ગ્લોઇંગ સ્કીન માટે આ 7 વસ્તુઓનું કરો નિયમિત સેવન, થોડા જ દિવસોમાં દેખાશે અસર

પ્રતિકાત્મક તસવીર

કેમિકલ વાળા આ બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો તો દેખાય છે, પરંતુ એક ઉંમર બાદ તેના સાઇડ ઇફેક્ટ્સ પણ સ્કીનને સહન કરવા પડે છે.

  • Share this:
નવી દિલ્હી : સામાન્ય રીતે ચહેરાની સુંદરતા યંગ અને ગ્લોવિંગ સ્કીન દ્વારા માપવામાં આવે છે. આ માટે લોકો વિવિધ પ્રકારના સ્કીન કેર પ્રોડક્ટ્સ ખરીદે છે અને મોંઘી સ્કીન કેર ટ્રીટમેન્ટ પણ કરાવે છે. કેમિકલ વાળા આ બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો તો દેખાય છે, પરંતુ એક ઉંમર બાદ તેના સાઇડ ઇફેક્ટ્સ પણ સ્કીનને સહન કરવા પડે છે. તેવામાં ત્વચાને લાંબા સમય સુધી હેલ્થી અને સુંદર બનાવી રાખવા માટે હેલ્થી ડાયટ લેવું જરૂરી છે. તમે જ્યારે અંદરથી હેલ્થી હશો તો સ્કીન પણ ગ્લોવિંગ અનેન યંગ દેખાય છે. તો આવો જાણીએ ગ્લોવિંગ સ્કીન માટે તમારે તમારા ભોજનમાં કઇ વસ્તુઓને સામેલ કરવી જોઇએ.

બીટ

બીટમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયસ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરના ડીટોક્સ કરે છે. ડીટોક્સ હોવાથી ચહેરા પર નેચરલ ગ્લો આવે છે. તેવામાં જો તમે તમારી ડાયટમાં બીટને સામેલ કરો છો તો તમારી સ્કીનને હેલ્થી અને પ્રોબ્લેમ ફ્રી રાખશે.

જાંબુ

તમારી સ્કીન માટે જાંબુ ખૂબ ફાયદાકારક છે, તેમાં પણ ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને પિગમેન્ટેશનથી બચાવે છે.

પપૈયું

જો તમે કાચું પપૈયું ખાવ કે તેના પલ્પે ચહેરા પર લગાવશો તો તે તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. પપૈયામાં પપૈન ગુણ હોય છે, જે સ્કિન માટે ફાયદાકારક છે. તે તમારી સ્કીનને ચમકદાર બનાવશે અને ખીલ અને ડાઘ દૂર કરશે.

સનફ્લાવર સીડ્સ

સનફ્લાવરના બીજનું સેવન કરવાથી હેલ્થી કોલેજન પ્રોડક્શનમાં મદદ મળે છે અને તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ત્વચાને સન ડેમેજ અને પર્યાવરણમાં રહેલા બીજા પ્રદુષિત કણોથી બચવામાં મદદ કરે છે.

કેળા

કેળાને એક સુપરફૂડ કહેવામાં આવે છે, તેમાં વિટામિન એ, બી અને ઇ હોય છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે એન્ટી એજિંગ પ્રક્રિયામાં મદદ કરે છે, જેનાથી ત્વચા યંગ અને ચમકતી દેખાશે.

ગાજર

ગાજર તમારી સ્કીનને ગ્લોઇંગ અને સ્પોટલેસ બનાવે છે. હકીકતમાં ગાજરમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા કે અંદરથી ડીટોક્સ કરે છે અને ચહેરા પર ચમક જાળવી રાખે છે. ગાજરમાં રહેલા વિટામિન એ ખીલ અને એજિંગને પણ દૂર કરે છે.

દાડમ

જો રોજ એક ગ્લાસ દાડમના જ્યુસનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્યૂરિફાઇ થશે અને ચહેરા પર ગ્લો દેખાશે. દાડમનું જ્યૂસ પીવાથી સ્કીન ફ્લોલેસ અને સ્પોટલેસ પણ બને છે. તમે ઘરે જ દાડમનું જ્યુસ કાઢીને પી શકો છો.
First published: