Black Foods: કાળી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, ડાયાબીટીસથી લઈ વજન ઘટાડવા કરે છે મદદ

Black Foods: કાળા ચોખા અનેક પોષક તત્વોથી ભરપુર હોય છે.Image/shutterstock

અલબત ઘણા કાળા ખાદ્ય પદાર્થમાં અનેક પ્રકારના પોષકતત્વ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

  • Share this:
    લીલા શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોવાની વાત આપણે બધા જાણીએ છીએ. ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીના અનેક લાભ છે. અલબત્ત, આપણે ખોરાકમાં મોટાભાગે કાળી વસ્તુઓને નજરઅંદાજ કરીએ છે. અલબત ઘણા કાળા ખાદ્ય પદાર્થમાં અનેક પ્રકારના પોષકતત્વ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સરના જોખમને ઘટાડવા માટે તે મદદગાર સાબિત થાય છે. ચાલો આજે જાણીએ બ્લેક ફૂડ અને તેના ફાયદા અંગે..

    બ્લેક રાઈસ

    બ્લેક રાઈસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એન્થોસાયનીનું ઊંચું સ્તર હોય છે. એન્થોસાયનીથી ઘણાં ફાયદા મળે છે. આંતરરાષ્ટ્રીય ઇમ્યુનોફાર્મકોલોજી જર્નલમાં પ્રકાશિત અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, બ્લેક રાઈસમાં જોવા મળતી મુખ્ય એન્થોસાઇનિન સીજી 3 છે. જે સોજો ઘટાડવામાં સૌથી પાવરફૂલ એન્ટીઓકિસડન્ટમાંથી એક માનવામાં આવે છે. ચોખાના ફોતરાં દૂર કરવામાં આવે, ત્યારે ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વોનો નાશ પામે છે.

    ઈન્ડિગો હર્બ્સના રિપોર્ટ મુજબ બ્લેક રાઈસ આ બાહ્ય શેલ (ફોતરા)ને જાળવી રાખે છે. આવી સ્થિતિમાં ફાઇબર સહિતના અન્ય ઘણા પોષક તત્વો તેમાં જ રહે છે. જે ટાઈપ 2 ડાયાબિટીઝના જોખમને ઘટાડી શકે છે. તેમજ વજનને નિયંત્રણમાં રાખે છે અને પાચન તંત્રને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે.

    આ પણ વાંચોકોરોના જેવી મહામારીમાં આર્થિક સમસ્યા દૂર કરવાના કેટલાક મહત્વના ઉપાય, જાણો બધું જ

    કાળું લસણ

    કાળા લસણમાં સામાન્ય લસણ કરતા બમણાં એન્ટીઓકિસડન્ટ અને વિટામિન સી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કાળું લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા, વાયરલ સંક્રમણ સામે લડવા અને કેન્સરનું જોખમ ઘટાડવા માટે જાણીતું છે.

    બ્લેક બેરી

    પોષણ અને આરોગ્ય લાભાલાભની બાબતમાં બ્લેકબેરીને અવગણી શકાય નહીં. તેનાથી માસિક સ્રાવ નિયમિત રાખવો, સોજો ઘટાડવો, ત્વચા વધુ સારી રાખવી અને સંભવત કેન્સરના વિકાસનને રોકવા જેવા લાભ થાય છે.

    આ પણ વાંચો - કઈ રીતે પક્ષીઓ દિશા શોધી શકે છે, પક્ષી Earth Magnetic Fieldનો ઉપયોગ કેવી રીતે કરે છે

    બ્લેક ટી

    ગ્રાઉન્ડ બેસ્ડના અહેવાલ મુજબ બ્લેક ટીમાં રહેલા પોલિફેનોલ્સ સેલના નુકસાનને ઘટાડવામાં અને ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે. બ્લેક ટીના વપરાશથી હાઈ કોલેસ્ટ્રોલ ઓછું કરવા, મેદસ્વીપણું અને ડાયાબિટીઝનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે તેવું કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે.

    કાળા અંજીર

    નેચરલ સાવીના અહેવાલ મુજબ કાળા અંજીરમાં પોટેશિયમનું ભરપૂર પ્રમાણ હોય છે. જે બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. એમાં જોવા મળતા હાઈ ફાયબર પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત વજન ઘટાડવામાં પણ સહાયક રહે છે. અંજીરમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોવાનું પણ સંશોધનોમાં સામે આવ્યું છે.
    First published: