Home /News /lifestyle /ડિપ્રેશનના શરૂઆતના લક્ષણોને ઓળખી તેને ઘરેલૂ ઉપાયથી કરો દૂર

ડિપ્રેશનના શરૂઆતના લક્ષણોને ઓળખી તેને ઘરેલૂ ઉપાયથી કરો દૂર

આપઘાતથી બચવા અથવા વ્યક્તિને બચાવવા શું કરશો જાણો આ ખાસ લેખમાં (Image credit/pexels-andrew-neel)

મોટાભાગના લોકો માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જો તે જીવનમાં હિસ્સો બની જાય અને તમે તણાવમાં રહેવા લાગો તો તે ડિપ્રેશનનું રૂપ લઈ શકે છે

  મુંબઈ. ડિપ્રેશનનું મુખ્ય કારણ માનસિક તણાવ (Mental Stress) છે. તમને કદાચ સવાલ થતો હશે કે મોટાભાગની લોકોની જિંદગીમાં તણાવ હોય છે, તો શું દરેક વ્યક્તિને ડિપ્રેશન છે? દરેક વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જો તે આપણા જીવનમાં હિસ્સો બની જાય અને તમે તણાવમાં રહેવા લાગો તો તે ડિપ્રેશન (Depression)નું રૂપ લઈ શકે છે. જે તમારા માટે ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે છે. અહીંયા ડિપ્રેશન દૂર કરવા માટેના કેટલાક ઘરેલૂ ઉપાય (Home Remedies) આપવામાં આવ્યા છે.

  ડિપ્રેશનનું કારણ

  ડિપ્રેશન માટેના અનેક કારણ હોઈ શકે છે. એકલાપણું, કોઈનું આપણા જીવનમાંથી દૂર થવું, જોબ ન મળવી અથવા જોબ છૂટી જવી, એક્સીડન્ટ, જીવનમાં એકાએક કોઈ બદલાવ આવવો, નાણાકીય તકલીફ, બીમારી હોવી જેવા અનેક કારણ ડિપ્રેશનનું કારણ હોઈ શકે છે.

  ડિપ્રેશનના લક્ષણ

  ડિપ્રેશનમાં માણસ હંમેશા એકલા રહેવાનું વધુ પસંદ કરે છે. તે ભીડવાળી જગ્યાઓથી દૂર રહે છે. કોઈની સાથે વાત કરવી ન ગમે. ખુશીના સમય પર પણ ઉદાસીન લાગે છે. કંઈકને કંઈક વિચારતા રહે છે. કોઈ કામ કરવું નથી ગમતું, આત્મવિશ્વાસની કમી જોવા મળે છે, નાની-નાની વાત પર ચિંતિત થાય છે, કોઈ નિર્ણય નથી લઈ શકતા. હંમેશા ખરાબ સમય હોવાની આશંકા રહે છે. નાની-નાની વાત પર ડરે છે. ગુસ્સો વધુ કરે છે, હંમેશા સુતા રહે છે અને અધિક ઊંધ લેવી તે પણ ડિપ્રેશનનું લક્ષણ છે.

  આ પણ વાંચો, કોણ છે ધનકુબેર પિતાના આલીશાન ઘરમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરનાર રાજકુમારી લતીફા?

  ડિપ્રેશન દૂર કરવાના ઉપાય

  ડિપ્રેશનમાં એકલા ન રહેવું જોઈએ. મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યોને મળવું જોઈએ અને ફોન પર વાતચીત કરતા રહેવું જોઈએ. ક્યારેક શોપિંગ તો ક્યારેક પિકનિક પણ કરવી જોઈએ. કોમેડી ફિલ્મો જોવી જોઈએ, તમારું મનપસંદ મ્યુઝિક સાંભળવું જોઈએ. કોઈકને કોઈક કામમાં રચ્યાપચ્યા રહેવું જોઈએ. ખરાબ ઘટનાને યાદ ન કરવી જોઈએ, પરંતુ તમે વિતાવેલી સારી ક્ષણોને યાદ કરવી જોઈએ. પોઝિટીવ રહેવું જોઈએ. યોગા, કસરત અને ધ્યાન કરવું જોઈએ. મોર્નિંગ અને ઈવનિંગ વૉક કરવા જવું જોઈએ. જંક ફૂડને બાય બાય કહીને હેલ્ધી ડાઈટનું સેવન કરવું જોઈએ. સામાજિક કાર્યમાં ભાગ લેવો જોઈએ અને સારા પુસ્તકો વાંચવા જોઈએ. ધૂમ્રપાન તથા નશો ના કરવો જોઈએ.

  આ પણ વાંચો, ટોપ 5 ઓટોમેટિક કાર જેને 10 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો, જાણો પ્રાઇઝ અને ફીચર્સ

  સ્વસ્થ આહારપ્રણાલીનો પ્રયોગ

  સ્વસ્થ આહારપ્રણાલી અપનાવવી જોઈએ. તમારી ડાઈટમાં જ્યૂસ, સૂપ, દૂધ અને દહીં સાથે લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું જોઈએ. નિયમિત બીટ અને એકથી બે ટમેટાનું સેવન કરવું જોઈએ રોજ સવારે એક સફરજન ખાવું જોઈએ. ઑલિવ ઓઈલનું પણ સેવન કરવું જોઈએ. કાજુવાળુ દૂધ અને બે-ત્રણ ઈલાયચીનું સેવન કરવું જોઈએ. લીંબુ, હળદર અને મધનું સેવન કરવું જોઈએ. એક ચમચી બ્રાહ્મી અને એક ચમચી અશ્વગંધા પાઉડરને મિશ્ર કરીને તેનું સેવન કરો. વાસી ભોજન, વધુ પડતું નોનવેજ અને મસાલેદાર ભોજન ના કરવું જોઈએ. ધૂમ્રપાન અને કોઈપણ પ્રકારનો નશો ના કરવો જોઈએ તથા ચા-કોફીનું ઓછું સેવન કરવું જોઈએ.

  (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. જેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
  First published:

  Tags: Depression, Health Tips, Home Remedies, Lifestyle

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો