Home /News /lifestyle /Coronaમાંથી રિકવર થઇ રહ્યા હોય, તો ભોજનમાં સામેલ કરો પનીર, અહીં જાણો તેના ફાયદા

Coronaમાંથી રિકવર થઇ રહ્યા હોય, તો ભોજનમાં સામેલ કરો પનીર, અહીં જાણો તેના ફાયદા

પ્રતિકાત્મક તસવીર

શરીર તંદુરસ્ત રહે તે માટે સારો ખોરાક લેવાનું અને કસરત કરવાનું પ્રમાણ વધ્યું છે. જે લોકોને કોરોનાના સંક્રમણ બાદ રિકવરી પ્રોસેસમાં હોય તેમને પનીર ખાવાની સલાહ આપવામાં આવી રહી છે.

    નવી દિલ્હી : કોરોના સંક્રમણની બીજી લહેરે ભારે નુકસાન કર્યું છે, ત્રીજી લહેરનો ખતરો પણ દેશ પર તલવારની જેમ લટકી રહ્યો છે. ત્યારે લોકો મહામારીથી બચવા માટે બનતા પ્રયત્નો કરી રહ્યા છે. શરીર તંદુરસ્ત રહે તે માટે સારો ખોરાક લેવાનું અને કસરત કરવાનું પ્રમાણ વધ્યું છે. જે લોકોને કોરોનાના સંક્રમણ બાદ રિકવરી પ્રોસેસમાં હોય તેમને પનીર ખાવાની સલાહ આપવામાં આવી રહી છે. પનીરને સુપરફૂડ ગણવામાં આવે છે. કોરોનાની રિકવરીમાં પ્રોટીનની ઊણપને પનીર પૂરી કરે છે. પનીર આપણા હાડકા અને સ્નાયુઓને તંદુરસ્ત રાખવાની સાથે મગજ માટે પણ ફાયદાકારક રહે છે. હેલ્થશોટ્સના મત મુજબ કોરોનાની રિકવરીમાં પનીર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.

    શરીર માટે કેમ જરૂરી છે પનીર?

    કોરોના સંક્રમણમાં રિકવરી માટે શરીરને પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે. પ્રોટીનના કારણે જે ટીસ્યુને નુકશાન થયું હોય તેમાં ઝડપી રિકવરી આવે છે. પનીરમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. તેમાં રહેલું એમિનો એસિડ જોખમી પૈથોજનથી સુરક્ષા આપે છે. રિકવરી પ્રોસેસ દરમિયાન લોકોને દરરોજ 75થી 100 ગ્રામ પનીર ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે.

    પનીર ક્યારે ખાવું જોઈએ?

    તમે ઇચ્છો ત્યારે પનીર ખાઈ શકો છો. પરંતુ જો તમે સવારના નાસ્તા અને લંચની એક કલાક પહેલા ખાવ તો તે તમારા માટે ફાયદાકારક રહે છે. આ ઉપરાંત રાત્રે સૂવાના એક કલાક પહેલા પનીર લઈ શકાય. પનીરથી ભરપૂર એનર્જી મળે છે. શરીરની જરૂરિયાત મુજબ પ્રોટીન મળે છે. તે પચાવવું પણ સરળ છે.

    વધુ પડતું પનીર જોખમી

    અલબત્ત, જો તમે જરૂર કરતા વધુ પનીર ખાવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઇ શકે છે. પનીર દૂધમાંથી બને છે. જેથી પનીરનું વધુ પડતું સેવન કરવાના કારણે કોલેસ્ટ્રોલનો ખતરો ઉભો થાય છે.

    પનીરના અન્ય ફાયદા

    પનીરમાં પ્રોટીનની સાથે કેલ્શિયમ ફોસ્ફરસ, ફોલેટ વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે. જે બાળકોથી લઈ વૃદ્ધોની તંદુરસ્તી માટે લાભદાયક નીવડે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસના કારણે હાડકા તંદુરસ્ત રહે છે. આર્થરાઇટિસ જેવી બીમારીઓથી સુરક્ષા મળે છે. પનીરમાંથી મળતા સેલેનિયમ નામના એન્ટી ઓક્સિડેન્ટ શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખે છે. શરીરના વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી કરી નાખે છે.
    First published:

    Tags: Coronavirus, Health News, Paneer, ભારત

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો