વજન ઘટાડવા માટે ખાવ આ લેટ નાઇટ હેલ્થી સ્નેક્સ

પ્રતિકાત્મક તસવીર - shutterstock.com

રાત્રિનું ભોજન હળવું અને સરળતાથી પચી શકે તેવું હોવુ જોઇએ

  • Share this:
Late Night Healthy Snacks: સામાન્ય રીતે રાત્રીનું ભોજન શક્ય તેટલું વહેલું કરી લેવું જોઇએ. મોડી રાત્રે કે નાઇટ ક્રેવિંગ્સ થાય ત્યારે કંઇ પણ ખાવાથી બચવું જોઇએ. રાત્રિનું ભોજન હળવું અને સરળતાથી પચી શકે તેવું હોવુ જોઇએ. પરંતુ જો તમે રાત્રે મોડે સુધી વાંચન કરો છો કે ઓફિસનું કામ કરો છો કે મૂવી કે વેબ સીરિઝ જુઓ છો ત્યારે તમને ભૂખ લાગે છે. તો આ સમયે શું ખાવું અને તે શરીર માટે હેલ્થી છે કે નહીં તે વિચારવું જોઇએ. કંઇ પણ જંક ફૂડ કે પેકેટ વાળો નાસ્તો કરવાની જગ્યાએ તમે ઘણા હેલ્થી સ્નેક્સ ખાઇ શકો છો. તો આવો જાણે કે તમે લેટ નાઇટ સ્નેક્સમાં કઇ વસ્તુઓનું સેવન કરશો તો તમારો વજન પણ નહીં વધે અને તમને શારીરિક પરેશાની પણ નહીં થાય.

નટ્સ

નટ્સ સ્નેક્સ જેમ કે મગફળી, બદામ, કાજૂ, અખરોટ વગેરે પ્રોટીનથી ભરપૂર હોય છે અને મોડી રાત્રે ફિલ્મ કે વેબ સીરિઝ જોતા સમયે કે કોઇ પુસ્તક વાંચતી સમયે તમે ખાઇ શકો છો. નટ્સ સ્નેક્સ ખાવાથી વજન પણ નથી વધતો. જોકે ધ્યાન રાખો કે જરૂરથી વધુ નટ્સ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.

સ્પ્રાઉટ્સ

આમ તો અંકુરિત કરેલ કઠોળ કે સ્પ્રાઉટ્સ સવારમાં ખાવામાં આવે છે. પરંતુ તમે ઇચ્છો તો તેને રાત્રીના સ્નેક્સમાં સામેલ કરી શકો છો. સ્પ્રાઉટ્સ પચવામાં વધુ સમય નથી લાગતો. તે પેટની સમસ્યાઓને દૂર રાખે છે. સાથે જ તે પોષણથી ભરપૂર હોય છે.

આ પણ વાંચો - Global Warming: ખૂબ ઝડપથી ગરમી પકડી રહી છે પૃથ્વી, ઘણા કારણો છે જવાબદાર

મખાના

મખાના તમે ઘણી રીતે ખાઇ શકો છો. તમે ઇચ્છો તો તેને દૂધમાં નાખી ખાઇ શકો છો. અથવા તો તેની ખીર બનાવી કે રોસ્ટેડ મખાના પણ ખાઇ શકાય છે. રાત્રીના સ્નેક્સ તરીકે આ એક સારો વિકલ્પ છે. તે તમને પોપકોર્ન જેવી ફીલ આપશે અને ખાવામાં સ્વાદિષ્ટ મખાના તમારો વજન પણ નથી વધારતા. મખાના ગ્લૂટન ફ્રી હોય છે અને પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે.

પનીર

પનીરને રાત્રીના સ્નેક્સ તરીકે ખાઇ શકાય છે. આ ડેરી પ્રોડક્ટ ગમે ત્યારે સ્નેક્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેને તેલ, ઘી કે બટરમાં ન બનાવો પણ એરફ્રાયરનો ઉપયોગ કરો.

મગની દાળ

મગની દાળને સીધી તો નથી ખાઇ શકાતી. પરંતુ તમે તેમાંથી ઘણા પ્રકારના સ્નેક્સ તૈયાર કરી શકો છો. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે મોડી રાત્રે મગની દાળની ઇડલી બનાવી શકો છો અથવા તમે તેને શેકીને ખાઇ શકો છો.

ચણાના લોટના પુડલા

તમને જો કંઇક સ્વાદિષ્ટ અને પેટ ભરાય તેવું ખાવાનું મન થાય તો તમે પુડલું બનાવીને ખાઇ શકો છો. તેમાં ફેટ ખૂબ ઓછું હોય છે અને વજન પણ નથી વધતું. તેને ઓછા તેલમાં ફટાફટ બનાવી શકાય છે. પુડલાને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે તેમાં ગાજર, ડુંગળી વગેરે પણ ખમણીને નાખી શકો છો.
First published: