વજન ઘટાડવા માટે કરો નારિયેળના તેલનું સેવન, મગજથી લઇને હ્યદય ફંક્શનને રાખે છે સ્વસ્થ

પ્રતિકાત્મક તસવીર

આયુર્વેદમાં પણ ખાલી પેટ સવારે એક ચમચી નારિયળ તેલનું સેવન કરવી સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી વજન પણ ઘટશે અને ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળશે.

  • Share this:
નવી દિલ્હી : સામાન્ય રીતે નારિયેળના તેલનો ઉપયોગ આપણે આપણા વાળને સ્વસ્થ રાખવા માટે કરીએ છીએ. પરંતુ આપને જણાવી દઇએ કે, વર્જિન કોકોનટ ઓઇલ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. દક્ષિણ ભારતમાં નારિયેળના તેલનો ઉપયોગ રસોઇ બનાવવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ ખાલી પેટ સવારે એક ચમચી નારિયળ તેલનું સેવન કરવી સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી વજન પણ ઘટશે અને ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળશે. હેલ્થલાઇન અનુસાર, કોકોનટ ઓઇલમાં ફેટી એસિડનું અદ્દભુત મિશ્રણ હોય છે, જે આપણા મગજને અને હ્યદયને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ વિશે.

હ્યદયને રાખે છે સ્વસ્થ

સંશોધનમાં સામે આવ્યું છે કે જે વિસ્તારોમાં પેઢીઓથી રસોઇ બનાવવામાં નારિયેળના તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યાંના લોકોના હ્યદય સ્વસ્થ હોય છે.

વજન ઘટાડવા માટે મદદરૂપ

નારિયેળના તેલનું નિયમિત સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ સારી રીતે કામ કરે છે અને તેના કારણે વજન ઝડપથી ઘટે છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટ એક ચમચી નારિયેળ તેલનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

ઇમ્યૂનિટી વધારશે

નારિયેળના તેલમાં કેપ્રિક એસિડ, લોરિક એસિડ. કેલીપ્રિક એસિડ હોય છે, જે ઝડપથી ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.

પાચનક્રિયાને રાખે છે સ્વસ્થ

નારિયળના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે અપચાનું કારણ બનતા બેક્ટેરિયા સામે લડે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.

મોઢાના ઇન્ફેક્શનને રાખશે દૂર

જો તમે તેને માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લેશો, તો તે તમારા મોઢામાં કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરે છે.

ગુડ કોલેસ્ટ્રોલ

તેના સેવનથી બ્લડમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારી શકાય છે, જેથી હ્યદય ઘણી ખતરનાક બિમારીઓથી બચી શકે છે.

કબજીયાતથી છુટકારો

નારિયેળ તેલમાં રહેલા ગુણ તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેથી તમને કબજીયાત, એસિડિટી જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે. તેથી ખાલી પેટ એક ચમચી નારિયેલ તેલનું સેવન કરો.
First published: