની દ્વારા ડીયુજી (DUG) બ્રાન્ડ હેઠળ બટાકાનું દૂધ લોન્ચ કરાયું છે. કંપનીએ ત્રણ અલગ અલગ ફ્લેવર બરિસ્તા પોટેટો, ઓરીજીનલ પોટેટો અને અનસ્વીટેંડ પોટેટો બહાર પાડી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વેજ ઓફ લુન્ડના CEO થોમસ ઓલેન્ડરે (Thomas Olander) ધી ગાર્જીયનને કહ્યું હતું કે, અન્ય દૂધ બનાવવાની સરખામણીએ બટાકાનું દુધ બનાવવામાં ઓછા સાધનો લાગતા હોવાથી આ ડ્રિન્ક ખૂબ જ ટકાઉ છે. તેમણે વધુમાં કહ્યું કે, આ દૂધના ઉત્પાદન માટે ઓટ્સ (Ots)ના દૂધની સરખામણીએ અડધી જગ્યા જોઈએ છે. જ્યારે બદામના દૂધમાં ઉપયોગમાં લેવાતી જગ્યા કરતા 56 ગણી ઓછી જગ્યા જઈએ છે.

તજજ્ઞો શું કહે છે?

ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist) આરુષિ અગ્રવાલ (Arooshi Aggarwal) કહે છે કે, બટાકાનું દૂધ બનાવનાર આ પહેલી કંપની નથી. સૌપ્રથમ 2015માં અમેરિકા અને કેનેડાની કંપનીએ બટાકાનું દૂધ લોન્ચ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ડેરી પ્રોડક્ટના વિકલ્પોની માંગ વધી રહી છે. જેથી આ ઇનોવેશન બાબતે બધા જ જાણવા માંગે છે. બટાકાનું દૂધ સોયા લેસ, ગ્લુટેન લેસ અને શુગર લેસ હોવાની સાથે ડેરી દૂધ જેવું હોવાથી તે ડેરી પ્રોડક્ટનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ પણ વાંચો - health news : શું તમે લાંબુ જીવન જીવવા ઈચ્છો છો? તો આ 6 આદતોને ફોલો કરો અને રહો સ્વસ્થ

બટાકાનું દૂધ કઈ રીતે બને છે?

ન્યુટ્રિશનિસ્ટ આરુષિ અગ્રવાલ બટાકામાંથી દૂધ બનાવવા વિશે પણ સમજાવે છે. તેમણે કહ્યું કે, આ દૂધ બટાકાને ગરમ પાણીમાં ઉકાળીને બનાવવામાં આવે છે. ત્યારબાદ કેલ્શિયમ, મટર પ્રોટીન અને કાસની ફાઇબર માટે તેને રેપસીડ ઓઇલ અને અન્ય ખાદ્ય ચીજો સાથે ફેંટવામાં આવે છે. ત્યારબાદ તેને વિવિધ વિટામિન્સ અને ખનિજોથી તૈયાર કરવામાં આવે છે.

બટાકાના દૂધના ફાયદા

બટાકાના દુધના ફાયદા અંગે આરુષિ અગ્રવાલ કહે છે કે, બટાકાનું દૂધ વિટામિન ડી અને વિટામિન બી12નો સારો સોર્સ છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, બટાકાના દૂધમાં એ, સી, ડી, ઈ અને કે તથા બી સહિતના વિટામિન તેમજ કેલ્શિયમ અને આયરન જેવા અન્ય મહત્વપૂર્ણ પોષકતત્વો અને ખનિજો હોય છે. જે તેને ગાયના દૂધ જેટલું પૌષ્ટિક રીતે મજબૂત બનાવે છે

બટાકાના દૂધના ઉત્પાદનમાં પાણી અને જમીન ખૂબ જ ઓછા જોઈતા હોવાથી તે પર્યાવરણ માટે અનુકૂળ છે. જોકે, બટાકાના દૂધનું સેવન કરતા પહેલા સતર્ક રહેવાની સલાહ પણ આરુષિ આપે છે. તેમનું કહેવું છે કે, ડાયાબીટીસ, હૃદય રોગ, હાઈ બીપી અને અપચાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આ દૂધ સારો વિકલ્પ હોવાના પુરાવા ઉપલબ્ધ નથી.
First published:

Tags: Lifestyle, Potato Milk, આરોગ્ય

આગામી સમાચાર