આજીવન ફિટ અને હેલ્થી રહેવા માટે કરો આ 5 કામ

પ્રતિકાત્મક તસવીર

વિશેષકોના મતે જો તમે રોજ કસરત વગેરે કરો છો અને પોષક તત્વોથી ભરપૂર ભોજન કરો તો તમે વધુ સમય સુધી હેલ્થી અને ફિટ રહી શકો છો.

  • Share this:
Health Tips : આજના ભાગદોડ ભરેલા જીવનમાં દરેક માણસ ફિટ(Fit) અને બિમારીઓથી દૂર રહેવા માંગે છે. તે શક્ય છે, પરંતુ આ માટે તમારી જીવનશૈલીમાં (Lifestyle) અમુક હેલ્થી (Healthy) ટેવો અપનાવવી અને ખરાબ ટેવોથી દૂર રહેવું જરૂરી છે. વિશેષકોના મતે જો તમે રોજ કસરત વગેરે કરો છો અને પોષક તત્વોથી ભરપૂર ભોજન કરો તો તમે વધુ સમય સુધી હેલ્થી અને ફિટ રહી શકો છો. પરંતુ ભાગદોડ ભર્યા આ જીવનમાં હેલ્થી રહેવું અને શરીરને ફિટ રાખવા માટે વધુ સમય કાઢવો દરેક માટે શક્ય નથી. તણાવ અને ઘરની અંદર રહેવાની મજબૂરીના કારણે લોકો માનસિક રીતે વધુ બીમાર બનવા લાગ્યા છે. એવામાં આપણે ફિટ રહેવા માટે અમુક વાતો જો આપણા રોજીંદા જીવનમાં સામેલ કરીએ તો આપણે લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહી શકીએ છીએ. તો આવો જાણીએ તે આદતો વિશે જેને અપનાવીને આપણે લાઇફટાઇમ હેલ્થી અને ફિટ રહી શકીએ છીએ.

ખાલી પેટે ચાની જગ્યાએ પીવો ભરપૂર પાણી

મોટા ભાગના લોકો સવારે ઉઠીને ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે સવારે ઉઠીને એક મોટો ગ્લાસ પાણી પીશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. હકીકતમાં આખી રાત સૂવાથી શરીર સંપૂર્ણ ડિહાઇડ્રેટેટ રહે છે અને ખાલી પેટ જ્યારે તમે શરીરમાં ચા કે કોફી પીવો છો તો તેનું નુકસાન તમારા શરીરને ભોગવવું પડે છે. એવામાં જો તમે સવારે ઉઠીને પાણી પીવાની આદત રાખો છો તો શરીરને એનર્જી મળે છે, સાથે જ તમારો મગજ અને કિડની સારી રીતે કામ કરી શકશે.

નાસ્તામાં લો ભરપૂર પ્રોટીન

કહેવામાં આવે છે કે નાસ્તો હંમેશા રાજાની જેમ અને ડિનર હંમેશા ભિખારીની જેમ કરવું જોઇએ. જી હાં, સવારની શરૂઆત જો તમે સારા અને પોષ્ટિકતાથી ભરપૂર નાસ્તાથી કરશો તો દિવસભર તમે ફિટ અને તાજગી અનુભવશો. એવામાં નાસ્તામાં પ્રોટીનનું સેવન જરૂર કરો. નાસ્તામાં જ્યારે તમે પ્રોટીન લો છો તો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, શરીરને એનર્જી મળે છે, જલ્દી ભૂખ લાગતી નથી અને મૂડ પણ સારું રહે છે. એટલું જ નહીં તમે વજન પણ નિયંત્રણમાં રાખી શકો છો.

રોજ એક ફળ જરૂર લો

આ ટેવ રાખો કે દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક ફળ જરૂર ખાવ. તમે તેને સ્નેક્સ તરીકે પણ ખાઇ શકો છો. રોજ તમે જો ફળ ખાવ છો તો શરીરને જરૂરી ફાઇબર, વિટામિન, મિનરલ્સ મળે છે, જેનાથી પાચન અને સ્વાસ્થ્ય બંને સારા રહે છે.

પગથિયાનો ઉપયોગ કરો

એક સંશોધન અનુસાર જો તમે દિવસમાં 3 વખત 20 સેકન્ડમાં 60 સીડિઓ ચઢો છો તો તેનાથી કાર્ડિયો ફિટનેસ 5 ટકા વધી જાય છે. કાર્ડિયો ફિટનેસ તમારા ઓવર ઓલ ફિટનેસ માટે સૌથી જરૂરી છે. તેનાથી હ્યદયની બીમારીનો ખતરો પણ ઓછો થાય છે અને મસલ્સ મજબૂત થાય છે.

ગ્રીન ટીનું સેવન કરો

જો તમે દિવસભરમાં ચા-કોફીની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થઇ શકે છે. તે હાર્ડ ડિસીઝને પણ દૂર રાખે છે અને ભરપૂર એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોવાથી ઘણી સમસ્યાઓ ઠીક કરે છે.
First published: