Health Tips: શરીરમાંથી ઝેર-કેમિકલ કાઢવાથી લઈ વજન પણ ઘટાડે છે પરસેવો, આ રહ્યા પરસેવો વળવાના લાભ

Health Tips: શરીરમાંથી ઝેર-કેમિકલ કાઢવાથી લઈ વજન પણ ઘટાડે છે પરસેવો, આ રહ્યા પરસેવો વળવાના લાભ
પ્રતિકાત્મક તસવીર

Health Tips: પરસેવો વળે તે શરીર માટે ખૂબ સારી બાબત છે. પરસેવો વળવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. આ સાથે જ પરસેવો શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.

  • Share this:
Health tips: ગરમી થાય એટલે પરસેવો (sweating) વળે તે સામાન્ય બાબત છે. અલબત્ત, કોઈ વ્યક્તિને વધારે તો કોઈને ઓછો પરસેવો વળે છે. મોટાભાગના લોકો શરીરમાં પરસેવો ન નીકળે તેવું ઈચ્છે છે. તેની પાછળ પરસેવાની દુર્ગંધ જવાબદાર હોય છે. લોકોને સંકોચક અનુભવાય છે. પરંતુ પરસેવો નીકળે તો શરીર માટે ખૂબ ફાયદાકારક (benefits of sweating ) છે. તો ચાલો આ વિષય પર જાણકારી મેળવીએ.

શરીરમાંથી ઝેરી પદાર્થ કાઢી નાંખે છે


પરસેવો વળે તે શરીર માટે ખૂબ સારી બાબત છે. પરસેવો વળવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. આ સાથે જ પરસેવો શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.

રાસાયણિક તત્વો બહાર કાઢે
શરીરમાં ઘણા પ્રકારના કાર્બનિક કેમિકલ હોય છે. જે તબિયત પર ખરાબ અસર કરે છે. પરસેવો વળે એટલે આ કેમિકલ પણ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ઓછી થઈ જાય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.....

રોમ છિદ્રો ખોલે
પરસેવો નેચરલ ક્લીન્ઝરની જેમ કામ કરે છે. પરસેવાના કારણે શરીરમાં રોમ છિદ્રો ખૂલી જાય છે. પરિણામે શરીરની ગંદકી અને બેક્ટેરિયા બહાર નીકળી જાય છે.

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

વાળ માટે ફાયદાકારક
પરસેવો સ્કિન માટે જ નહીં, વાળ માટે પણ ફળદાયી છે. ખોપડીમાં પરસેવો વળવાથી પોર્સ ખુલે છે. જેનાથી વાળના વિકાસમાં મદદ મળે છે. અલબત્ત પરસેવાના કારણે માથામાં ખંજવાળ આવી શકે છે. તેનાથી બચવા માટે શેમ્પુથી વાળ ધોવા જોઈએ.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

કુદરતી નિખાર આપે
પરસેવો વળવાથી ત્વચાને કુદરતી નિખાર મળે છે. પરસેવાના કારણે બ્લડ સર્ક્યુલેશન વધે છે. પરિણામે સ્કિન ગ્લો થાય છે. પરસેવો નીકળ્યા બાદ સ્કિનમાં સોફ્ટનેસ પણ આવે છે.

આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

વજન ઓછું થાય
પરસેવાના કારણે કેલરી પણ બર્ન થાય છે. પરીણામે વજન ઘટવામાં મદદ મળે છે. જોકે, કસરત અથવા કોઈ મહેનતનું કામ કરવાથી કેલરી બાળવા જેવો પરસેવો વળે છે.તણાવમાં રાહત આપે
પરસેવો નીકળવાથી તણાવમાં રાહત મળે છે. સ્ટ્રેસ હોય ત્યારે કસરત કરવી જોઈએ. જેનાથી પરસેવો નીકળે છે. આ પરસેવો શરીરની ગરમીને ઓછી કરે છે અને સ્ટ્રેસ દૂર ભાગે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યૂઝ18 તેની પૃષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા તજજ્ઞનો સંપર્ક કરવો.)
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ