Home /News /lifestyle /વાળની સમસ્યાને અટકાવો : આ વસ્તુઓનું કરો સેવન, ઉંમર વધવાની નહીં દેખાય અસર

વાળની સમસ્યાને અટકાવો : આ વસ્તુઓનું કરો સેવન, ઉંમર વધવાની નહીં દેખાય અસર

રસોડામાં રહેલી જ કેટલીક વસ્તુઓથી વાળને હેલ્ધી અને સુંદર કઈ રીતે રાખી શકાય? (તસવીર- Shutterstock)

રસોડામાં રહેલી જ કેટલીક વસ્તુઓથી વાળને હેલ્ધી અને સુંદર કઈ રીતે રાખી શકાય?

Grow Hair Naturally With Good Foods: મોટાભાગના લોકો લાંબા અને તંદુરસ્ત વાળ (Healthy Hair) ઇચ્છે છે. વાળ શરીરની સુંદરતા વધારવામાં મહત્વનો ફાળો આપે છે. જોકે, આપણા વાળની તંદુરસ્તી ખાનપાન અને જીવનશૈલી પર આધાર રાખે છે. તમે વાળનો કેટલો ખ્યાલ રાખો છો તે પણ વાળના આરોગ્ય માટે મહત્વની બાબત છે. વાળની તંદુરસ્તી જિનેટિક્સ (Genetics) પર પણ આધાર રાખે છે. આપણે દવાઓ, તેલ સહિતની વસ્તુઓ ઉપયોગ કરી વાળના સ્વાસ્થ્યને વધુ સારું કરી શકીએ છીએ.

અલબત્ત, ઘણી વખત કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વાળની ગુણવત્તા ઉપર પણ અસર થાય છે. જેથી આજે અહીં વાળને કુદરતી રીતે તંદુરસ્ત અને સુંદર કઈ રીતે બનાવી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે. તો ચાલો રસોડા (Home Remedies)માં રહેલી જ કેટલીક વસ્તુઓથી વાળને હેલ્ધી (Hair Health) અને ખૂબસૂરત કઈ રીતે રાખી શકાય તે જાણીએ.

આ પણ વાંચો, હનુમાન છાપ ચમત્કારી સિક્કાથી અમીર બનાવવાની લાલચ આપીને ઠગી, પોલીસે ગેંગનો કર્યો પર્દાફાશ

એલોવેરા જ્યૂસ

ત્વચાની સાથે સાથે વાળની સંભાળ માટે પણ એલોવેરા ખૂબ ફાયદાકારક છે. એલોવેરામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીયોપોલીટીક એન્જાઈમ હોય છે. જે મૃત કોશિકાઓ અને વાળને અંદરથી હિલ કરે છે. તેનું સેવન કરવાથી ધીરે-ધીરે વાળ વધુ સારા થવા લાગે છે. ઝડપથી લાંબા થાય છે. આ માટે દરરોજ સવારે એક ગ્લાસ એલોવેરાનો જ્યૂસ પીવો, વાળ ઉપર સારી અસર થશે.

આ પણ વાંચો, ચોરનો વિચિત્ર શોખઃ મહિલાઓના જૂતાઓની ગંધ છે પસંદ, પોતે જણાવી ‘ગંદી આદત’

કેળા અને બદામ

કેળા અને બદામ વાળ માટે ફાયદાકારક છે. બદામમાં પ્રોટીન, વિટામિન અને ઝીંક જેવા ખનીજ તત્વો હોય છે. જે વાળને મહત્વના તત્વો પૂરા પાડે છે. તેમાં રહેલા વિટામિન ઈ કેરોટીનના ઉત્પાદનને વધારીને ક્ષતિગ્રસ્ત વાળને સરખા કરે છે. બીજી તરફ કેળામાં કેલ્શિયમ અને ફોલિક એસિડનું પ્રમાણ ઊંચું હોય છે. જે વાળને તંદુરસ્ત અને મજબૂત બનાવવા માટે સહાય કરે છે. તમે એક ગ્લાસ બદામના દૂધમાં કેળા, મધ અને તજ પાવડર લઈ મિકસીમાં બ્લેન્ડ કરો અને તેને રોજ પીઓ.
" isDesktop="true" id="1112491" >

જવનું પાણી

જવના પાણીમાં આયરન અને કોપર હોય છે. જે લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને વધારે છે. જવના પાણીના કારણે વાળના રોગોમાં મજબૂત બને છે. વાળનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થાય છે. તમે જવને મીઠું પાણીને ઉકાળો. તેમાં લીંબુ અને મધ મિશ્રણ કરી સેવન કરો.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:

Tags: Hair, Health News, Health Tips, Healthy Food, Home Remedies, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन