કબજીયાતની સમસ્યાથી છો પરેશાન, તો પહેલા રોજીંદા જીવનમાં બદલો નાની-નાની આદતો

પ્રતિકાત્મક તસવીર

વિશ્વભરમાં જો પેટ સંબંધિત સૌથી વધુ થતી સમસ્યા છે તો તે છે કબજીયાત. તેમાં લોકોને ડ્રાઇ બોવલ મૂવમેન્ટ અને સ્ટૂલ સરળતાથી પાસ ન થવાની સમસ્યા સર્જાય છે. તેનું સૌથી મોટું કારણ ફાઇબર રીચ ફૂડનું ઓછું સેવન છે.

  • Share this:
વિશ્વભરમાં જો પેટ સંબંધિત સૌથી વધુ થતી સમસ્યા છે તો તે છે કબજીયાત. તેમાં લોકોને ડ્રાઇ બોવલ મૂવમેન્ટ અને સ્ટૂલ સરળતાથી પાસ ન થવાની સમસ્યા સર્જાય છે. તેનું સૌથી મોટું કારણ ફાઇબર રીચ ફૂડનું ઓછું સેવન છે. આ સિવાયે જો તમે ઓછું પાણી પીવો છો તો આ સમસ્યા વધી જાય છે. જો તમે સક્રિય જીવન નથી જીવી રહ્યા અને દિવસભર બેઠા રહો છો તો પણ આ સમસ્યા વધી શકે છે. ઘણી વખત લોકોને અમુક ખાસ દવાઓના સેવનથી પણ આ સમસ્યા થઇ શકે છે.

કોને થઇ શકે છે કબજીયાતની સમસ્યા

- જે લોકોની ઉંમર થઇ ગઇ છે અને તેઓ સક્રિય જીવન નથી જીવી શકતા.

- જેને કોઇ મેડિકલ કંડિશન છે અને દવાઓનું સેવન કરી રહ્યા છે અથવા પથારી પર છે.

- હોર્મોનલ બદલાવના કારણે પ્રેગ્નેન્સીમાં કબજીયાતની સમસ્યા આવી શકે છે.

- જે મહિલાઓ મોટા ભાગે ઘરમાં જ રહે છે.

- નાના બાળકો જે હજુ પૂર્ણ રીતે એક્ટિવ નથી થયા.

કબજીયાત થાય તો બદલો આ ટેવો

પાણી ભરપૂર પીવો.

દરરોજ 3થી 4 લીટર પાણી જરૂર પીવો. આ સિવાય તમે દાળનું પાણી, સૂપ વગેરે પણ ખોરાકમાં સામેલ કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે શૂગર ફ્રી ડ્રીંકનું સેવન ન કરો.

આલ્કોહોલથી દૂર રહો.

આલ્કોહોલનું સેવન થોડા દિવસો માટે છોડી દો. કોફી પણ ઓછી પીવો. આ વસ્તુઓ તમને ડીહાઇડ્રેટ કરે છે અને શરીરના વોટર લેવલને ડિસ્ટર્બ કરે છે. જેથી શરીરમાં પાણીની કમી થઇ શકે છે અને કબજીયાતની સમસ્યા થઇ શકે છે.

ફાઇબરથી ભરપૂર ખોરાક લો.

ફાઇબર રીચ ખોરાકનું સેવન કરો. તેમાં દરેક પ્રકારની દાળ, શાકભાજી, અનાજ વગેરેને તમારા ભોજનમાં સામેલ કરો. આ વસ્તુઓ તમારા પેટને સાફ રાખવામાં મદદ કરશે. જણાવી દઇએ કે મોટા ભાગે કબજીયાતની સમસ્યા ફાઇબરના અભાવે થાય છે.

લો ફાઇબર ફૂડથી રહો દૂર

લો ફાઇબર ફૂડથી દૂર રહો. ઉદાહરણ તરીકે તમે દૂધ, મીટ, ચિકન, ચીઝ, પ્રોસેસ્ડ ફૂડ વગેરેનું સેવન ન કરો. તેના કારણે તમને કબજીયાત થઇ શકે છે.

પ્રોબાયોટિકનું સેવન કરો

ભોજનમાં પ્રોબાયોટિક ફૂડને સામેલ કરો. પ્રોબાયોટિકના સેવનથી તમારા ગટમાં રહેલા બેક્ટેરિયા એક્ટિવ અને હેલ્થી રહે છે. જેથી તેમાં કોઇ પ્રકારની સમસ્યા નહીં આવવા દે. તમારું પાચનતંત્ર પણ સારી રીતે કામ કરશે.

કસરત કરો

સપ્તાહમાં ચાર દિવસ કસરત જરૂર કરો. આમ કરવાથી તમારું શરીર એક્ટિવ રહેશે અને પાચન તંત્ર સ્વસ્થ રહેશે. વ્યાયામના અભાવથી આપણું મેટાબોલિઝમ ખરાબ થઇ જાય છે. જેથી આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે અને કબજીયાત થાય છે.
First published: