Home /News /lifestyle /

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે? જાણો તેમાં શું ખાવું જોઈએ અને શું નહીં

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે? જાણો તેમાં શું ખાવું જોઈએ અને શું નહીં

Intermittent Fasting વજન ઓછું કરવામાં મદદ કરે છે અને ઉંમર વધવાના લક્ષણોને પણ ઓછા કરે છે (Image- shutterstock.com)

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ વજન ઓછું કરવામાં મદદ કરે છે અને ઉંમર વધવાના લક્ષણોને પણ ઓછા કરે છે

Intermittent Fasting: આજના સમયમાં મેટાબોલિઝમને વધારવા માટે દર 2થી 3 કલાકે કંઈક ખાવું જરૂરી છે. પરંતુ શું કેટલાક કલાકે ખાવાથી મેટાબોલિઝમ (Metabolism) વધે છે? જોકે, વારંવાર ભોજન કરવાથી કેલરી (Calorie) જરૂરથી વધે છે. જે માટે કલાકે-કલાકે કંઈક ખાવાની જગ્યાએ દર 3 કલાકે ખાવું જોઈએ. વધુ પડતુ ભોજન કરવાથી શરીરમાં ચરબી વધે છે, જેથી મેટાબોલિક સ્ટ્રેસ વધે છે અને ઇન્સ્યુલિન પ્રતિરોધકને પણ ઉત્તેજિત કરે છે. ત્યારે ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.

હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર, તમે ખાવાનું બંધ કરો છો, ત્યારે 12થી 36 કલાક સુધી કાર્બોહાઈડ્રેટ ફ્યૂલ થાય છે. જે માટે શરીરમાં ઊર્જાનો સ્ત્રોત ઉત્પન્ન થાય તે માટે ફેટ બનાવે છે, જે મેટાબોલિક સ્વીચ તરીકે ઓળખાય છે. જે માટે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ દરમ્યાન 16 કલાક ઉપવાસની સલાહ આપવામાં આવે છે. અહીં ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ અંગે દરેક માહિતી આપવામાં આવી છે.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં વ્યક્તિ 12થી 16 કલાક સુધી ભોજન કર્યા વિના રહે છે અને ભોજન કરવાનો સમય માત્ર 6થી 8 કલાકનો રહે છે. ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ ડાયટ પ્લાનનો ફોલો કરવાથી તમે વજન ઘટાડી શકો છો. અહીંયા ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ ડાયટ પ્લાન જણાવવામાં આવ્યો છે.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં શું ખાવું જોઈએ?

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં 16 કલાક સુધી ઉપવાસ રાખીને તમારે મીઠા સિવાય સાદુ પાણી, કૈમોલી ચા, ગુલાબની ચા, આદુની ચા અને બ્લેક ટીનું સેવન કરી શકો છો, તેમજ શાકભાજી અને જ્યૂસનું સેવન કરી શકો છો. પરંતુ આ 16 કલાક દરમ્યાન કોઈપણ પ્રકારના પેકિંગ નાસ્તાનું, શાકભાજી અને ફાળોનું સેવન ન કરી શકાય.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગની શરૂઆત

આ ઉપવાસની શરૂઆત કરવા માટે તમે જ્યારે છેલ્લે જમો છો, ત્યારથી 12 કલાકથી 14 કલાક સુધીનો ઉપવાસ કરવો જોઈએ. તેમજ ધીરે ધીરે 16 કલાકનો ઉપવાસ કરવા પ્રયત્ન કરવો જોઈએ. માથાના દુખાવાથી બચવા માટે વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. જેથી તમને ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી.

આ પણ વાંચો, iPhone 13માં આ નવું સિક્યુરિટી ફીચર હોઈ શકે છે COVID 19થી પ્રેરિત

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગનો સમયગાળો

આ ઉપવાસ તમે 30 દિવસ સુધી કરી શકો છો. જો તમે વજન ઓછુ કરવાનું વિચારી રહ્યા છો તો તમે 60 દિવસ સુધી ઉપવાસ કરી શકો છો. પરંતુ જો તમે વજન ઓછું કરવા નથી ઈચ્છતા, તો તમે આ ઉપવાસ 2 દિવસ સુધી કરી શકો છો.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગના ફાયદા

આ ઉપવાસ કરવાથી તમે વજન ઓછું કરી શકાય છે તથા તે એન્ટી એજિંગનું પણ કાર્ય કરે છે. જે સાથે તમારા હ્રદયના સ્વાસ્થ્યમાં સુધારો, મસ્તિષ્કના કાર્યોમાં સુધારો તથા જીવન આયુ વધારવામાં પણ સહાયક છે. જેનાથી શરીરમાં ઈંફ્લેમશેન ઓછું થાય છે અને ઈંસ્યુલિનમાં પણ સુધારો કરે છે. બ્લડ શુગર લેવલ તથા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર કરવામાં સહાયક છે.

વજન ઘટાડવામાં સહાયક

પાચન પ્રક્રિયામાં શરીરમાં 70-80% ઊર્જા વપરાય છે, જેનાથી તમારા શરીરની 20% ઊર્જામાં બચત થાય છે. આ સીરમ ઈંસ્યુલિનના સ્તરને ઓછું કરે છે, જેથી ચરબી ઓછી કરવામાં સહાય પણ કરે છે. નિશ્ચિત સમયે ભોજન કરવાથી કેલરી ઓછી ઉત્પન્ન થાય છે અને ભૂખ ઓછી કરવામાં સહાય પણ કરે છે.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગની આડઅસર

હાઈડ્રેટ રહેવાથી તમે યોગ્ય રીતે સંતુલિત ભોજન કરી શકો છો. જેની કોઈ આડઅસર થતી નથી. આ ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ માત્ર ઓછી કેલરી ઉત્પન્ન કરવાનો પ્લાન નથી, પરંતુ તમારી આહાર પ્રણાલીમાં સુધાર લાવવાનો એક અલગ દ્રષ્ટિકોણ છે.

આ પણ વાંચો, ચાર ફેરા લીધા બાદ રોકડ અને ઘરેણાં લઈને ફરાર થઈ દુલ્હન, પરિજનો અને પંડિત પણ ગાયબ

અન્ય ઉપવાસથી અલગ છે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં આહાર પ્રણાલીમાં બદલાવ કરવામાં આવે છે. મોટાભાગના ઉપવાસ કરવાથી કેલરી પર રોક લાગી જાય છે, પરંતુ ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં સમયનું પાલન કરવામાં આવે છે તથા કેટલાક અન્ય ખાદ્ય પદાર્થ ન ખાવાની ચરી પાડવામાં આવે છે. જેમાં ભોજન સંતુલિત તથા પૌષ્ટિક હોય છે. ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં ભૂખ ઓછી લાગે છે.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ ક્યારે ન કરવું જોઈએ

જે લોકોને ઈંસ્યુલિન, કેન્સર, વજન નથી વધતુ, ધાત્રી માતાઓ, ગર્ભવતી મહિલા, બ્લડ પ્રેશર ધરાવતા લોકો તથા જે લોકો દવાઓનું સેવન કરે છે, તેમણે ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગ ન કરવું જોઈએ. આ ઉપવાસ શરૂ કરતા પહેલા ડોકટરની સલાહ લેની આવશ્યક છે. જે તમે અસ્વસ્થ છો, તો તમારે કોઈ પણ પ્રકારના ઉપવાસ ન કરવા જોઈએ. રાત્રે હંમેશા હલ્કો ખોરાક ખાવો જોઈએ, ભારે ખોરાક લેવાથી તમને થાક લાગી શકે છે.

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં શું સેવન કરવું જોઈએ

ઈંટરમિટેન્ટ ફાસ્ટિંગમાં તમારે ફળ, શાકભાઝી, બાજરી, જઉં, બ્રાઉન રાઈસ, દાળ, ચિકન, ઈંડા, નટ્સ, દૂધ અને દૂધના અન્ય ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ.
First published:

Tags: Calorie, Fasting, Health Tips, Intermittent Fasting, Lifestyle, Metabolism, આરોગ્ય

આગામી સમાચાર