Home /News /lifestyle /Thyroid Symptoms: વાળ ખરવા કે વજનમાં ફેરફાર જેવી સમસ્યા દેખાય તો તુરંત કરાવો થાઇરોઈડ ટેસ્ટ

Thyroid Symptoms: વાળ ખરવા કે વજનમાં ફેરફાર જેવી સમસ્યા દેખાય તો તુરંત કરાવો થાઇરોઈડ ટેસ્ટ

Symptoms of Thyroid: શરીર અને મગજને નિયંત્રિત કરતી થાઇરોઇડ ગ્રંથિ અસંતુલિત થઈ જાય તો શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે

Symptoms of Thyroid: શરીર અને મગજને નિયંત્રિત કરતી થાઇરોઇડ ગ્રંથિ અસંતુલિત થઈ જાય તો શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે

Know Symptoms of Thyroid: થાઇરોઈડના રોગથી વિશ્વભરના ઘણા લોકો પીડાય છે. 10માંથી 4 લોકો આ રોગથી પીડાતા હોવાનું જાણવા મળે છે. થાઇરોઇડ હોર્મોન્સ શરીરના ચયાપચયનું નિયમન કરે છે. તે પ્રક્રિયામાં તમે ખાવ છો તે ખોરાક ઉર્જામાં ફેરવાય છે અને આ ઉર્જા સમગ્ર સિસ્ટમને કાર્યરત કરવા માટે વપરાય છે. આવી સ્થિતિમાં તમને દિવસેને દિવસે વધુ થાકનો અનુભવ થતો હોય અથવા બ્રેઈન ફ્રોગ (Brain fog), વજનમાં વધારો, ઠંડી લાગવી કે વાળ ખરવા જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા હોવ તો તમારે થાઇરોઈડ ટેસ્ટ કરાવવો જોઈએ. બીજી તરફ ઘણો વધુ પરસેવો આવવો કે ગભરાટ થતી હોય તેવા કિસ્સામાં તમારી થાઈરોઈડ ગ્રંથિ (Thyroid Gland) જવાબદાર હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે, શરીર અને મગજને નિયંત્રિત કરતી આ થાઇરોઇડ (Thyroid) ગ્રંથિ અસંતુલિત થઈ જાય તો શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે વેબ એમડી વેબસાઇટના મત પરથી જાણીએ કે, શરીરમાં થાઇરોઇડ ગ્રંથિનું કાર્ય શું છે? તેનાથી સંબંધિત સમસ્યાઓ શું છે? અને તેના લક્ષણો (Thyroid Symptoms) શું હોય છે?

થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં શું કામ કરે છે?

થાઇરોઇડ ગ્રંથિ મેટાબોલિઝમ (Metabolism)ની ઝડપને કન્ટ્રોલ કરતું ગ્લેન્ડ હોર્મોન ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ ગ્રંથિનો આકાર પતંગિયા જેવો હોય છે. જે ગળાના આગળના ભાગે હોય છે. મેટાબોલિઝમથી શરીરને ઉર્જાનો ઉપયોગ કરવામાં મદદ મળે છે. થાઇરોઇડ રોગ (Thyroid Disorders) થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન અટકાવીને મેટાબોલિઝમને ધીમું અથવા મોડ્યુલેટ કરી શકે છે. આવી સ્થિતિમાં હોર્મોનનું સ્તર ઘણું ઓછું અથવા ખૂબ ઊંચું થઈ જાય છે. જેથી શરીરમાં ઘણા લક્ષણો દેખાવા લાગે છે.

ઉર્જા અને મૂડમાં ફેરફાર

થાઇરોઇડ ડિસઓર્ડર તમારા એનર્જી લેવલ અને મૂડ પર અસર કરી શકે છે. હાઈપોથાઈરોડીઝમનો ભોગ બનેલા લોકો થાક, સુસ્તી અને હતાશા અનુભવે છે. બીજી તરફ હાઇપરથાઇરોઇડિઝમના કારણે ચિંતા, ઊંઘમાં તકલીફ, બેચેની અને ચીડિયાપણું થઈ શકે છે.

વાળ ખરવાની સમસ્યા

થાઇરોઇડ હોર્મોન્સ કંટ્રોલ બહાર જાય તો વાળ ખરવા લાગે છે. હાયપોથાઇરોડિઝમ (Hypothyroidism) અને હાઇપરથાઇરોઇડિઝમ (Hyperthyroidism) બંને વાળ ખરવાનું કારણ બની શકે છે. મોટા ભાગના કિસ્સામાં થાઇરોઇડ ડિસઓર્ડરની સારવાર થયા પછી વાળ પાછા ઉગે છે.

ગળામાં સોજો

ગળામાં સોજો આવતો હોય તો ચેતી જવું જોઈએ. થાઇરોઇડને અસર થઈ હોવાના કારણે આવું થઈ શકે છે. ગોઇટર (Goiter) હાઇપોથાઇરોઇડિઝમ અથવા હાઇપરથાઇરોઇડિઝમ હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં થાઇરોઇડ કેન્સર કે નોડ્યુલ્સ, થાઇરોઇડની અંદર ઉત્પન્ન થતી ગાંઠના કારણે પણ ગળામાં સોજો હોઈ શકે છે. ગળાના સોજા પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે.

વજનમાં ફેરફાર

થાઇરોઇડ ડિસઓર્ડરના સૌથી સામાન્ય લક્ષણોમાં વજનમાં ફેરફારનો સમાવેશ પણ થાય છે. વજનમાં વધારો થાઇરોઇડ હોર્મોનનું ઘટતું સ્તર સૂચવે છે. જેને હાઇપોથાઇરોઈડીઝમ તરીકે ઓળખવામાં આવે છે. બીજી તરફ થાઇરોઇડ શરીરમાં જરૂર કરતાં વધુ હોર્મોન્સ ઉત્પન્ન કરે તો શરીરનું વજન અણધાર્યું ઘટવાનું શરૂ થાય છે. આવી સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ તરીકે ઓળખવામાં આવે છે.

ખૂબ ઠંડી અથવા ગરમી લાગવી

થાઇરોઇડ રોગ શરીરના તાપમાનને કંટ્રોલ કરતી ક્ષમતાને બગાડી શકે છે. હાઇપોથાઇરોડીઝમ ધરાવતા લોકોને સામાન્ય કરતાં વધુ ઠંડીનો અનુભવ થઈ શકે છે. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ હોય તેની વધુ પડતો પરસેવો આવે છે અને ગરમીથી બચવું પડે છે.

ધબકારામાં પરિવર્તન

થાઇરોઇડ હોર્મોન્સ શરીરના દરેક અંગને અસર કરે છે. તેની અસર હૃદયના ધબકારાની ગતિ પર પણ થઈ શકે છે. હાઇપોથાઇરોડીઝમ ધરાવતા લોકોમાં અન્ય લોકોની સરખામણીમાં હૃદય ધબકવાનો દર ધીમો હોય છે. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમને કારણે હૃદયના ધબકારા ઝડપી થઈ શકે છે. જેના કારણે બ્લડ પ્રેશર, પાઉંડીગ હાર્ટ અથવા પાલપિટેશન (Pounding heart and palpitation)ની સમસ્યાનો ભોગ બની જવાય છે.

આ પણ વાંચો, નીરજ ચોપડાની ફેટ-ટૂ-ફિટ કહાની, આ કહાની પરથી મેળવો પ્રેરણા
" isDesktop="true" id="1122921" >

હાઇપોથાઇરોઈડિઝમના અન્ય લક્ષણો

- સૂકી ત્વચા
- ખરબચડા નખ
- હાથમાં ખાલી ચડવી
- કબજિયાત
- અસામાન્ય માસિક સ્રાવ

હાઇપરથાઇરોઇડિઝમના અન્ય લક્ષણો
- સ્નાયુમાં નબળાઇ અથવા હાથ ધ્રુજવા
- ઝાડા
- અનિયમિત માસિક સ્રાવ

આમાંથી કોઈ સમસ્યા હોય તો તમારો થાઈરોઈડ ટેસ્ટ કરાવવો હિતાવહ છે. જેથી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Health News, Lifestyle, Thyroid, Thyroid Symptoms, Thyroid Test

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन