બીમારીઓથી દૂર રહેવા માટે પીઓ હોમમેડ ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિંક્સ

તસવીર- shutterstock.com

Drinks For Immunity: આજના સમયમાં લોકો વાયરલ (Viral Disease) રોગોથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી રહ્યા છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કેટલીક ખાસ તંદુરસ્ત વસ્તુઓનું સેવન કરવું ખૂબ જરૂરી છે.

  • Share this:
Drinks For Immunity: આજના સમયમાં લોકો વાયરલ (Viral Disease) રોગોથી બચવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી રહ્યા છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કેટલીક ખાસ તંદુરસ્ત વસ્તુઓનું સેવન કરવું ખૂબ જરૂરી છે. સાથે જ શરીરમાં વિટામિન-સીની હાજરી પણ ખૂબ મહત્વની છે. લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો પીએ છે. ઉકાળો પીવો સ્વાસ્થ્ય માટે સારી બાબત છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડે છે. ત્યારે ઉકાળાની સાથે તમે કેટલાક ખાસ રોગપ્રતિકારક શક્તિવર્ધક પીણાં (Immunity Booster Drinks)નું પણ સેવન કરી શકો છો. આ પીણાં શરીરને ઠંડુ તો રાખશે, પરંતુ તમને રોગોથી પણ દૂર રાખશે. ચાલો જાણીએ કે તે હોમમેડ ઇમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક્સ કયા કયા છે.

ફુદીનાની લસ્સી

ફુદીનામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ A, C અને E મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ તમામ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. ઉલ્લેખનીય છે કે ઉનાળામાં ફુદીનાનું સેવન કરવાથી શરીર ઠંડુ રહે છે અને પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. બીજી બાજુ દહીંમાં પ્રી-બાયોટિક્સ હોય છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં છે. ફુદીનાની લસ્સી બનાવવા માટે મિક્સરમાં દહીં અને તાજો ફુદીનો નાખો. તેમાં થોડી માત્રામાં ખાંડ પણ નાંખીને પીસો. હવે તેમાં કેટલાક બરફના ટુકડા ઉમેરો અને તેને પીસેલા જીરાથી ગાર્નિશ કરીને પીવો. ફુદીનાની લસ્સી પેટની સમસ્યા દૂર કરવા સહીત ઘણા રોગોથી બચાવશે.

આ પણ વાંચો: વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ 'મકાઇનાં સમોસા', ફટાફટ જોઇ લો રીત

નાળિયેર પાણી

ઓછી કેલરી ધરાવતું નારિયેળ પાણી પીવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. નાળિયેર પાણી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે વજનને નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ જોવા મળે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને શરીરને અનેક પ્રકારના રોગોથી બચાવે છે.

આ પણ વાંચો: Health tips: સફેદ મધના ફાયદા છે અનેક, એન્ટીઓક્સીડન્ટનું છે પાવરહાઉસ

તડબૂચ અને ડ્રાય ફ્રૂટનો જ્યુસ

ઉનાળામાં તડબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે. તેમજ તે શરીરને ઠંડુ પણ રાખે છે. સાથે જ ડ્રાય ફ્રુટ્સ પણ શરીરને સ્વસ્થ રાખે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તડબૂચ અને ડ્રાય ફ્રૂટ્સના જ્યુસનું પણ સેવન કરી શકાય છે. તેને બનાવવા માટે તડબૂચનો રસ, બદામ, ખજૂર, પિસ્તા, કાજુ અને તાજા ફુદીનાની જરૂર પડશે. સાથે જ તેમાં લીંબુનો રસ, કાળું મીઠું અને ખાંડ પણ ઉમેરવામાં આવે છે. આ બધું જ ગ્રાઇન્ડરમાં 5 મિનિટ સુધી મિક્સ કરો. હવે તેમાં બરફના ટુકડા નાંખો અને તેને પીઓ.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
Published by:kuldipsinh barot
First published: