Home /News /lifestyle /અસ્થમાના દર્દીઓએ તેમના આહારમાં આ વસ્તુઓને જરૂરથી ઉમેરવી જોઈએ

અસ્થમાના દર્દીઓએ તેમના આહારમાં આ વસ્તુઓને જરૂરથી ઉમેરવી જોઈએ

અસ્થામના દર્દીઓએ કેવા પ્રકારનું ફૂડ ખાવું જોઈએ માહિતી સામે આવી

Diet Plan For Asthma Patients: અસ્થમાના રોગીઓએ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. અહીં અસ્થમાના દર્દીઓ માટે ડાયટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

    અસ્થમા (Asthma) એક એવી બીમારી છે, જેનાથી કોઈપણ વ્યક્તિ અંદરથી તૂટી જાય છે. કોરોનાના સમયમાં અસ્થમાના રોગીઓએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના વાયરસથી (Coronavirus) પીડિત વ્યક્તિઓમાં શ્વાસની સમસ્યા જોવા મળે છે. શ્વાસ સંબંધિત બીમારીઓથી (Diseases) પીડિત લોકોમાં કોરોના વાયરસની અસર વધુ જોવા મળે છે. અસ્થમા એક એવી બીમારી છે જેમાં લાંબાગાળા સુધી સારવાર કરાવવી પડે છે.

    અસ્થમાની બીમારીમાં શ્વાસ લેવાની સમસ્યા, છાતીમાં દુખાવો, ખાંસી અને ગભરામણ થાય છે. શરીરમાં જમા થયેલ કફને કારણે અને અન્ય બાહ્ય કારણોને લીધે અચાનક અસ્થમાનો એટેક આવે છે. આ રોગીઓને ઈન્હેલર લેવા માટેનું કહેવામાં આવે છે. અસ્થમાના રોગીઓએ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. અહીં અસ્થમાના દર્દીઓ માટે ડાયટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.

    અસ્થમાના દર્દીઓએ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ

    વિટામીન સીથી ભરપૂર ફૂડ

    વિટામીન સીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સડેન્ટ્સ રહેલા છે. જે તમારા ફેંફસાની સુરક્ષા કરે છે અને તેને મજબૂત બનાવે છે. જે લોકો અધિક માત્રામાં વિટામીન સી યુક્ત વસ્તુઓનું સેવન કરે છે, તે લોકોને અસ્થમાનો અટેક આવવાનું જોખમ ઓછું રહે છે. અસ્થમાના દર્દીઓએ તેમની ડાયટમાં સંતરા, બ્રોકલી, કીવીને અચૂકથી શામેલ કરવા જોઈએ.

    મધ અને તજનો ઉપયોગ

    અસ્થામાના દર્દીઓએ સીમિત માત્રામાં મધ અને ખાંડનો ઉપયોગ કરવો જોઈએ. અસ્થમાના દર્દીઓ માટે મધ અને તજ ખૂબ જ લાભકારક સાબિત થાય છે. રાત્રે સૂતા પહેલા તજ સાથે એક ચમચી મધ મિશ્ર કરીને નિયમિતરૂપે તેનું સેવન કરવાથી ફેંફસાને રાહત મળે છે તથા ફેંફસા સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે.

    તુલસી

    તુલસીને આયુર્વદિક ઔષધિ માનવામાં આવે છે. તુલસી એન્ટી-ઓક્સીડેન્ટ્સ ગુણોથી ભરપૂર છે. ચામાં તુલસીના બેથી ત્રણ પત્તા નાંખીને પીવાથી અસ્થમાના દર્દીઓમાં એટેકનું જોખમ ઓછું થાય છે. તુલસી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે. તુલસીનું સેવન કરવાથી ઋતુગત બીમારીઓથી પણ રાહત મળે છે.

    નિયમિતરૂપે દાળનું સેવન

    વિભિન્ન પ્રકારની દાળને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ચણા, મગની દાળ, સોયાબીન અને અન્ય પ્રકારની દાળ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આ દાળ ફેંફસાને મજબૂત બનાવે છે અને ફેંફસામાં સંક્રમણનું જોખમ પણ ઓછું થાય છે. અસ્થમાના દર્દીઓએ નિયમિતરૂપે દાળનું સેવન કરવું જોઈએ જેનાથી પાચન પ્રક્રિયા પણ મજબૂત થાય છે.

    લીલા શાકભાજી

    લીલા શાકભાજી ફેંફસા માટે ખૂબ જ લાભદાયી છે. લીલા શાકભાજીનું સેવન કરવાથી ફેંફસામાં કફ જમા થતો નથી અને અસ્થમાના દર્દીઓમાં એટેક આવવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. લીલા શાકભાજીનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે.

    (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
    First published:

    Tags: અસ્થમા (asthma) હેલ્ધી ડાયટ (diet plan) અસ્થમા અટેક (asthma attack)

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો