Home /News /lifestyle /40 વર્ષની ઉંમર બાદ આવું હોવું જોઈએ પુરૂષોનું ડાયટિંગ, સદા રહેશો યુવાન અને ફિટ
40 વર્ષની ઉંમર બાદ આવું હોવું જોઈએ પુરૂષોનું ડાયટિંગ, સદા રહેશો યુવાન અને ફિટ
40ની ઉંમર બાદનો ડાયટ પ્લાન
ઘણા પ્રકારના વાયરલ ઇન્ફેક્શન લોકોના જીવ પર જોખમ બન્યા છે. આવી સ્થિતિમાં શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે જીવનશૈલી અને આરોગ્યપ્રદ ખોરાક જરૂરી છે.
નવી દિલ્હી : આજની વ્યસ્ત જીવનશૈલીમાં જો ફિટ હૈ વો હિટ હૈ. પોતાની જાતને તંદુરસ્ત રાખવી જરૂરી છે. ઘણા પ્રકારના વાયરલ ઇન્ફેક્શન લોકોના જીવ પર જોખમ બન્યા છે. આવી સ્થિતિમાં શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે. શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે જીવનશૈલી અને આરોગ્યપ્રદ ખોરાક જરૂરી છે. કોરોના કાળમાં મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ત્યારે શરીરમાં તકલીફો પણ વધી છે. લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. બીજી તરફ લોકો બિન આરોગ્યપ્રદ વસ્તુઓ ખોરાકમાં લેવા લાગ્યા છે. તળેલા ખોરાક અને પેકેટ ફૂડનો ઉપયોગ વધ્યો છે.
આવા સંજોગોમાં જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ હોય, તો તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 40 વર્ષથી વધુ ઉંમર વાળા પુરુષોએ પોતાની જાતને ફિટ રાખવા કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ.
સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર બાદ ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. ડાયાબિટીસ, સ્થૂળતા, મેટાબોલિઝમ ધીમુ થવું અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી સહિતની તકલીફો ઉભી થાય છે. ઉપરાંત આ ઉંમરમાં હ્રદય સાથે જોડાયેલી બીમારીઓ પણ જોવા મળે છે. જો તમે લાઇફ સ્ટાઇલ અને ખોરાક પદ્ધતિમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો તો ફિટ રહી શકો છો. જેથી 40 વર્ષ પછી પુરુષોનો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ તેની માહિતી મેળવીએ.
40 વર્ષની ઉંમર પછી પુરુષોનો ડાયટ પ્લાન
શરીરને હાઇડ્રેટ રાખો
શરીરને ફિટ રાખવા માટે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવાનો પ્રયત્ન કરો. સામાન્ય પાણીની સાથે સાથે નારિયેળ પાણી પીવું, હર્બલ ટીનું સેવન કરી શકો છો. પાણીના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
ફાયબરનું સેવન કરો
શરીર માટે ફાઇબર ખૂબ જરૂરી છે. ફાઇબર કબજીયાતની સમસ્યા દૂર કરે છે. તેના સેવનથી વજન પણ કંટ્રોલમાં રહે છે. ખોરાકમાં ફાઇબર હોય એવા શાકભાજી અને ફળો સામેલ કરો. ફાયબરના માધ્યમથી કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. ફાઇબર માટે બ્રોકલી, કોબીઝ, અખરોટ સ્પ્રાઉટ, ગ્રીન ટી અને બેરીઝ તેનું સેવન કરો. આ વસ્તુઓમાં ઓમેગા 3 પણ હોય છે. જેનાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.
ગુડ ફેટ આવશ્યક
એવોકાડો, ઓલિબ્સ, નટ્સ, સિડ્સ અને કોલ્ડ પ્રેસડ ઓઇલ જેવી ગુડ ફેટ ધરાવતી વસ્તુઓને ખોરાકમાં સામેલ કરો. આ તમામ ફૂડ આઈટમમાં ગુડ ફેટ વધુ પ્રમાણમાં હોય છે. જે તમને તંદુરસ્ત રાખે છે.
આખું અનાજ ખાવ
તમે ઓટ, ઓટમીલ, લાલ ચોખા ખાઈ શકો છો. જેનાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહેશે. આ વસ્તુઓમાં વિટામિન બી પણ મળે છે. જે તમને તંદુરસ્તી આપશે.
પ્રોટીન છે જરૂરી
ખોરાકમાં સોયા મિલ્ક અને ટોફુ જેવા વનસ્પતિ આધારિત પ્રોટીનની મદદ લો. આ ઉપરાંત માંસ, ચિકન, ઈંડા, માછલી અને સૂકા મેવાનું સેવન કરો. વજનને ધ્યાને રાખીને જ પ્રોટીનનું સેવન કરો.
આટલી વસ્તુઓથી દૂર રહો
તળેલા અને પેકેટના ફૂડથી દૂર રહો. આ ફૂડ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરમાં વધારો કરી શકે છે. આ ઉપરાંત ધૂમ્રપાન અને દારૂનું સેવન સંપૂર્ણ રીતે બંધ કરી દો. જેનાથી કેન્સર અને લીવરની સમસ્યાથી બચી શકાશે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યુઝ18 તેની પૌષ્ટિક કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર