કોરોનાથી રિકવર થયા બાદ તાત્કાલિક બદલો દો જૂનો ટૂથબ્રશ, નહીં તો ફરીથી થઈ શકો છો સંક્રમિત

કોરોનાથી જે દર્દી રિકવર થયા છે તેમણે પોતાનો ટૂથ બ્રશ બદલવો જરૂરી છે. (Image Credit : Pixabay)

કોરોનાથી રિકવર થયેલા લોકો જો ટૂથબ્રથ બદલી દે છે તો તેનાથી ફરી સંક્રમણથી બચી શકશે આ ઉપરાંત પરિવારના સભ્યો પણ સુરક્ષિત રહેશે

  • Share this:
Covid-19 Precautions: કોરોનાની બીજી લહેર (Corona Second Wave( ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. કોરોના (COVID-19)થી બચવા માટે સાવધાની (Precautions) રાખવી ખૂબ જ જરૂરી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો એક વાર કોરોનાથી રિકવર (Corona Recovery) થયા બાદ બીજી વાર સંક્રમિત થઈ રહ્યા છે. નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે કે કોરોનાથી રિકવર થયેલ વ્યક્તિઓએ બીજી વાર સંક્રમિત થવાથી બચવું જોઈએ. કોરોનાના સંક્રમણથી બચવા માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. જે લોકો હજુ સુધી કોરોનાથી સંક્રમિત થયા નથી, અને જે લોકો વ્યક્તિઓ કોરોનામાંથી રિકવર થયા છે તેમને વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ડેન્ટિસ્ટ (Dentist) સલાહ આપે છે કે કોરોનામાંથી રિકવર થયા બાદ ટૂથબ્રશ (Toothbrush) અને ટંગ ક્લિનર (Tongue Cleaner) બદલવા જરૂરી છે. ડૉકટરો જણાવે છે કે જેનાથી તમારી સાથે સાથે તમારો પરિવાર પણ સુરક્ષિત રહે છે.

શા માટે ટૂથબ્રશ બદલવો જરૂરી છે?

ડોકટરોના મત મુજબ ટૂથબ્રશ પર રહેલ બેક્ટીરિયા અને વાયરસને કારણે ઉપરની શ્વસન નળીમાં સંક્રમણ થઈ શકે છે. ડૉકટરો ઘરના અન્ય સભ્યોને પણ માઉથ વોશ અથવા ગરમ સલાઈન વોટરથી કોગળા કરવાની સલાહ આપે છે. વાયરલ ફીવર, કફ, સર્દી મટ્યા બાદ પણ લોકોને બ્રશ અને ટંગ ક્લિનર બદલવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો, Fact Check: શું ચા પીવાથી કોરોના નથી થતો? જાણો શું છે હકીકત


ઓરલ હાઈજીનનું ધ્યાન રાખવું

આકાશ હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કન્સલટન્ટ ડૉ. ભૂમિકા મદને NBT સાથે વાતચીત કરતા કેટલીક મહત્વની બાબતો અંગે ધ્યાન રાખવાની સલાહ આપી છે. ડૉકટરે જણાવ્યું કે સર્દી, ખાંસી અને ફ્લૂ મટ્યા બાદ ટૂથબ્રશ બદલવાથી તમને ફાયદો થાય છે. જો તમને કોવિડ-19 થયો છે તો લક્ષણ જોવા મળ્યાના 20 દિવસ બાદ ટૂથબ્રશ અને ટંગ ક્લિનર બદલવા જોઈએ. WHOએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના છીંક ખાવાથી, ખાંસી ખાવાથી કે બોલવાથી મોંઢામાંથી નીકળતા બેક્ટીરિયાને કારણે વાયરસ ફેલાય છે.

આ પણ વાંચો, Explained: COVID-19 અને શ્વસનના અન્ય રોગો વચ્ચે ભેદ કેવી રીતે પારખી શકાય?

રિસર્ચ

બ્રાઝિલમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ટૂથબ્રશને બૈક્ટીરિયા ફ્રી માટે રાખવા માટે ઓરલ હાઈજીન ખૂબ જ જરૂરી છે. આ પ્રકારની આદતને કારણે સંક્રમણ ઓછું કરી શકાય છે. સંક્રમિત વ્યક્તિથી વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે, તે માટે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે સુરક્ષિત રહી શકો છો, તથા અન્ય લોકોને પણ સુરક્ષિત રાખી શકાય છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આ બાબતની પુષ્ટિ કરતું નથી. આ બાબત પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: