લીવરને સ્વસ્થ રાખવા માટે ડાયટમાં સામેલ કરો આ ચીજો

(તસવીર - shutterstock)

સ્વસ્થ રહેવા માટે શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવા જરૂરી છે. જોકે,બધા જ અંગો કરતા ખાસ ભૂમિકા લીવરની છે. કારણ કે લીવર શરીરનું મહત્વપૂર્ણ અને મોટું અંગ છે.

  • Share this:
સ્વસ્થ રહેવા માટે શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવા જરૂરી છે. જોકે,બધા જ અંગો કરતા ખાસ ભૂમિકા લીવરની છે. કારણ કે લીવર શરીરનું મહત્વપૂર્ણ અને મોટું અંગ છે. તે શરીરમાં એકસાથે ઘણા કામ કરે છે. લીવર શરીરમાં પોષક્તત્વોને સ્ટોર કરે છે. સાથે જ બ્લડમાંથી વિષાક્ત પદાર્થોને કાઢીને દૂર કરે છે. ગ્લૂકોઝને ઉર્જામાં બદલે છે. શરીરમાં પ્રોટીનની માત્રાને સંતુલિત કરે છે. તેમજ પચેલા ખોરાકમાંથી ચરબી અને પ્રોટીન તૈયાર કરે છે અને લોહીને ગંઠાવા માટે જરૂરી પ્રોટીન બનાવે છે. જેથી પોતાને શરીરને સ્વસ્થ રાખવા માટે લીવરને સ્વસ્થ રાખવું ખુબ જ જરૂરી છે. પરંતુ મનમાં સવાલ થાય કે લીવરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? અમર ઉજાલામાં પ્રકાશિત સમાચાર અનુસાર લીવરને સ્વસ્થ રાખવા માટે અને તેને મજબૂત બનાવવા માટે આ પાંચ ચીજોની મદદ લઇ શકાય છે. અહીં તે વસ્તુઓ વિષે જાણીશું.

બીટ

બીટ એ લીવરને સાફ અને સ્વસ્થ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાં બીટા કેરોટીન રહેલું છે, જે લીવરને ઉત્તેજિત કરે છે. સાથે જ લીવરની કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. ઉલ્લેખનીય છે કે, બીટને નેચરલ બ્લડ પ્યુરિફાયર માનવામાં આવે છે. તેનું રોજ સેવન કરવાથી લીવર એકદમ તંદુરુસ્ત રહેશે. સાથે જ શરીરને પણ ઘણા ફાયદા મળે છે.

ગ્રીન ટી

લીવરને તંદુરસ્ત રાખવામાં ગ્રીન ટી પણ મહત્વપૂર્ણ છે. ગ્રીન ટી શરીરમાં જાણતી ચરબી અને ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે સાથે જ તેનાથી થતા હાનિકારક પ્રભાવોથી પણ બચાવે છે. મહત્વનું છે કે, નિયમિત ગ્રીન ટીનુ સેવન કરતા લોકોને લિવરનું કેન્સર થવાનું જોખમ પણ ઓછું રહે છે.

આ પણ વાંચો - 2022માં મુખ્યમંત્રી ઠાકોર જોઈએ નહીં તો સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો : નવઘણજી ઠાકોર

લીંબુ

લીંબુ પણ લીવરના સ્વાસ્થ્યને સારું રાખે છે. લીંબુ લીવરને સાફ રાખે છે અને લીવર સવાર ખનીજના અવશોષણને વધારે છે. લીંબુમાં ડી-લીમોનેન નામનું તત્વ જોવા મળે છે, જે લીવર સેલ્સને એક્ટિવ કરે છે. જે લીવરને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

લસણ

લીવરને મજબૂત બનાવવા, તેની તાકાત વધારવા અને લીવરને સ્વસ્થ રાખવાનો ફાળો લસણને જાય છે. રોજ લસણનું સેવન કરવાથી લીવરમાં હાજર બધા જ એન્ઝાઇમ્સ એક્ટિવ થઇ જાય છે, જે લીવરને સાફ કરી દે છે. લસણ એ લીવરને કોઈપણ પ્રકારનું નુકસાન થવાથી બચાવે છે.

હળદર

હળદરના સેવનથી લીવરને સાફ અને સ્વસ્થ રહેવામાં ખુબ મદદ મળે છે. તે લીવરને ડિટોક્સીફાઈ કરે છે અને શરીરની ચરબીને પચાવવાની ક્ષમતાને પણ વધારે છે. જો તમે લીવરને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે રોજ હળદરનું સેવન કરવું જોઈએ.
First published: