Home /News /lifestyle /પેટની ચરબીને આ રીતે ઘટાડશે આદુ-લીંબુનું પીણું, વજન કંટ્રોલમાં રહેશે
પેટની ચરબીને આ રીતે ઘટાડશે આદુ-લીંબુનું પીણું, વજન કંટ્રોલમાં રહેશે
લીંબુ પાણી અને આદુના ફાયદા
વધેલા વજનની સમસ્યા ઘણા લોકોને સતાવે છે. વજન ઓછું કરવા માટે લોકો અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પરંતુ મહેનત કર્યા છતાં વજન ઊતરતું નથી. તેનું સૌથી મોટું કારણ આહાર પદ્ધતિ
Lifestyle: વધેલા વજનની સમસ્યા ઘણા લોકોને સતાવે છે. વજન ઓછું કરવા માટે લોકો અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પરંતુ મહેનત કર્યા છતાં વજન ઊતરતું નથી. તેનું સૌથી મોટું કારણ આહાર પદ્ધતિ યોગ્ય ન હોવાનું છે. લોકો કસરત તો કરે છે, પરંતુ ખોરાકનું જરાક પણ ધ્યાન રાખતા નથી. શરીર પરથી ચરબી ઘટાડવા અને વજન ઓછું કરવા માટે સારી આહાર(Diet) પદ્ધતિ હોવી જરુરી છે. તમે આરોગ્યપ્રધાન ખોરાકની સાથે આરોગ્યપ્રદ પીણાનું પણ સેવન કરી શકો છો. તે તમારા આરોગ્યનું ધ્યાન રાખવાની સાથે સાથે ચરબી ઘટાડતા ડ્રિન્ક તરીકે કામ કરશે.
પેટની ચરબીને ઓછી કરવા અને વજન નિયંત્રણમાં લેવા માટે તમે આદુ-લીંબુના ડ્રિન્કનું સેવન કરી શકો છો. દરરોજ પોતાના દિવસની શરૂઆત આ ડ્રિન્ક સાથે જ કરો. તેનાથી વજન ઓછું થશે, સાથોસાથ શરીરમાંથી ઝેરી કચરો પણ બહાર નિકળી જશે. તમારી ખોરાક લો કાર્બ સાથે હાઈ પ્રોટીનવાળો હોય તેનું પણ ધ્યાન રાખો.
અડધું લીંબુ(Lemon) અડધી ચમચી છીણેલું આદું(Ginger) સ્વાદ અનુસાર મધ(Honey)
બનાવવાની પદ્ધતિ
એક ગ્લાસ નવશેકું પાણી લો. તેમાં લીંબુનો રસ અને આદું નાખીને તેનું વ્યવસ્થિત મિશ્રણ કરો. ત્યારબાદ પાંચ મિનિટ સુધી રાખી મુકો. હવે તેમાં મધ નાંખીને તેનું સેવન કરો.
લીંબુના રસમાં વિટામિન સી હોય છે. જે શરીરની ચરબીને ઓગાળવામાં માટે મદદરૂપ થાય છે. લીંબુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આ સાથે આદુમાં જોવા મળતા તત્વોના કારણે મેટાબોલિઝમ વધતા સ્થૂળતા ઓછી કરવામાં મદદ મળે છે. તેના કેલરી હોતી નથી. આવામાં વજન કંટ્રોલના રહે છે અને પેટની ચરબી વધતી નથી.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર