Home /News /lifestyle /કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે છે જોખમી, જાણો તેનાથી શું થાય છે નુકસાન

કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે છે જોખમી, જાણો તેનાથી શું થાય છે નુકસાન

Image Credit : shutterstock

lifestyle - ઘણા લોકો કાચું દૂધ(Raw Milk) પીવાનું પસંદ કરે છે. એવી માન્યતા પણ છે કે કાચું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કાચા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ (Side Effects) થઈ શકે

વધુ જુઓ ...
    Drinking Raw Milk Is Harmful : દૂધ આપણા સ્વાસ્થ્ય માટે આવશ્યક ખોરાક છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી આપણા શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાતો પૂર્ણ થઇ જાય છે. દૂધ હાડકાને મજબૂત બનાવવામાં અને તેનો વિકાસ કરવામાં મદદ કરે છે. દૂધમાં ઘણા પોષક તત્વો અને ઉત્સેચકો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો ઉકાળેલું દૂધ પીવે છે, પરંતુ ઘણા લોકો કાચું દૂધ(Raw Milk) પીવા (Drinking)નું પસંદ કરે છે. એવી માન્યતા પણ છે કે કાચું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, પરંતુ નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કાચા દૂધનું સેવન કરવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ (Side Effects) થઈ શકે છે. FDA અનુસાર, કોઈપણ પ્રાણીના દૂધમાં સેલ્મોનેલા, ઈ કોલાઈ, લીસ્ટેરીયા જેવા હાનિકારક બેક્ટેરિયા હોય છે. જેથી દૂધ ઉકાળ્યા વગર પીવામાં આવે તો ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)થઈ શકે છે. તો ચાલો જાણીએ કાચું દૂધ પીવાથી સ્વાસ્થ્યને શું નુકશાન થાય છે.

    કાચું દૂધ પીવાથી થાય છે આ નુકસાન

    - કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા રહેલા છે, જે આપણા શરીરમાં જઈને રિએક્ટિવ આર્થરાઇટિસથી લઈને ડાયેરિયા, ડીહાઈડ્રેશન, ગુલિયન-બેરે સિન્ડ્રોમ અને હિમોલીટીક યુરીમિક સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીઓ કરી શકે છે.

    - જયારે કાચું દૂધ કાઢવામાં આવે છે ત્યારે તે પશુના આંચળ અને મળ સાથે સમપર્કમાં આવે છે. જેના કારણે દૂધ દૂષિત થવાની સંભાવના વધી જાય છે.

    આ પણ વાંચો - મેંદો પસંદ હોય તો જાણી લો તેના નુકસાન વિશે, આ કારણે ન કરો વધારે ઉપયોગ

    - જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને અને બાળકો તેમજ યુવાનોને કાચું દૂધ વધુ નુકશાન પહોંચાડી શકે છે.

    - કાચા દૂધના સેવનથી ઉબકા આવવા, ઉલ્ટી થવી અથવા ડાયેરિયા થવાની સંભાવના વધારે છે.

    - કાચા દૂધમાં એવા ઘણા બેક્ટેરિયા રહેલા છે, ટીબી સાથે અન્ય ઘણી જીવલેણ બીમારીઓ સાથે સંકળાયેલા છે.

    - આપણા શરીરનું એસિડ લેવલ કંટ્રોલમાં રહે તે ખુબ જરૂરી છે, પરંતુ જયારે તમે કાચું દૂધ પીઓ છો ત્યારે તે લેવલ કંટ્રોલમાં નથી રહેતું અને શરીરમાં એસીડીટીની માત્રા વધી જાય છે.
    " isDesktop="true" id="1117582" >

    - કાચા દૂધમાં ભરપૂર માત્રામાં પોશાક તત્વો હોય છે, જેના કારણે તે હવાના સંપર્કમાં આવતા જ તેમાં બેક્ટેરિયા ઘર કરવા માંડે છે. જેના કારણે કાચું દૂધ જલ્દી ખરાબ થઇ જાય છે.
    First published:

    Tags: Drinking milk, Health disease, Health News, Lifestyle, દૂધના ગેરફાયદા, દૂધના ફાયદા