ચેતજો! ચાની ચૂસકી સાથે આ વસ્તુઓનું સેવન ક્યારેય ન કરો, થઈ શકે છે મોટું નુકસાન

ચા સાથે શું નાસ્તો ના કરવો જોઈએ?

કેટલાક લોકો ચા સાથે બિસ્કીટ અથવા નમકીન ખાવાનું પસંદ કરે છે. પણ શું તમને ખ્યાલ છે કે, ચા સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમે બીમાર પડી શકો છો

  • Share this:
નવી દિલ્હી : જેની ચા ખરાબ તેનો દિવસ ખરાબ તેવી ઉક્તિ ગુજરાતીઓમાં પ્રખ્યાત છે. તમને સવારે ચાની ચૂસકી સાથે દિવસનો પ્રારંભ કરનાર અથવા આખા દિવસનો થાક ઉતારવા ચા પીનાર અનેક શોખીન મળશે. કેટલાક લોકો ચા સાથે બિસ્કીટ અથવા નમકીન ખાવાનું પસંદ કરે છે. પણ શું તમને ખ્યાલ છે કે, ચા સાથે અમુક વસ્તુઓનું સેવન કરવાથી તમે બીમાર પડી શકો છો! ચા સાથે આવી વસ્તુઓનું સેવન કરવાથી પેટમાં ગરબડ ઊભી થઇ શકે છે. કબજિયાત અને એસિડિટીનો શિકાર બની જવાય છે. તો ચાલો એવી વસ્તુની માહિતી મેળવવી જે ચા સાથે ન લેવી જોઈએ.

ચણાના લોટમાં બનેલી વસ્તુઓ ખાવાથી બચો

મોટાભાગના લોકો ચા સાથે ચણાના લોટ એટલે કે બેસનમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. નમકીન અને ભજીયા ખાય છે. ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે ફાફડા અને ગાંઠિયા ખવાય છે. પણ આ સારી બાબત નથી. ચા સાથે ચણાના લોટની વસ્તુઓ ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ રહે છે. પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે.

કાચી વસ્તુઓ ન ખાવી

ચા સાથે ક્યારેય કાચી વસ્તુઓ ખાવી ન જોઈએ. આવું કરવાથી સ્વાસ્થ્ય અને પેટને નુકસાન થાય છે. ચા સાથે સલાડ, ફણગાવેલું અનાજ કે બાફેલા ઈંડા ખાવાથી બચવું જોઈએ.

ઠંડી વસ્તુઓથી દુર રહો

ચા સાથે અથવા તો ચા પીધા બાદ ઠંડી વસ્તુઓનું સેવન ક્યારેય ન કરવું. ચા પીધાના તુરંત બાદ પાણી પીવાથી પણ બચવું. આવું કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે. એસીડીટી કે પેટની અન્ય ગંભીર સમસ્યા ઊભી થાય છે. ઇચ્છો તો ચા પીધા પહેલાં પાણી પી શકાય.

ખાટી વસ્તુઓ ન ખાવ

ઘણા લોકો ચામાં લીંબુ નીચોવીને લેમન ટી બનાવે છે. પણ ચામાં લીંબુનું પ્રમાણ વધુ હોવાથી એસીડીટી, પાચન અને ગેસની તકલીફ થઈ શકે છે. જેથી ચા સાથે ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. લેમન ટીમાં લીંબુનું પ્રમાણ ઓછું રાખો.

હળદરવાળી વસ્તુઓનું સેવન ન કરો

હળદરનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓ ચા પીતી વખતે કે ચા પીધાના તુરંત બાદ ખાવી જોઈએ નહીં. ચા અને હળદરમાં રહેલા રાસાયણિક તત્વ એકબીજા સાથે રીએક્ટ કરીને પેટમાં ગડબડ ઊભી કરી શકે છે. તેનાથી પાચન તંત્રને પણ નુકશાન થઇ શકે છે.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: