ઓમેગા-3 ફેટી એસિડ શું છે? જાણો તેના ફાયદા, આ છે તેના શાકાહારી સોર્સ

ઓમેગા-3 ફેટી એસિડ શું છે? જાણો તેના ફાયદા, આ છે તેના શાકાહારી સોર્સ Image-shutterstock.com

Health Tips- ઓમેગા-3 ફેટી એસિડ એક મુખ્ય પોષકતત્વ છે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે

  • Share this:
Omega-3 Fatty Acid: સ્વસ્થ શરીર માટે અનેક પ્રકારના પોષકતત્વો અને પ્રોટીનની જરૂરિયાત હોય છે. શરીર માટે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ જરૂરી છે તે જ રીતે ઓમેગા-3 ફેટી એસિડ પણ જરૂરી છે. ઓમેગા-3 ફેટી એસિડ શરીર માટે ખૂબ જ જરૂરી છે, શરીર આ ફેટી એસિડ જાતે ઉત્પન્ન કરી શકતા નથી. ઓમેગા-3 ફેટી એસિડ પોલીઅનસેચ્યુરેટેડ (Polyunsaturated) ફેટ હોય છે, જે ફૂડ આઈટમ્સમાંથી પ્રાપ્ત થાય છે. ઓમેગા-3 ફેટી એસિડ કોશિકાઓને યોગ્ય કરવાનું કામ કરે છે. માછલીમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જો તમે માછલીનું સેવન નથી કરતા તો તમારે ઓમેગા-3 ફેટી એસિડની આપૂર્તિ માટે યોગ્ય ડાયટનું સેવન કરવું જોઈએ. ઓમેગા-3 ફેટી એસિડ શું છે અને તેના ફાયદાઓ અંગે અહીંયા તમામ જાણકારી આપવામાં આવી છે.

Omega-3 Fatty Acid શું હોય છે?

ઓમેગા-3 ફેટી એસિડ એક મુખ્ય પોષકતત્વ છે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે લોકો પ્રાકૃતિક રૂપે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજનનું સેવન કરે છે. નિયમિત ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ભોજન કરવાથી હ્રદય સંબંધિત બીમારીઓ દૂર રહે છે. ઓમેગા-3 ફેટી એસિડ શરીરના તમામ મહત્વપૂર્ણ અંગ માટે ખૂબ જ જરૂરી છે. ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાં અનેક કોશિકાઓનું નિર્માણ કરે છે.

હ્રદય માટે ખૂબ જ લાભદાયી

ઓમેગા-3 યુક્ત ખાદ્ય પદાર્થ શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછું કરે છે અને બ્લડ પ્રેશર પણ ઓછું કરે છે. તેનાથી શરીરમાં સારા કૉલસ્ટ્રોલનો વધારો થાય છે અને બ્લડ સરક્યુલેશન યોગ્ય રીતે થાય છે.

આ પણ વાંચો - બટાકાના દૂધને નોન ડેરી વિકલ્પ તરીકે લોકો સ્વીકારશે? અહીં જાણો બધું જ

ત્વચા માટે લાભદાયી

ઓમેગા-3 ફેટી એસિડથી ત્વચા કોમળ રહે છે અને કરચલીઓ પડતી નથી. ત્વચાને હંમેશા હાઈડ્રેટ રાખે છે, તથા ખીલ થતા નથી. ઓમેગા-3 યુક્ત ખાદ્ય પદાર્થ ત્વચાને તડકા સામે રક્ષણ આપે છે.

ગર્ભાવસ્થામાં લાભદાયી

ગર્ભવતી મહિલા અને પેટમાં રહેલ બાળક માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. ઓમેગા-3 ફેટી એસિડથી બાળકના શરીર અને મસ્તિષ્કનો યોગ્ય વિકાસ થાય છે.

મેદસ્વીતા ઓછી કરે છે

મેદસ્વીતા ઓછી કરવામાં ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ લાભદાયી છે. ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી મેદસ્વીતાથી રાહત મળે છે.

આંખો માટે ખૂબ જ લાભદાયી

ઓમેગા-3 ફેટી એસિડનું સેવન કરવાથી આંખોના રેટીના સ્વસ્થ રહે છે અને આંખોની અન્ય સમસ્યા થવાની સંભાવના ઓછી રહે છે.

સાંધા માટે લાભદાયી

શું તમને સાંધાનો દુખાવો થઈ રહ્યો છે અથવા ખૂબ જ જૂની બીમારીથી પીડાઈ રહ્યા છો? આ પરિસ્થિતિમાં ઓમેગા-3 યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે. નિયમિતરૂપે ઓમેગા-3 યુક્ત ભોજનનું સેવન કરવાથી ગઠિયા, સાંધાનો દુખાવો તથા સોજાથી રાહત મળે છે.

ઓમેગા-3 માટેના શાકાહારી સોર્સ

અળસીના બીજ, સોયાબીન તેલ, સરસિયાનું તેલ, મેથીના બીજ, દેશી ચણા, લાલ રાજમા, સરગવાના પાન, પાલક, અખરોટ અને ખોઆમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 રહેલું હોય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: