Home /News /lifestyle /

જો તમે જાણી લેશો કોલ્ડ્રીંક્સથી થતા આ નુકસાન, તો આજે જ છોડી દેશો પીવાનું

જો તમે જાણી લેશો કોલ્ડ્રીંક્સથી થતા આ નુકસાન, તો આજે જ છોડી દેશો પીવાનું

Image Credit : Shutterstock

Cold Drinks Side Effects : મોટાભાગના ઘરોમાં મહેમાનોને સર્વ કરવા માટે કોલ્ડ્રીંક્સનો ઉપયોગ થાય છે. તમે કોઈના પણ ઘરે ફ્રિજમાં નજર નાંખશો તો તમને એકાદ કોલ્ડ્રીંક્સની બોટલ તો જરૂરથી જોવા મળશે. એટલું જ નહીં ઓફિસ પાર્ટી હોય કે બહાર કોઈ ફંક્શન હોય, લોકો કોલ્ડ્રીંક્સ પીવાનું વધુ પસંદ કરે છે

વધુ જુઓ ...
Cold Drinks Side Effects : મોટાભાગના ઘરોમાં મહેમાનોને સર્વ કરવા માટે કોલ્ડ્રીંક્સનો ઉપયોગ થાય છે. તમે કોઈના પણ ઘરે ફ્રિજમાં નજર નાંખશો તો તમને એકાદ કોલ્ડ્રીંક્સની બોટલ તો જરૂરથી જોવા મળશે. એટલું જ નહીં ઓફિસ પાર્ટી હોય કે બહાર કોઈ ફંક્શન હોય, લોકો કોલ્ડ્રીંક્સ પીવાનું વધુ પસંદ કરે છે. યુવાનો માટે કોલ્ડ્રીંક્સ એક ખાસ પીણા તરીકે ઓળખાય છે. જોકે, આ કોલ્ડ્રીંક્સ (Cold Drink) તમારા શરીર પર ખૂબ ખરાબ પ્રભાવ પાડે છે. હેલ્થલાઇનના જણાવ્યા અનુસાર, કોલ્ડ્રીંક્સ તમારું વજન વધારવાની સાથે તમારા લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેમ જ તે તમારા મેટાબોલિઝ્મને પણ ડિસ્ટર્બ કરે છે અને ઇન્સ્યુલિનની સમસ્યાને પણ વધારી શકે છે. એટલું જ નહીં કોલ્ડ્રીંક્સ તમારા માટે ડાયાબિટીસ ટાઈપ 2નું કારણ પણ બની શકે છે. ત્યારે આજે અમે તમને જણાવી શું કે જો તમે કોલ્ડડ્રીંકનું સેવન કરો છો તો તે તમારા સવાસ્થ્યને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે.

1. વજન વધારે છે

કોલ્ડ્રીંક્સમાં સુક્રોઝ જોવા મળે છે, જેનાથી ફ્રુકટોઝ બને છે. ફ્રુકટોઝથી કેલરી બને છે અને કોલ્ડ્રીંક્સમાં વધુ માત્રામાં શુગર હોય છે, જેના કારણે તે વજન શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દરરોજ શુગર ડ્રિંક્સના સેવનથી મેદસ્વિતાની સમસ્યા થવાનું જોખમ 60 ટકા સુધી વધી જાય છે.

2. લીવર થઇ શકે છે ડેમેજ

કોલ્ડ્રીંક્સમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની માત્રા વધુ હોય છે. કોલ્ડ્રીંક્સમાં શુગર વધુ હોવાના કારણે ફ્રૂકટોઝને પચાવવામાં લીવરને વધારે મુશ્કેલી નડે છે. જેના કારણે લીવરમાં બળતરા થાય છે.

આ પણ વાંચો - પોર્નોગ્રાફીના ધંધામાં ક્યારેક સાથે હતા રાજ કુન્દ્રા અને શર્લિન ચોપડા, પૈસાને લઇને તૂટી સમજૂતી

3. બેલી ફેટ વધારે છે

કોલ્ડ્રીંક્સ પીવાથી પેટની આસપાસ ફેટ જમા થાય છે અને તેના કારણે બેલી ફેટ વધવા લાગે છે. જેના કારણે ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ વધે છે.

4. ઇન્સ્યુલિનને કરે છે અસંતુલિત

કોલ્ડ્રીંક્સ પીવાથી શરીરમાં શુગરનું પ્રમાણ વધે છે અને તેનાથી ઇન્સ્યુલિનનું બેલેન્સ બગડે છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે.

5. ડાયાબિટીસ થવાનું જોખમ

કોલ્ડ્રીંક્સ અને સોફ્ટ ડ્રીંકમાં મોટા પ્રમાણમાં શુગર હોય છે. જેના કર્મે ટાઈપ-2 શુગરનું જોખમ વધી જાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, લોકોને તેની આદત લાગી જાય છે અને તેનાથી દિમાગમાં ડોપામાઈન રિલીઝ થાય છે, જે આહલાદક અનુભવ કરાવે છે.
First published:

Tags: Cold drinks side effects, Health News, Lifestyle, Sugar

આગામી સમાચાર