Home /News /lifestyle /ગરમીના કારણે આંખોમાં બળતરા થાય છે? આ ઘરગથ્થુ ઉપચારોથી રાહત મેળવો

ગરમીના કારણે આંખોમાં બળતરા થાય છે? આ ઘરગથ્થુ ઉપચારોથી રાહત મેળવો

પ્રતિકાત્મક તસવીર

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખૂબ તડકાના કારણે આપણી આંખો થાકી જાય છે. આંખોમાં બળતરાની તકલીફ ઉભી થાય છે.

Home Remedies For Burning Eyes: કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ખૂબ તડકાના કારણે આપણી આંખો થાકી જાય છે. આંખોમાં બળતરાની તકલીફ ઉભી થાય છે. તેજ તડકો, પ્રદૂષણ અને ગરમ હવા આપણી આંખો પર સીધો પ્રભાવ પાડે છે. એટલું જ નહીં કલાકો સુધી લેપટોપ સામે બેસીને કામ કરવાથી પણ તકલીફ પડે છે. તડકો અને પારજાંબલી કિરણો આંખો પર ગંભીર અસર કરે છે. જેથી આંખોમાં બળતરા અને ખંજવાળની સમસ્યા પણ ઊભી થાય છે. ઘણી વખત માથામાં દુ:ખાવો પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં સંવેદનશીલ આંખોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો ચાલો ઘરે રહીને આંખની સંભાળ કેવી રીતે લેવી તેની જાણકારી મેળવીએ. અહીં કેટલાક ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે.

હુંફાળા પાણીથી આંખો ધુઓ

આંખમાં બળતરા થવા લાગે તો સૌપ્રથમ હંફાળા પાણીથી આંખો ધુઓ. જેનાથી આંખમાં બળતરા અને શુષ્કતા નિવારી શકાય છે.

ગરમ શેક કરો

આખા દિવસમાં તમે સમયાંતરે આંખોને ગરમ શેક આપી શકો છો. ગરમ પાણીમાં કપડું બોળો. ત્યારબાદ તેને નીચોવી લો. આ કપડાથી આંખોને શેક કરો. આવું દિવસમાં ઘણી વખત કરી શકો છો.

આ પણ વાંચોબ્લ્યૂબેરીનું સેવન કરવાથી પેટ રહે છે સ્વસ્થ અને તણાવ થાય છે ઓછો, જાણો તેના અન્ય લાભ

બેબી શેમ્પુનો ઉપયોગ કરો

નવશેકા પાણીમાં બેબી શેમ્પુને મિશ્ર કરો. રૂની મદદથી આંખો અને આઇલેશને વાઈપ કરો. આવું કરવાથી ઓઇલ ગ્લેન્ડ અનલોગ થશે. બળતરામાં રાહત મળશે.

ઓમેગા 3 ફેટી એસિડનું સેવન

ઓમેગા 3 ફેટી એસિડ હોય તેવી વસ્તુઓને ભોજનમાં સામેલ કરો. જેનાથી આંખોની ડ્રાઈનેસ ઓછી થાય છે. બળતરા ઓછી થશે.

ઘરે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો

ઘરે એર મોસ્ચર વધારવાનો પ્રયત્ન કરો. મોસ્ચર વધારવા માટે બજારમાંથી હ્યુમિડિફાયર ખરીદી તેને ઇન્સ્ટોલ કરી શકો છો. આવું કરવાથી આંખની શુષ્કતા ઓછી થાય છે. આ સાથે જ આંખોની બળતરામાં રાહત મળે છે.

આ પણ વાંચો - શું તમારા પતિ તમારા કરતા પરિવારને વધારે મહત્ત્વ આપે છે? આવી સ્થિતિમાં શું કરવું તે જાણો

કાકડીનો ઉપયોગ

આંખોમાં બળતરા અને સોજો ઓછો કરવા માટે કાકડીનો પ્રયોગ કરી શકો છો. કાકડીના બે કટકા કરી ફ્રિજમાં ઠંડુ થવા રાખી દો. તે ઠંડી થઈ ગયા બાદ આંખો ઉપર 10 મિનિટ સુધી રાખો. આવું કરવાથી આંખોને આરામ મળશે.

ટી બેગ

ટોનિક એસિડ આંખોનું સ્ટ્રેસ ઓછું કરે છે. ચાના પાંદડામાં ટેનિક એસિડ હોય છે. તમે કોઈ પણ ટી બેગ લઈને તેને ઠંડા પાણીમાં નાખો. ત્યાર બાદ તેને આંખો ઉપર રાખવાથી ફરક પડશે.

ગુલાબ જળનો વપરાશ કરો

ગુલાબ જળમાં કોટન ડુબાડીને તેને આંખો ઉપર 10 મિનિટ રાખો. જેનાથી આંખોમાં બળતરા ઓછી થશે.

(Disclaimer: આ લેખમાં અપાયેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. news18 તેની પુષ્ટિ નથી કરતું. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો..)
First published:

Tags: Eye, Health News, Health Tips, Home Remedies, Lifestyle, Summer