આજે જ છોડી દો આ પાંચ કુટેવ, તમારા શરીરને કરે છે ગંભીર નુકસાન

પ્રતિકાત્મક તસવીર

દરેકે કઈં આદતોને વહેલી તકે બદલવાની જરૂરી છે. અહીં કઈ આદતને શા માટે બદલવી જોઈએ? તે અંગે માહિતી આપવામાં આવી છે.

  • Share this:
These Habits Are The Enemy Of Your Health : સારી ટેવ (Habits)થી જેટલો ફાયદો થાય છે તેટલું જ નુકશાન કુટેવના કારણે થાય છે. ઓછું જમવું, જરૂર કરતાં વધુ સૂવું, ખાલી પેટે ચા પીવી, કસરત ન કરવી અને રાત્રે મોડા ડિનર કરવા જેવી બાબતો સ્વાસ્થ્ય (Health)નેેે નુકસાન પહોંચાડી શકે છે. જેથી આવી આદતોને વહેલી તકે બદલવાની જરૂરી છે. અહીં કઈ આદતને શા માટે બદલવી જોઈએ? તે અંગે માહિતી આપવામાં આવી છે.

ઓછું ખાવાની આદત

વજન ઘટાડવાની લ્હાયમાં ઘણા લોકો ઓછું ખાવાનું ઓછું કરી નાંખે છે. પરંતુ આવું કરવાથી વજન વધુ વધી શકે છે. તેમજ નબળાઈનો અનુભવ પણ થવા લાગે છે. જેથી ભૂખ્યા રહેવું સારો વિકલ્પ નથી. સંતુલન પ્રમાણમાં ખોરાક લેવો જોઈએ.

જરૂર કરતાં વધુ સૂવું

ઘણા લોકો મોડે સુધી સુવે છે અથવા દિવસે પણ ઊંઘ ખેંચતા જોવા મળે છે. સામાન્ય રીતે માત્ર 8 કલાકની ઊંઘ પૂરતી હોય છે. ત્યારે મોડે સુધી સુવાની આદત સ્થૂળતા કે અન્ય બિમારીને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચોAloe Veraનો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો, નહીં તો થઇ શકે છે નુકશાન

ખાલી પેટે ચા પીવી

ખાલી પેટે ચા પીવાથી ગેસ અને એસીડીટીની સમસ્યા ઉભી થઇ શકે છે. તેમજ સ્થૂળતા પણ વધી શકે છે. જેથી સવારે બેડ ટી લેવાની કે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત બદલવી જોઈએ. ચા પીવાની જગ્યાએ દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવી હિતાવહ છે.

કસરત કરવામાં આળસ

આજે પણ દેશમાં મોટાભાગના લોકો કસરત કરતા નથી. જેના પાછળ ઘણા કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ આળસ છે. કસરત ન કરવામાં આવે તો સ્નાયુઓ નબળા પડવા લાગે છે. સર્વાઈકલ, આર્થરાઈટીસ, કમરનો દુઃખાવો, સાઈટીકા જેવી તકલીફ થઈ શકે છે. જેથી દરરોજ કસરત કરવી જરૂરી છે.

આ પણ વાંચોઆ રહી પુરુષો માટે અનોખી 8 સેક્સ ટિપ્સ, બેડમાં પાર્ટનરને આવી રીતે આપો ભરપૂર આનંદ

ડિનર મોડું કરવું

ઘણા લોકો રાત્રે મોડું જમે છે અને ડિનર કર્યા બાદ સીધા પથારીમાં સુઈ જાય છે. આ આદત પરેશાની ઉભી કરી શકે છે. જેથી રાત્રે વહેલા ભોજન લઈ લેવું અને થોડું ચાલવું જોઈએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરવો.)
First published: