વર્ષ દરમિયાન જ્યાં એક તરફ આપણને પાંદડાવાળા શાકભાજી (Leafy Vegetables) ખાવાની સલાહ આપવામાં આવે છે. તો બીજ તરફ ચોમાસા (Monsoon)ની ઋતુમાં ખાસ કરીને શ્રાવણ મહીનામાં આવું કરવાથી રોકવામાં આવે છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે આ ઋતુમાં આ શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં ટેક્સિવ લેવલ વધી શકે છે. એવામાં બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તો આવો જાણીએ શું છે તેનું મુખ્ય કારણ.
આ છે મુખ્ય કારણ
હકીકતમાં આ ઋતુમાં વાતાવરણમાં હ્યૂયૂમિડિટી વધારે રહે છે. જે બેક્ટેરિયા અને કિટાણુઓના પ્રજનનનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. તે પાંદડાઓ પર પ્રજનન કરે છે. જેના કારણે તેને ન ખાવું વધુ હિતાવહ રહેશે. એવામાં જો તમે આ ઋતુમાં પાલક, મેથી, ચીલ, રીંગણા, કોબીજ વગેરે ખરીદી રહ્યા છો, તો તેને આ શ્રાવણ માસમાં ખાવાથી બચવું. આ શાકભાજીમાં જીવાત મોટા પ્રમાણમાં પ્રજનન કરે છે. શોધ અનુસાર વરસાદની ઋતુમાં જીવાત વધુ હોય છે. તેના પ્રજનની શ્રેષ્ઠ ઋતુ અને જગ્યા પાંદડાવાળા શાકભાજી હોય છે. તેના પર તેઓ ઇંડા મુકે છે અને પાંદડાઓ ખાઇને તેમનું પોષણ કરે છે. તેથી ચોમાસામાં તેને ન ખાવા જ વધુ હિતાવહ છે.
આ ઋતુમાં ઓછું ખાવું ફાયદાકારક
આયુર્વેદ અનુસાર આ દિવસોમાં જે લોકો ઓછું ખાય છે તેમનું શરીર વધુ સમય સુધી ફિટ રહે છે. જ્યારે વધુ ખાતા લોકોને પેટ વગેરેની સમસ્યા થઇ શકે છે. તે જ કારણ છે કે આ મહીનામાં ઉપવાસની પરંપરા છે. 12 કલાક સુધી ઉપવાસ કરવાથી શરીરમાં ડીટોક્સિંગ પ્રક્રિયા શરૂ થઇ જાય છે અને બેકાર કોશિકાઓને શરીર સાફ કરવા લાગે છે. ઉપવાસથી નવી કોશિકાઓના નિર્માણમાં ફાયદો મળે છે.
વ્રત કરવાથી થાય છે ફાયદો
હકીકતમાં વ્રત રાખવાથી શરીરમાં અમુક એવા હોર્મોન નિકળે છે, જે ફેટી ટીશ્યૂઝને તોડવામાં મદદ કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શોર્ટ ટર્મ ફાસ્ટિંગથી શરીરનુ મેટાબોલિઝમ વધે છે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પાચનતંત્ર ન થાય પ્રભાવિત
ચોમાસાની ઋતુમાં જો તમે પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો છો, તો તેનાથી તમારું પાચનતંત્ર પ્રભાવિત થાય છે અને તમે ડાયરિયા, એસિડિટી, પેટનો દુખાવો જેવી સમસ્યાઓનો શિકાર બની શકો છો. એવામાં વ્રત રાખીને તમે આ સમસ્યાઓને દૂર કરી શકો છો. આમ કરવાથી પેટમાં ગેસની સમસ્યા પણ થતી નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર