Drinking Water in Copper Vessel: પાણી એ દરેકના જીવની મૂળભૂત અને સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાતોમાંથી એક છે. માનવ શરીર 70 ટકા પાણીથી (Drinking Water)બનેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો તાંબાના બનેલા વાસણોમાં (Copper Vessel)પીવાના પાણીનો સંગ્રહ કરતા હતા. તેની પાછળ એક જ હેતુ પીવા માટે શુદ્ધ પાણીનો હતો.
જો કે, તે સમયે તેઓને વધુ પાણીનો સંગ્રહ કરવો પડતો હતો. સમયની સાથે સાથે લોકોએ પીવાના પાણી માટેના વાસણો પણ બદલાવી નાખ્યા છે. આજના યુગમાં આપણે પીવાના પાણી માટે એક્વા ગાર્ડ અને આર.ઓ.નો ઉપયોગ કરીએ છીએ. એવું લાગે છે કે ધાતુના વાસણમાં પાણી સંગ્રહિત કરવું હવે ભૂતકાળ બની ગયું છે, પરંતુ તાંબાના વાસણમાં પીવાનું પાણી સંગ્રહિત કરવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે. આવો જાણીએ તાંબાના વાસણમાં પાણી રાખવાથી શું ફાયદા થાય છે.
તાંબાના વાસણમાં પાણીનો સંગ્રહ કરવાથી પાણી કુદરતી રીતે શુદ્ધ થાય છે. આ રીતે પાણી શુદ્ધ કરવા માટે તાંબાના વાસણમાં પાણીને આખી રાત અથવા ઓછામાં ઓછા 4 કલાક રાખો. ફૂડએનડીટીવીના અહેવાલ મુજબ, તાંબાનું વાસણ પાણીમાં હાજર તમામ હાનિકારક સૂક્ષ્મજીવો, મોલ્ડ, ફૂગ, શેવાળ અને બેક્ટેરિયાનો નાશ કરે છે અને પાણીને પીવા માટે સંપૂર્ણપણે ચોખ્ખું બનાવે છે. આ ઉપરાંત, તાંબામાં એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિ-કાર્સિનોજેનિક અને આવશ્યક ખનિજો હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તાંબામાં એવા ગુણધર્મો છે જે હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે અને પેટની અંદરની બળતરા ઘટાડે છે, જેનાથી અપચો અને ચેપ જેવી સમસ્યાઓ અટકે છે. કોપર તમારા પેટને સાફ અને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે, તેમજ તમારા લીવર અને કિડનીના કાર્યને નિયંત્રિત કરે છે.
2. વજન ઘટાડવામાં મદદ કરે છે
ઝડપથી વજન ઘટાડવા માટે તાંબાના વાસણમાં રાખેલ પાણી નિયમિત પીવું જોઈએ. જેનાથી ઝડપથી વજન ઘટે છે, પાચન તંત્રને સુધારવા ઉપરાંત, તાંબુ તમારા શરીરમાંથી ચરબીને દૂર કરવામાં પણ મદદ કરે છે.
3. ઘા ને દુર કરવા માટે
તાંબામાં પુષ્કળ એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, તાંબુ ઘા ને ઝડપથી મટાડવાનો ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત, કોપર તમારી રોગપ્રતિકારક શક્તિને વધારીને નવા કોષોના ઉત્પાદનમાં મદદ કરે છે.
4. વધતી ઉંમર અટકી જાય છે
જો તમે તમારા ચહેરા પર ઝીણી કરચલીઓને જોઈને પરેશાન છો, તો તાંબુ તમારા માટે કુદરતી ઉપાય છે. એન્ટી-ઓક્સીડેન્ટ અને કોષ બનાવવાના ગુણોથી ભરપૂર તાંબાનું પાણી તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.
તાંબુ પ્રકૃતિમાં ઓલિગોડાયનેમિક (બેક્ટેરિયા પર ધાતુઓની જંતુરહિત અસર) ધરાવે છે અને તે બેક્ટેરિયાનો ખૂબ જ અસરકારક રીતે નાશ કરી શકે છે. તે ખાસ કરીને બે બેક્ટેરિયા E.coli અને S. aureus સામે અસરકારક છે, આ બેક્ટેરિયા સામાન્ય રીતે આપણા વાતાવરણમાં જોવા મળે છે અને માનવ શરીરમાં ગંભીર રોગોનું કારણ બને છે.
6. એનિમિયાને પણ માત આપે છે
તાંબુ આપણા શરીરમાં થતી મોટાભાગની પ્રક્રિયાઓ માટે મહત્વપૂર્ણ છે. કોષની રચનાથી લઈને એનિમિયાની ઉણપને દૂર કરવા માટે તાંબુ અસરકારક છે. જે આપણા માટે આશ્ચર્યની વાત છે.
7 .ત્વચાનું સ્વાસ્થ્ય અને મેલેલિનના ઉત્પાદનને વધારે છે
તાંબુ આપણા શરીરમાં મેલાનિન (એક પ્રકારનો પદાર્થ જે તમારી આંખો, વાળ અને ત્વચાને રંગ આપે છે) ના ઉત્પાદનનો મુખ્ય ઘટક છે. આ ઉપરાંત, નવા કોષોના ઉત્પાદનમાં પણ તાંબુ મદદ કરે છે જે તમારી ત્વચાના ઉપરના સ્તરોને ફરીથી ભરવામાં મદદ કરે છે, તમને ચમકદાર, કોમળ ત્વચા આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર