અર્જુન વૃક્ષ અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ, રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈ હૃદયને રાખે છે તંદુરસ્ત

અર્જુન વૃક્ષ અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ

આ વૃક્ષ પર આવતા ફળ અને તેની છાલ ઔષધીય ગુણ ધરાવે છે. અર્જુન નામના આ વૃક્ષની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે

  • Share this:
નવી દિલ્હી : પ્રકૃતિમાં તમામ રોગની સારવાર છુપાયેલી છે. ઘણા છોડ એવા છે, જે મનુષ્યો માટે દવાનું કામ કરે છે. આ છોડ કે વૃક્ષના અલગ-અલગ ભાગના સેવનથી શરીરની અનેક પ્રકારની બીમારીઓને દૂર ભાગે છે. આવાજ એક વૃક્ષનું નામ અર્જુન છે. આ વૃક્ષ પર આવતા ફળ અને તેની છાલ ઔષધીય ગુણ ધરાવે છે. અર્જુન નામના આ વૃક્ષની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે. આ સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તે હાડકાં મજબૂત રાખવા માટે પણ મદદરૂપ થાય છે.

આ વૃક્ષમાં આવતા ફળ ખાવાથી એસિડિટી અને ગેસની સમસ્યા દૂર ભાગે છે. અર્જુનની છાલ કફ, શરદી- ઉધરસ અને સ્થૂળતાની સમસ્યાથી છુટકારો આપે છે. આયુર્વેદમાં અર્જુન વૃક્ષ અને ફળને દિવ્ય ઔષધિ માનવામાં આવ્યા છે. તો ચાલો તેના ફાયદા અને કઈ રીતે સેવન કરવું તે અંગે જાણકારી મેળવીએ.

આ પણ વાંચોચહેરા પર ખીલ-પીમ્પલ્સ કરે છે પરેશાન? આ સરળ રીત અપનાવી મેળવો છુટકારો

અર્જુન વૃક્ષની છાલના ફાયદા

• આયુર્વેદ મુજબ અર્જુન વૃક્ષાની છાલનો ઉકાળો પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે.

• હૃદય અને રક્તવાહિનીઓમાં આવેલી શિથિલતા દૂર કરવા માટે પણ તે ફાયદાકારક છે.

• એસિડિટીની સમસ્યામાં અર્જુનનું ફળ ફાયદાકારક માનવામાં આવે છે.

• આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલના ઉકાળાને કાર્ડિયાક ટોનિકના રૂપે ઉપયોગમાં લેવાય છે.

• કમળો થયો હોય તેવી સ્થિતિમાં આ વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવી તેનું ઘી સાથે સેવન કરવાથી લાભ મળે છે.

• હાડકામાં દુઃખાવો થાય ત્યારે આ વૃક્ષની છાલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે.

• અર્જુનની છાલથી કફ, શરદી ઉધરસ અને સ્થૂળતાની સમસ્યા દૂર થાય છે.

આ પણ વાંચોસ્ટ્રેસ ઓછો થતા ફરી કાળા થવા લાગે છે સફેદ વાળ, શોધમાં કરાયો દાવો

આવી રીતે કરો સેવન

આ વૃક્ષોની 10થી 15 ગ્રામ છાલને ટીચીને તેમાં 300 ગ્રામ પાણી ઉમેરો. હવે આ મિશ્રણ જ્યારે પાકીને ચોથા ભાગ જેટલું થઈ જાય, એટલે તેને ગાળીને સવારે અને સાંજે તેનું સેવન કરો. તેનાથી હૃદય તંદુરસ્ત રહેશે. હૃદયના ધબકારાને કંટ્રોલમાં રાખશે અને હાર્ટ પેઈનમાં રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં અર્જુન વૃક્ષનો ઉપયોગ અલગ-અલગ બીમારીમાં છેલ્લા ત્રણ હજાર વર્ષથી થતો આવ્યો છે. તેના સેવનથી પેટ સંબંધિત બીમારીઓ દૂર ભાગે છે. અલબત, આયુર્વેદ તબીબની સલાહથી જ તેનું સેવન કરવું જોઈએ. તજજ્ઞોનું કહેવું છે કે, ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અને નજીકના ભવિષ્યમાં સર્જરી થઇ હોય તેવા કિસ્સામાં તેનું સેવન કરવું નહી.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: