Home /News /lifestyle /ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ ફાયદારૂપ છે જાંબુના બીજ, આવી રીતે કરો ઉપયોગ

ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ ફાયદારૂપ છે જાંબુના બીજ, આવી રીતે કરો ઉપયોગ

આયુર્વેદથી લઈને યૂનાની અને ચાઇનીઝ પારંપરિક મેડિસિનમાં પણ જાંબુના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. (Photo: Shutterstock)

આયુર્વેદથી લઈને યૂનાની અને ચાઇનીઝ પારંપરિક મેડિસિનમાં પણ જાંબુના બીજનો ઉપયોગ કરવામાં આવે છે

Jamun Seeds Powder For Diabetes Patients: આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીઝ (Diabetes) પેશન્ટ માટે જાંબુ (Jamun) ઘણા ફાયદારૂપ છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને અનેક સમસ્યાઓથી બચાવે છે પરંતુ આપને જણાવી દઈએ કે તેના બીજ (Seed) પણ ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ કામના છે. તેના બીજનો પાવડર બનાવીને જો રોજ ખાવામાં આવે તો ડાયાબિટીઝ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનો પ્રયોગ આયુર્વેદ (Ayurveda)થી લઈને યૂનાની અને ચાઇનીઝ પારંપરિક મેડિસિનમાં પણ કરવામાં આવે છે.

કેવી રીતે છે ફાયદારૂપ?

એનડીટીવીના એક રિપોર્ટના હવાલાથી જાણીતી માઇક્રોબાયોટિન ન્યૂટ્રીશનલિસ્ટ શિલ્પા અરોરાએ જણાવ્યું કે મૂળે તેમાં જંબોલીન અને જંબોસિન નામના તત્વ હોય છે જે લોહીમાં શુગર રિલીઝને સ્લો કરી દે છે. તે ઇન્સુલીનના લેવલને પણ વધારે છે. એવામાં તમે તેના બીજને સૂકવીને પાવડર બનાવી લો અને ભોજન લેતા પહેલા તેનું સેવન કરો.

આ પણ વાંચો, 10 હજારમાં વેચાઈ રહી છે 500 રૂપિયાની નકામી જૂની નોટ! આવી રીતે બની શકો છો માલામાલ

કેવી રીતે કરો પ્રયોગ?

સૌથી પહેલા જાંબુને ધોઈને લૂછી લો. હવે તેના બીજને અલગ કરી દો. તેને ફરી પાણીથી સાફ કરો અને કપડા પર રાખીને ત્રણથી ચાર દિવસ સુધી સૂકવો. જ્યારે તે પૂરી રીતે સૂકાઈ જાય અને વજનમાં હળવા લાગે તો તેની ઉપરની પાતળી છાલને ઉતારો અને મિક્સરમાં નાખીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લો. સારા રિઝલ્ટ માટે તેનું તમે ખાલી પેટ સવારે દૂધની સાથે મેળવીને સેવન કરો. તમે એક ગ્લાસ દૂધમાં એક નાની ચમચી પાઉડર મેળવીને તેને પેશન્ટને પીવા આપો. તેનું રોજન સેવન કરવાથી ડાયાબિટીઝના દર્દીઓનું બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહેશે. સાથોસાથ પેટની સમસ્યા પણ દૂર રહેશે.

આ પણ વાંચો, Ask The Doctor: કોવિડ પોઝિટિવ બાળકોમાં માતા-પિતાએ કેમ MIS-C લક્ષણો મુદ્દે ધ્યાન રાખવું જોઈએ?



જાંબુ ખાવાના આ છે ફાયદા

>> જો તમે જાંબુનું રોજ સેવન કરો છો તો પેટ સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે.
>> જો તેની છાલનો કાઢો બનાવીને પીશો તો પેટનો દુખાવો અને અપચાની સમસ્યાઓ દૂર રહેશે.
>> શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં પણ જાંબુ મદદરૂપ છે.
તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની જરુરિયાત પૂરી થાય છે. શરીરમાં લોહીનું સ્તર વધે છે.
>> જો પથરીની સમસ્યા છે તો જાંબુના બીજનો પાવડર બનાવીને દહીં મેળવીને ખાઓ. ખૂબ આરામ મળશે.
First published:

Tags: Ayurveda, Heath Tips, Home Remedies, Jamun, Lifestyle, ડાયાબીટીસ