Home /News /lifestyle /

કસરત કરવામાં આળસ થાય છે? તો પથારીમાં સુતા સુતા આવી રીતે કરો કેલરી બર્ન

કસરત કરવામાં આળસ થાય છે? તો પથારીમાં સુતા સુતા આવી રીતે કરો કેલરી બર્ન

કસરત કરવામાં આળસ થાય છે? તો પથારીમાં સુતા સુતા આવી રીતે કરો કેલરી બર્ન (Image: Shutterstock)

health news- તંદુરસ્ત જીવન માટે તમારી જીવનશૈલીમાં યોગ, કસરત અને વોકિંગ સહિતનાનો સમાવેશ કરો

Calorie Burn Exercises On Bed: આજના સમયમાં દર ચોથા વ્યક્તિમાં વધુ પડતા વજનની સમસ્યા (Weight problems)જોવા મળે છે. જેનો એકમાત્ર ઉપાય શારીરિક મહેનત જ છે. તેમ ગમે તેટલા નુસખા કરો, અલગ અલગ પ્રકારના પ્રયોગો કરો પરંતુ સૌથી અસરકારક ઉપયોગ કસરત (Exercises)છે. તમને વર્કઆઉટથી જ ઇચ્છિત પરિણામ મળે છે. જેથી તંદુરસ્ત જીવન માટે તમારી જીવનશૈલીમાં યોગ, કસરત અને વોકિંગ સહિતનાનો સમાવેશ કરો. અલબત, જો તમે દરરોજ બહાર જઈને કસરત કરવા માંગતા ન હોવ અને સવારે કસરત કરવામાં આળસ અનુભવતા હોવ તો તમારા પલંગ પર કરી શકાય તેવી કસરત પણ અસ્તિત્વમાં છે. જેથી આજે અહીં પથારી ( Exercises On Bed)માં કરી શકાય અને તેનાથી કેલરી પણ બર્ન (Burn Calories) થાય તેવી કસરતની જાણકારી આપવામાં આવી છે.

1. સાઈકલિંગ

પથારી પર સાયકલિંગ કરીને તમે કમર, પેટ, હિપ્સ સહિતના ભાગ પર ભેગી થયેલી ચરબીને દૂર કરી શકો છો. આ કસરત કરવા માટે પહેલા સીધા સૂઈ જાવ અને બંને હાથને માથાની નીચે રાખી દો. હવે પગને થોડા ઉપર કરીને સીધા કરી નાખો. ત્યારબાદ બંને પગને સાયકલ ચલાવતા હોય તેવી રીતે આગળ પાછળ કરો. આવું 20 વખત સીધુ અને 20 વખત ઊંધું કરો.

આ પણ વાંચો - Health Tips: રોજ સવારે કરો Vitamic C ટેબ્લેટનું સેવન, ઘણી બીમારીઓથી મળશે છૂટકારો

2. લેગ લિફ્ટ

શરીરના વચ્ચેના અને નીચેના ભાગને મજબૂત બનાવવા માટે આ સરળ કસરત ખૂબ અસરકારક નીવડે છે. પહેલા બંને હાથને હિપ્સની નીચે રાખો અને પગને ઉપરની તરફ ઉપાડો. હવે પગને 60થી 90 ડિગ્રી વચ્ચે લઇ આવો. નીચે આવતી વખતે પગ જમીન સાથે અડે નહીં તેનું ધ્યાન રાખો. આ કસરત 20થી 25 વાર કરો.

3. ની ક્રન્ચ

આ એક્સરસાઇઝ મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ કસરતમાં પહેલા બંને પગને હવામાં ઉઠાવો અને હાથને આગળની તરફ સીધા રાખો. હવે આગળ વધીને કંચ કરો. પગને ઉપાડીને રાખવામાં તકલીફ પડતી હોય તો ટેબલ અથવા સ્ટુલની મદદ લઈ શકો છો. જોકે, તમારી નજર સામેની તરફ રહે તેનું ધ્યાન રાખો. આ કસરત રોજ કરવાથી તમારા પેટના સ્નાયુઓ મજબૂત થશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો)
First published:

Tags: Lifestyle, આરોગ્ય

આગામી સમાચાર