Home /News /lifestyle /ચોમાસાની ઋતુમાં વધી રહ્યું છે વજન તો આ રીતે કરો કંટ્રોલ, અપનાવો આ 7 દમદાર ટિપ્સ

ચોમાસાની ઋતુમાં વધી રહ્યું છે વજન તો આ રીતે કરો કંટ્રોલ, અપનાવો આ 7 દમદાર ટિપ્સ

ચોમાસાની ઋતુમાં વધી રહ્યું છે વજન તો આ રીતે કરો કંટ્રોલ, અપનાવો આ 7 દમદાર ટીપ્સ Image Credit : shutterstock

વરસાદી માહોલમાં એવું શું કરી શકાય કે વજન વધારવાની જગ્યાએ વજન ઘટાડી(Weight loss) શકાય?

    Monsoon Weight Loss Tips : દેશમાં ચોમાસા (Monsoon)ની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. વરસાદ અને કોરોના મહામારીના કારણે મોટા ભાગના લોકો ઘરેથી જ કામ કરી રહ્યા છે. વાતાવરણની મજા માણવા ચાની સાથે ભજીયા અને સમોસા ખાવાનો સમય આવી ગયો છે. સાથે જ ઘરે-ઘરે ચટપટા સ્નેક્સ, કચોરી બનાવાઇ રહી છે. એવામાં જો તમારા ઘરે પણ ખાવાપીવાની રમઝટ ચાલી રહી છે, તો નક્કી તમારું વજન પણ વધ્યું હશે. તો વરસાદી માહોલમાં એવું શું કરી શકાય કે વજન વધારવાની જગ્યાએ વજન ઘટાડી(Weight loss) શકાય? તો આવો તમને જણાવીએ કે તે ટિપ્સ(Tips) જેને અજમાવીને તમે તમારો વધેલો વજન ઘટાડી શકો છો અથવા વજનને વધતું રોકી શકો છો.

    ગ્રીન ટીથી કરો દિવસની શરૂઆત

    વજન કાબૂમાં રાખવા માટે ચોમાસામાં તમે સવારે દૂધ વાળી ચાની જગ્યાએ ગ્રીન ટી કે લેમન ટીની આદત રાખો. તે તમારા મેટાબોલિઝમને વધારશે અને તમારા વજનને ઘટાડવામાં મદદ કરશે. તમે ઇચ્છો તો લો કેલેરી કૂકીઝ પણ ખાઇ શકો છો.

    બ્રેકફાસ્ટ

    સવારનો નાસ્તો સ્વાસ્થ્યપ્રદ હોવો ખૂબ જ જરૂરી છે, પરંતુ બ્રેકફાસ્ટમાં વધુ કેલેરી લેવાની જરૂરિયાન નથી. તમે સવારે લો ફેટ દૂધ લઇ શકો છો અને સાથે સ્પ્રાઉટ્સ ખાઇ શકો છો. તમે સ્પ્રાઉટ્સને સ્ટીમ કરીને પણ ખાઇ શકો છો.

    આ પણ વાંચો - કોરોના કાળમાં ઓનલાઈન ડેટિંગ દરમિયાન સિંગલ ઇન્ડિયન્સ દેખાવ કરતા વ્યક્તિત્વ પર વધુ ધ્યાન આપે છે: સર્વે

    સિઝનલ ફૂડ આવશ્યક

    ચોમાસામાં સિઝનલ શાકભાજીનું સેવન કરો. પરંતુ ધ્યાન રાખો તેને તળવાની જગ્યાએ બાફીને કે સલાડ તરીકે ખાવ કે પછી ઓછા તેલમાં રાંધીને ખાવ.

    હળવું ડિનર

    ચોમાસા દરમિયાન હંમેશા હળવું ડિનર કરો. તમે ડિનરમાં વેજ સૂપ, મગની દાળ, મિક્સ વેજીટેબલ્સ પણ સામેલ કરી શકો છો. ડિનરમાં સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઇસ કે ઓટ્સ ખાવ. ચોમાસા દરમિયાન ડિનારના સમય અંગે પણ ધ્યાન રાખવું જોઈએ અને મોડી રાત્રે ડિનર કરવાથી બચવું જોઈએ. ડિનર જેટલું મોડું લેશો, તેટલું વધુ પેટ બહાર નીકળશે.

    લસણ ખાવ

    સવારે ઉઠીને રોજ એક લસણની કળી ખાવાની આદત રાખો. જો તમે નવશેકા પાણી સાથે લસણ ખાશો તો વજન નહીં વધે.

    બદામ આ રીતે ખાવ

    સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી તમારું વજન પણ નહીં વધે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે. પલાળેલી બદામ ફેટ વધવા દેતી નથી.
    " isDesktop="true" id="1116249" >

    ફળોનું સેવન કરો

    જ્યારે પણ ફાસ્ટ ફૂડ ખાવાનું મન થાય ત્યારે કેળું ખાવ. કેળામાં રહેલા તત્વ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને ખતમ કરી દેશે આ સિવાય તમે અન્ય સિઝનલ ફ્રૂટ્સ પણ ખાઇ શકો છો.
    First published:

    Tags: Health News, Lifestyle, Weight, Weight loss tips, ચોમાસુ

    विज्ञापन