Home /News /lifestyle /‘ઇન્ડોર એર પોલ્યુશન’થી ઘરને આ રીતે બચાવો, આ બાબતો નજરઅંદાજ કરશો તો ભારે પડશે

‘ઇન્ડોર એર પોલ્યુશન’થી ઘરને આ રીતે બચાવો, આ બાબતો નજરઅંદાજ કરશો તો ભારે પડશે

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

ઘરની અંદર હવાને આરોગ્યપ્રદ અને પ્રદૂષણ રહિત બનાવવા આપણે કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ?

    How To Make Your Home Pollution Free: કોરોના મહામારી (Corona Pandemic) રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન (Lockdown)ના કારણે રોડ-રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ ગઈ છે. વાહનો ઓછા દેખાય છે. પરંતુ હવાની ગુણવત્તા હજુ સુધી યોગ્ય નથી થઇ. લોકો ઘરોમાં બંધ છે. ઘરે રહીને જ પોતાનું કામ કરે છે. ઘણા લોકોને તો એવું લાગે છે કે, આપણે બહારની ખરાબ હવાથી બચી ગયા છીએ અને અંદર સારી હવા લઈ રહ્યા છીએ. જોકે, તેમની આ ધારણા ખોટી પણ હોઈ શકે છે. સામાન્ય રીતે ગેજેટ અને ઈલેક્ટ્રોનિક સામાનમાંથી નીકળતા ગેસ ઘરની અંદરની હવા ખરાબ કરી શકે છે. આટલું જ નહીં આપણી કેટલીક આદતોને કારણે ઘર અંદરની હવા પ્રદૂષિત થઈ શકે છે. ઘણા એવા કારણો છે, જે ઘરની અંદરની હવાને અસર કરે છે. તો ચાલો, ઘરની અંદર હવાને આરોગ્યપ્રદ અને પ્રદૂષણ રહિત બનાવવા આપણે કઈ બાબતોનું ધ્યાન રાખી શકીએ? તે અંગે જાણકારી મેળવીએ.

    ઘરમાં આ બાબતોનું રાખો ધ્યાન

    - ઘરમાં ક્યારેય પણ ધૂમ્રપાન ન કરો. જો તમને તમારા પરિવારની સુરક્ષાની ચિંતા કરતા હોવ તો જરાક પણ ધુમ્રપાન ન કરો.
    - રસોડામાં વેન્ટિલેશનનું ખાસ ધ્યાન રાખો. કેમકે સ્ટવની મદદથી ગેસ બહારની હવામાં ભળી જાય છે.
    - જો ઘરમાં કાર્પેટનો ઉપયોગ કરતા હોવ તો બની શકે એટલું હટાવીને રાખો. ઉપયોગ થતો હોય તો તેની દરરોજ સફાઈ કરો. અમુક મહિના બાદ તેને ડ્રાઇ ક્લિનિંગ માટે પણ આપી દો.
    - શક્ય હોય તો ઘરે ડીહુમિડિફાયરનો ઉપયોગ કરો, જે ઘરમાં વધુ પડતા ભેજને દૂર કરે છે.

    આ પણ વાંચો, કમાણી માટે વધુ એક તક, 19 જુલાઈએ આવી શકે ZOMATOનો IPO, આટલો શકે છે પ્રાઈઝ બેન્ડ

    - ડસ્ટબિનને ઘરે કવર કરી રાખો. જેના કારણે બેક્ટેરિયા અથવા જંતુઓ ઘરની સ્વચ્છતાને અસર કરે છે.
    - બુટ ચપ્પલને ઘરની બહાર રાખો. જ્યારે પણ બહારથી આવો ત્યારે તે બહાર જ ઉતારો.
    - શક્ય હોય ત્યાં સુધી એર ફ્રેશનરનો પ્રયોગ ન કરો. તે હવા પ્રદુષિત કરે છે.
    - તમે ઘરે કાર્બન મોનોક્સાઇડ મોનિટર રાખી શકો છો.
    - જો ઘરમાં પાણીનું લિકેજ હોય તો તેને તરત જ બંધ કરાવો. તેનાથી હવામાં બેક્ટેરિયા વધી શકે છે.
    - ઘરે ડસ્ટીંગની આદત રાખો, જ્યાં ધૂળ જુઓ ત્યાં સાફ કરો.
    - બાલ્કનીમાં ઇન્ડોર છોડને લગાવો. કેટલીકવાર તેને ઘરની અંદર પણ રાખો.

    આ પણ વાંચો, આ 5 આદતો આંખોને પહોંચાડે છે ગંભીર નુકસાન, આજે જ છોડી દો આવી કુટેવ


    -સોફા કવર, પડદા, બેડશીટ્સ, ઓશીકાના કવર સહિતનાને અઠવાડિયામાં એકવાર સાફ કરો.
    - રસોડામાં અને બાથરૂમમાં હંમેશા એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો. જો તમે આ નાની નાની આદતોનો અમલ કરો તો તમારા ઘરની હવાની ગુણવત્તા હંમેશા સારી અને સ્વસ્થ રહેશે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
    First published:

    Tags: Health Tips, Home, Indoor Air Pollution, Lifestyle, Tips, Tricks, આરોગ્ય, પ્રદુષણ, હવા પ્રદુષણ