મેંદો પસંદ હોય તો જાણી લો તેના નુકસાન વિશે, આ કારણે ન કરો વધારે ઉપયોગ

Image Credit : shutterstock

શહેરની ભાગદોડ ભરેલી લાઇફમાં આજકાલ સવારે નાસ્તામાં બ્રેડ ખાવા સામાન્ય બની ગયું છે. મોટા ભાગના લોકો દિવસની શરૂઆત બ્રેડથી કરે છે

  • Share this:
શહેરની ભાગદોડ ભરેલી લાઇફમાં આજકાલ સવારે નાસ્તામાં બ્રેડ ખાવા સામાન્ય બની ગયું છે. મોટા ભાગના લોકો દિવસની શરૂઆત બ્રેડથી કરે છે. આ સિવાય મેંદા (Refined Flour)ના પરાઠા, પૂરી, કુલ્ચા, નાન વગેરે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. તમે જાણતા જ હશો કે પિત્ઝા, બર્ગર, મોમોઝ, બિસ્કિટ વગેરે બનાવવા માટે પણ મેંદાનો જ ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્ય (Health) માટે હાનિકારક (Harmful) સાબિત થાય છે.

આ કારણે છે નુકસાનકારક

હકીકતમાં લોટ અને મેંદો બંને ઘઉંમાંથી બનાવવામાં આવે છે, પરંતુ બંનેને બનાવવાની પ્રક્રિયા અલગ હોય છે. હકીકતમાં લોટ બનાવતી સમયે ઘઉંના ઉપરના પડને કાઢવામાં નથી આવતું, જે એક શ્રેષ્ઠ ડાએટરી ફાઇબર હોય છે. તે આપણા શરીર માટે ખૂબ જરૂર તત્વ હોય છે. જ્યારે મેંદો બનાવવાની પ્રક્રિયામાં ઘઉંના અંદરના સ્તરને ખૂબ બારીક પીસવામાં આવે છે અને ફાઈબરને હટાવી દેવામાં આવે છે. જેનાથી કોઇ પોષક તત્વ અને ડાએટરી ફાઇબર તેમાં રહેતા નથી.

કેમિકલ બ્લીચથી આવે છે મેંદામાં સફેદી

મેંદાને વધારે સફેદી અને ચમક આપવા માટે ઘઉંને પીસી લીધા બાદ કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. મેંદાને તૈયાર કરવા માટે કેલ્સિયમ પર ઓક્સાઇડ, ક્લોરીન ડાય ઓક્સાઇડથી બ્લીચિંગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે.

આ પણ વાંચો - મંત્રીએ લીધા શપથ, જ્યા સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ કરીશ નહીં

આંતરડામાંથી સરળતાથી નથી નીકળતો મેંદો

હકીકતમાં ડાયટરી ફાઇબરના અભાવથી મેંદો ખૂબ ચીકાશ ધરાવતો અને બારીક થઇ જાય છે, જેના કારણે તે આંતરડામાં ચોંટવા લાગે છે. આ કારણે કબજીયાતની સમસ્યા થઇ શકે છે ને અપચાનું કારણ પણ બની શકે છે.

કોલેસ્ટ્રોલ વધારે છે

મેંદામાં પ્રચૂર માત્રામાં સ્ટાર્ચ હોય છે, જેના સેવનથી વજન વધવાની શક્યતાઓ વધી જાય છે અને ધીમે ધીમે ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર પણ વધવા લાગે છે. એવામાં જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો અને કોલેસ્ટ્રોલ વધારવા નથી ઈચ્છતા, તો મેંદો કે તેનાથી બનેલી દરેક વસ્તુથી દૂર રહેવું વધુ હિતાવહ છે.

રોગ પ્રતિકારક શક્તિ કરે છે નબળી

મેંદાનું સેવન કરતા રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે જેનાથી બીમારી થવાનો ખતરો વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે મેંદાનું ખૂબ ઓછું સેવન કરવું જોઇએ.
First published: