હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ જરૂર કરે આ વસ્તુઓનું સેવન, આવું રાખો તમારું ડાયટ

પ્રતિકાત્મક તસવીર

હાઇ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. કોરોના કાળમાં ઘરમાં બંધ રહેવાના કારણે ઘણા લોકો હાઇ બીપીની સમસ્યાથી પરેશાન છે

  • Share this:
નવી દિલ્હી : હાઇ બ્લડ પ્રેશર કે હાઇપરટેન્શન આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. કોરોના કાળમાં ઘરમાં બંધ રહેવાના કારણે ઘણા લોકો હાઇ બીપીની સમસ્યાથી પરેશાન છે. હકીકતમાં હાઇ બ્લડ પ્રેશર થવાથી નસોની દિવાલોમાં રક્તનો દબાવ વધી જાય છે. આપને જણાવી દઇએ કે હાઇ બ્લડ પ્રેશર પાછળ કામનું પ્રેશર, ડેડલાઇન, ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્થી ડાયટ કારણ હોય છે. હાઇ બીપીનો ઇલાજ જો તમે સમયસર નહીં કરો તો તે હૃદય રોગમાં વધારો કરી શકે છે. હાઇ બ્લડ પ્રેશરના ઇલાજમાં ડાયટથી જોડાયેલ ઘણા બદલાવ કરવા પડે છે, જેમાં સૌથી પહેલા ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવું. તો આવો જાણીએ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને પોતાના ડાયટમાં કઇ વસ્તુઓનું સેવન કરવું જોઇએ.

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓનું ડાયટ

લીલા શાકભાજી

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને પોતાના ડાયટમાં લીલા પાંદડા વાળા શાકભાજી જરૂર સામેલ કરવા જોઇએ. લીલા શાકભાજી વધુ પડતા સોડિયમથી છુટકારો આપવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહીં લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે હાર્ટને પણ સ્વસ્થ રાખે છે. હાઇ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે ડાયટમાં પાલક, દૂધી, વરિયાળી અને લેટ્યૂસને જરૂર સામેલ કરો.

ઓટ્સ

હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ સવારે બ્રેક ફાસ્ટમાં ઓટ્સનું સેવન જરૂર કરે. ઓટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઓટ્સમાં ફાઇબરની માત્રા ખૂબ વધુ હોય છે. તે શરીરમાં હોર્મોન્સ બેલેન્સમાં રાખે છે અને બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. તમે ઓટ્સનો ઉપમાં પણ બનાવી શકો છો.

કીવી

કીવીને સુપરફૂડ કહેવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કીવીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. આપને જણાવી દઇએ કે, કીવી સ્વાસ્થ્યની સાથે વાળ અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ડાઇઝેશનને સુધારે છે અને ઇમ્યૂનિટી મજબૂત બનાવે છે.

લસણ

લસણ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ લસણને પોતાના ડાયટમાં સામેલ કરી શકે છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે. હાઇ બીપીના દર્દીઓ સવારે પાણી સાથે કાચા લસણનું સેવન કરી શકે છે.

દહીં

દહીં હાઇ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. હાઇ બીપીના દર્દીઓએ દહીંનું સેવન જરૂર કરવું જોઇએ. દહીંમાં લો ફેટ હોય છે. જેના કારણે તે વજનને પણ કન્ટ્રોલમાં રાખે છે. તે કેલ્શિયમથી ભરપૂર હોય છે અને હાડકાઓને મજબૂત કરે છે.
First published: