આ પ્રકારે કરો દહીંનું સેવન, અનેક પ્રકારની બીમારીઓ થશે દૂર

દહીંના ફાયદા (પ્રતિકાત્મક તસવીર)

કેટલાક ખાદ્ય પદાર્થો સાથે દહીનું સેવન કરવામાં આવે તો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. દહીંનું કેવી રીતે અને કયા ખાદ્ય પદાર્થો સાથે સેવન કરવું જોઈએ તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે

  • Share this:
Lifestyle: ભારતીય થાળીમાં દહીં એક ખૂબ જ મહત્વની વસ્તુ છે. દહીંમા ભરપૂર માત્રામાં કૈલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ રહેલા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે દહીં ખૂબ જ જરૂરી છે. દહીંમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ રહેલા છે જેથી દહીંને સુપરફૂડ કહેવામાં આવે છે. અનેક સમસ્યાઓને દૂર કરવા માટે દહીંનું સેવન કરવામાં આવે છે. દહીંનું સેવન કરવાથી પાચન પ્રક્રિયામાં સુધારો થાય છે. કેટલાક ખાદ્ય પદાર્થો સાથે દહીનું સેવન કરવામાં આવે તો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. દહીંનું કેવી રીતે અને કયા ખાદ્ય પદાર્થો સાથે સેવન કરવું જોઈએ તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે. દહીંનું આ પ્રકારે સેવન કરવું જોઈએ

જીરા સાથે

જો તમારું વજન વધી ગયું છે અને તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો દહીંમા જીરૂ ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. જીરાને સેકીને અને તેને દળીને દહીંમાં મિશ્ર કરવું. રોજ એક ગ્લાસ આ મિશ્રણનું સેવન કરવું જોઈએ.

મધ સાથે

જો તમને મોઢામાં ચાંદા પડ્યા છે તો દહીંમાં એક ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. તેમાં એન્ટી-બૈક્ટેરિયલ ગુણ રહેલા છે જે ઘા ભરવામાં મદદ કરે છે. જેનાથી પેટમાં ઠંડક પણ થાય છે.

ખાંડ સાથે

જો તમને દહીં અને ખાંડનું સેવન કરવું પસંદ છે તો તેનાથી કફની સમસ્યા દૂર થાય છે અને શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

સેંધવ મીઠા સાથે

એસિડીટીની સમસ્યા થાય ત્યારે દહીંમાં સેંધવ મીઠું નાખીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં એસિડ લેવલ સંતુલિત રહે છે અને એસિડીટીથી રાહત મળે છે.

મેવા સાથે

દહીંમાં મેવો ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ. આ મિશ્રણથી તમને પર્યાપ્ત ઊર્જા મળે છે અને વજન ઘટે છે.

કેળા સાથે

શરીરમાં ચરબીને બર્ન કરવા માટે તમે દહીં અને કેળાનું સેવન કરી શકો છો. આ બંને ખાદ્ય પદાર્થોને મિશ્ર કરીને ખાવાથી ફેટ બર્ન થાય છે અને કોલસ્ટ્રોલ ઓછો થાય છે. હ્રદય સંબંધિત સમસ્યાથી પણ રાહત મળે છે.

અજમા સાથે

જો કોઈને દાંતમાં દુખાવો થાય છે તો દહીં અને અજમાને મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ. આ મિશ્રણનું સેવન કરવાથી દાંતના દુખાવાથી રાહત મળે છે.

કાળા મરી સાથે

જો તમને કબજિયાતની સમસ્યા છે તો તમે દહીંમાં કાળા મરી ઉમેરીને તેનું સેવન કરી શકો છો. દહીંમાં પ્રોબાયોટીક બૈક્ટીરિયા અને કાળા મરીમાં પાઈપેરીન રહેલા હોય છે જેનાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: