Corn Health Benefits: ચોમાસામાં મકાઈ ડોડા ખાવા જ જોઈએ, અહીં જાણો તેના લાભ

મકાઈ ખાવાના ફાયદા (ફાઈલ ફોટો)

મકાઈમાં અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો અને ફેટી એસિડ મળી આવે છે. જે આપણને આખું વર્ષ તંદુરસ્ત રાખી શકે છે.

  • Share this:
Health News: ચોમાસાની ઋતુ (Monsoon season)માં મકાઈ (Corn) ખાવી ઘણાને પસંદ છે. સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ ડોડો બંનેનો સ્વાદ અદભુત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય(Health) માટે પણ ખૂબ ફાયદાકારક(Benefits) છે. ચોમાસાની સિઝન દરમિયાન મકાઈ(Corn) ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો અને ફેટી એસિડ મળી આવે છે. જે આપણને આખું વર્ષ તંદુરસ્ત રાખી શકે છે. મકાઈના લોટની રોટલાથી લઈ કોન્ટીનેન્ટલ સલાડ સુધી અનેક પ્રકારે મકાઈને ખોરાકમાં ઉમેરી શકાય છે. ફાયબરથી ભરપૂર આ અનાજ હાર્ટએટેકથી લઈ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. જેથી આપણે અહીં મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ અંગે જાણીશું.

ફાઇબરનું ઊંચું પ્રમાણ

મકાઈમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. જે આંતરડા માટે ખૂબ જ જરૂરી છે. મકાઈનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થતી નથી અને પેટ લાંબા સમયથી ભરાયેલું હોય તેવું લાગે છે. તેમાં રહેલા દ્રવ્ય ફાઇબર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે.

વિટામિનથી ભરપૂર

મકાઈમાં વિટામિન બીનું પ્રમાણ પણ ઊંચું હોય છે. વિટામિન બી વાળ અને હાડકા માટે ખૂબ જરૂરી છે. તે શરીરના ઊર્જાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એનું પણ વધુ પ્રમાણ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

આ પણ વાંચોવાઘ-વાઘણના હુમલાની દિલધડક ઘટના, યુવાને આખી રાત ઝાડ પર બેસી જીવ બચાવ્યો, બે મિત્રોને નજર સામે ફાડી ખાધા

એન્ટીઓક્સીડન્ટનું વધુ પ્રમાણ

મકાઈમાં એન્ટીઓક્સિડન્ટના ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કોઈપણ પ્રકારના ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે. આ સાથે જ તણાવથી પણ બચાવે છે. તેમાં કેરોટેનોઈડ્સ, લ્યુટીન, અને જેક્સેન્થીન જેવા એન્ટી એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે આંખોને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત ઉંમર વધવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે.

વજન ઘટાડવા મદદરૂપ

મકાઈમાં હાઈ ફાયબર મળી આવે છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. પરિણામે શરીરમાં વધુ પડતી કૅલરી જતી નથી. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

આ પણ વાંચોવહેલા ઘરડા દેખાવા પાછળ તમારી આ આદતો હોઈ શકે જવાબદાર, આજે જ છોડી દો આવી કુટેવ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: