કેરી અને સ્ટ્રોબેરીથી બનાવો ઈમ્યુનિટી પાવર ડ્રિન્ક, સંક્રમણથી થશે બચાવ

રોગપ્રતિકારક શક્તિ વધારતું ડ્રિન્ક

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર ડ્રિન્ક પણ લઈ શકો છો. આ બૂસ્ટર ડ્રિન્ક ઘરે બનાવવું ખૂબ જ સરળ છે.

  • Share this:
નવી દિલ્હી : રોગપ્રતિકારક શક્તિ એ શરીરની એવી ક્ષમતા છે, જે ફક્ત શરદી અને સામાન્ય સંક્રમણથી બચાવવા માટે જ નહીં, પરંતુ શરીરને અનેક પ્રકારના ગંભીર રોગોથી બચાવે છે. જોકે, રોગોથી બચવા માટે પ્રતિરક્ષા મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તંદુરસ્ત આહાર, વ્યાયામ અથવા યોગ કરવું અને પુષ્કળ આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોનાકાળ દરમિયાન પણ શરીરની પ્રતિરક્ષા વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર ડ્રિન્ક પણ લઈ શકો છો.

આ બૂસ્ટર ડ્રિન્ક ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. આ બૂસ્ટર ડ્રિન્ક તૈયાર કરવા માટે તમારે સ્ટ્રોબેરી અને પાકી કેરીની જરૂર પડશે. ઉનાળામાં આ બંને ફળો બજારમાં સરળતાથી મળી રહે છે. કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં તેને ખરીદ્યાં બાદ ઓછામાં ઓછી 10થી 15 મિનિટ સુધી તેને ગરમ પાણીમાં પલાળો. જેથી તેના પર રહેલા હાનિકારક વાયરસ અથવા બેક્ટેરિયા મરી શકે.

કેવી રીતે બનાવવું ડ્રિન્ક?

કેરીની છાલ અને ગોટલી કાઢી નાંખો. સ્ટ્રોબેરીને નાના ટુકડાઓમાં કાપો. હવે આ બંનેને એક કપ પાણી સાથે એક જ્યુસર બાઉલમાંમાં નાંખો અને ઓછામાં ઓછા 5 મિનિટ સુધી બરાબર મિક્સ થવા દો. લોકો તેને સ્મૂધી તરીકે પીવાનું પણ પસંદ કરે છે અને જો તમે ઈચ્છો તો તમારા મનપસંદ ડ્રાયફ્રૂટના ટુકડાઓ પણ ઉમેરી શકો છો. તમારું રોગપ્રતિકારક બૂસ્ટર ડ્રિન્ક તૈયાર છે.

આ પણ વાંચો - છોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

કેરી અને સ્ટ્રોબેરીનું એકસાથે સેવન

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કેરી અને સ્ટ્રોબેરીનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. ઉનાળામાં તે માત્ર તમારા શરીરને ઠંડક આપે છે, પરંતુ તમે તેને પીધા પછી ઉર્જાસભર પણ અનુભવો છો. કેરી અને સ્ટ્રોબેરીમાં વિપુલ પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. એન્ટિ ઓક્સિડેન્ટ મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે અસરકારક રીતે કાર્ય કરે છે. તેથી, કેરી અને સ્ટ્રોબેરીનું સેવન ડ્રિન્ક અથવા સ્મૂધિ તરીકે કરવું એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો - Coronaમાંથી સાજા થયેલા લોકોએ બ્લેક ફંગસથી કેવી રીતે બચી શકાય? વાંચો - સરકારની એડવાઈઝરી

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આની પુષ્ટિ કરતી નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: